[:gj]રૂપાણીની જેમ તેના પ્રધાનો પણ વારંવાર ભાંગરો વાટવામાં મેદાન મારે છે, કોણ ઉલટપુલટ કહ્યું ? [:]

[:gj]દિલીપ પટેલ

ગાંધીનગર, 4 મે 2020

ભાજપની નબળી સરકારના વડા વિજય રૂપાણીના પ્રધાનો વારંવાર ભાંગરો વાટતા રહ્યાં છે. રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન બચૂ ખાબડ વારંવાર ભાંગરો વાટવા માટે હવે જાણીતા બની ગયા છે. તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીના નામે ભાંગરો વાટ્યો છે.

ઉકાળાના વિતરણ વેળાએ રાજ્યકક્ષાના પશુપાલન ગ્રામ આવાસ, ગ્રામ વિકાસ મંત્રી બચૂ ખાબડે લોકોને સંબોધતા સમયે ભાંગરો વાટ્યો હતો. મોદી સાહેબે ચિંતા બહુ કરીને દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી.

લોકોને સંબોધતા સરકારે દારૂની વ્યવસ્થા કરી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેમને ભાષણ દરમિયાન આઝાદી પછીના ચાર યુગ પછી આ પ્રકારની ઘટના બની છે. શું મંત્રીજીને ખબર જ નહીં હોય કે, આઝાદી મળી છે તેના ચાર યુગ થયા જ નથી. લોકો મજાક કરી રહ્યાં હતા કે મંત્રી પોતે કયા યુગમાં જીવી રહ્યાં છે ?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એટલી ચિંતા કરીને દારૂ વ્યવસ્થા, અનાજ મફત આપ્યું છે, પૈસા આપ્યા છે, દવા આપી છે, કોઈ ક્ષેત્રે કમી નથી રાખી. 1856માં આવ્યો હતો પેલો રોલ એમ. કુકડીયો એની પછી કોઈ દિવસ આવ્યું નથી અને આપણે જોયું નથી. 200 વર્ષ થવા આવ્યા પણ આજે આવ્યું છે. એમાંથી માંડ માંડ આપણે બહાર નીકળી ગયા છીએ.

170મી કાશ્મિરની કલમનો વિવાદ 

પંચમહાલ જિલ્લાના શહેરામાં 16 ઓગષ્ટ 2019માં 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પશુપાલન મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો છે. બચુ ખાબડે જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ૭ દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને ૧૭૦ની કલમ રદ કરીને હલ કર્યો છે. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે અમિત શાહને બદલે નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા.

ભૂવાનો ભાજપમાં વિવાદ

2 મે, 2018મા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે યોજાયેલ કિસાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના પશુપાલન રાજ્ય પ્રધાન બચુ ખાબડે પોતાના પ્રવચનમા બળવા ભૂવાઓને જયોતિર્વીદ ગણાવી આવનારા સમયમાં ચોમાસુ સારું રહેવાની ભવિષ્યવાણી કરી હતી. ખેડૂતોને સંબોધિત કરતા મંત્રીએ કહ્યું હતું કે “અખાત્રીજના દિવસે બળવો ધૂણે છે અને કહી દે છે કે ખેતી કેવી થવાની છે.” , “હું પણ બળવાનો દીકરો છું, ખેતરમાં પાકવાનું ઘણું છે, ખેડૂતો ચિંતા કરવાનું છોડી દો” આમ પોતે સરકારના મંત્રી છે અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી હતા. અંધશ્રદ્ધામાં ગળાડૂબ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા સરકાર અનેક કાર્યક્રમો કરે છે, ત્યારે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાને બદલે સરકારના મંત્રી બળવા-ભૂવા ઉપર વિશ્વાસ કરવાનું જણાવી રહ્યા હતા. તે સમયે ભાજપની રાજ્યભરમાં ભારે ટીકા થઈ હતી.

ભવાન ભરવાડ કહે મેં ભ્રષ્ટાચાર કર્યો છે

ભાજપના નેતા ભવાન ભરવાડે છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વખતે 9 ઓગસ્ટ, 2018ના દિવસે કહ્યું હતું કે, ‘હું જ્યારે અગાઉ ધારાસભ્ય હતો ત્યારે મેં આદિવાસીઓના પૈસા ખિસ્સામાં મૂકી દઈને ભ્રષ્ટાચાર કર્યો હતો. પૈસા બારોબાર ખાઈ જતાં હતા. આદિવાસીઓને ખબર પણ ન પડતી. તમારા નામમાં એ પૈસા હતા. હું કહું ત્યાં તમે તેઓ સહી કરી આપતાં હતા. તમને એક હજાર મળતાં અને મને બે હજાર મળતાં હતા. 5,000 મારા ખિસ્સામાં મૂકતો હતો. આવું હતું ને ખાબડ સાહેબ.’ આમ છોટાઉદેપુર જીલ્લા પ્રભારી અને રાજ્ય કક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને પશુ પાલન ગૌસંવર્ધન પ્રધાન બચુ ખાબડની હાજરીમાં ભાજપના નેતા ભવાન ભરવાડે કબુલ્યું હતું કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે. જેનો સમગ્ર ગુજરાતમાં આજે પણ વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપની બેઠકમાં BSPના કાર્યકરોની હાજરીથી હોબાળો

ભાજપ મોટા ભાગે કોંગ્રેસના નેતા અને કાર્યકરોને પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવે છે. કોંગ્રેસ ભાજપના નારાજ લોકોને વટલાવે છે. અન્ય પક્ષના નેતા કે કાર્યકરોને ભાજપ પોતાના પક્ષમાં લેતો નથી પણ છોટાઉદેપુરમાં તો કંઈક નવું જોવા મળતાં ગાંધીનગર ભાજપે અને અમદાવાદ BSPએ આ ઘટનાની વિગતો 18 ઓગસ્ટ, 2018ના રોજ મગાવી છે. ભાજપની બેઠક ચાલી રહી હતી ત્યારે તેમાં બહુજન સમાજવાદી પક્ષ-BSPના કેટલાંક કાર્યકરો હાજર હતા. આ જોઈને ભાજપના કાર્યકરોએ હોબાળો કર્યો હતો અને બીજા પક્ષના કાર્યકરોને પક્ષમાં કેમ લાવો છો એમ કહીને બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભાજપે આ બેઠક લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં બોલાવી હતી. જેમાં માત્ર ભાજપના જ હોદ્દેદારો અને કાર્યકરો હોવા જોઈતા હતા પણ જેમાં બહુજન સમાજ પક્ષના કાર્યકરો પણ હાજર હતા. પ્રભારી મંત્રી બચુ ખાબડની હાજરીમાં ભાજપ આગેવાનોની બેઠકમાં બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયેલી નગર પાલિકના પ્રમુખ નેહાબેન જયસ્વાલ, નરેન જયસ્વાલ અને પ્રશાંત પટેલ સહિત તેમના સમર્થકો પહોંચી જતાં સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

બેઠકમાં હાજર હોવાથી તે અંગે ભાજપના કાર્યકરોએ વિરોધ કરી હોબાળો કર્યો હતો અને તેમાંના કેટલાંક કાઉન્સીલરોએ ભાજપના ખેસ મૂકી ચાલતી પકડી હતી. આ સ્થિતિ જોઈ પ્રભારી મંત્રી બચુ ખાબડ પણ જોતા રહી ગયા હતા. આ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરાયો પરંતુ સમજ્યા ન હતા. એક તબક્કે તો મીટિંગ ફિયાસ્કા સ્વરૂપ બની ગઈ હતી.

તેમ છતાં કાર્યકરો રોષમાં આવીને બેઠક છોડી દીધી હતી અને બેઠકમાં એક પણ કાર્યકર હાજર રહ્યા ન હતા. ભાજપમાં બે જૂથ અહીં હોવાથી આવું થયું હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકરોના સાચા કામ પણ થતાં નથી અને નેતાઓને ખોટા કામ સારી રીતે પાર પડી રહ્યાં હોવાનો રોષ અહીં જોવા મળે છે. નગરપાલિકા ભાજપની અંદર ચૂંટાયેલા સભ્યો મંત્રીને અગાઉ ફરિયાદ કરી ચૂક્યા છે કે સરકાર ભાજપની હોવા છતાં અમારા કામ થતા નથી. સત્તાધીશો મનમાની ચલાવે છે. જે વોકઆઉટ કરી ગયા હતા તે નગર સેવક તરીકે ચૂંટાયેલાં હતા. જિલ્લા ભાજપ પ્રમુખે પણ પોતાની હાર પાછળ કેટલાક કાર્યકરોએ મહત્ત્વના ભાગ ભજવ્યો હોવાનો રોષ ઘણા સમય પછી કાઢયો હતો. નગર પાલિકામાં પણ વિરોધ પક્ષમાં ભાજપ નબળું સાબિત થઈ રહ્યું છે. જેને ભાજપના કેટલાક હોદ્દેદારોને ફરિયાદો પ્રદેશ સુધી પહોંચી છે. BSPના નેતાઓએ પછી જાહેર કર્યું હતું કે તેઓ લોકાર્પણના એક કાર્યક્રમની તારીખ લેવા માટે ગયા હતા.

બચુભાઇ ખાબડે ગામના સરપંચથી રાજકીય માર્ગ શરૃ કર્યો હતો. તેઓ તાલુકા સભ્ય, કારોબારી સભ્ય (તાલુકાના) અને ત્યારબાદ બે ટર્મ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી અને દાહોદ જિલ્લાની ૨૦૦૨માં બધી સીટો જીતાડવામાં સિંહ ફાળો આપ્યો હતો.૨૦૦૨માં તેઓ દેવગઢ બારીયા સીટ ઉપરથી વિજય બન્યા હતા.[:]