સારા સમાચાર , ભરૂચ કોરોના મુક્ત શહેર બની ગયું

ભરૂચ, 9 મે 2020

આજની સ્થિતિએ હવે ભરૂચ જિલ્લામાં નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસના એકપણ દર્દી સારવાર હેઠળ નથી. ભરૂચ જિલ્લામાં મૂળ અમદાવાદના 2 વ્યક્તિને કોરોના પોઝીટીવ આવેલ તેઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોરોના વાયરસના શંકાસ્પદ ૬૨ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા, ૩૨૬ ટીમ ધ્વારા ૨,૯૭,૬૬૭ વ્યક્તિઓનું સર્વેલન્સ કરાયું છે.

કોરોના (COVID-19)ના જિલ્લામાં ૮/૦૫/૨૦૨૦ સુધીમાં રોજ કુલ-૨૭ દર્દીઓ પોઝીટીવ આવેલા છે. જિલ્લામાં ૮/૦૫/૨૦૨૦ના બપોરના ૩ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ ૬૨ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
તા.૦૮/૦૫/૨૦૨૦ ના રોજ ૯૦૧ વ્યક્તિઓ પૈકી ૧૭ વ્યક્તિઓના ૧૪ દિવસ પૂર્ણ થતાં આજરોજ ૮૮૪ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રહે છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૨૭ પોઝીટીવ કેસ પૈકી ૨ દર્દીઓના મરણ થયેલ છે અને આજે બીજા ત્રણ દર્દીઓ સાજા થતાં રજા આપેલ છે આમ કુલ ૨૫ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે અને ભરૂચ જિલ્લામાં મૂળ અમદાવાદના ૦૨ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવેલ તેઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.