મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ના સુરક્ષાત્મક પ્રતિકાર માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આપેલા દેશવ્યાપી જનતા કરફ્યુ ના આહ્વાન માં ગુજરાત ની જનતા જનાર્દન ના મળેલા અપ્રતિમ સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે રાજ્યના સૌ નાગરિકો ને એવી અપીલ પણ કરી છે કે આ જનતા કરફ્યુ નો સમય સવારે 7 થી રાત્રે 9 સુધીની છે આમ છતાં નાગરિકો પોતાની આરોગ્ય સુખાકારી સચવાય અને કોરોના વાયરસ થી સંક્રમિત ના થઈ જવાય તેની તકેદારી હેતુથી રાત્રે 9 વાગ્યા પછી પણ ઘરની બહાર નીકળવાનું અતિ આવશ્યક ના હોય ત્યાં સુધી ટાળે તે નાગરિકો ના હિત માં છે.
વિજય ભાઈ રૂપાણી એ આ બાબતનો ચોક્કસતા પૂર્વક નાગરિકો અમલ કરે અને પાલન કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના જિલ્લા કલેકટરો. મ્યુનિસિપલ કમિશનરો તેમજ તમામ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરો ને સૂચના આપી છે.
મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના વાયરસ ની વર્તમાન સ્થિતીમાં કોરોના નો વ્યાપ વધે નહી તે હેતુથી રાજ્યના સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ચાર મહાનગરો ઉપરાંત હવે ગાંધીનગર માં પણ 25 માર્ચ સુધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો મોલ્સ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે.
કોરોના વાયરસ નું સંક્રમણ નાગરિકો ના વધુ સંપર્ક થી ફેલાય નહિ તેવા જન સ્વાસ્થ્ય સુરક્ષા અભિગમ થી મુખ્ય મંત્રીશ્રી એ
આ પાંચ મહાનગરો માં આ દિવસો દરમ્યાન એટલે કે 25 માર્ચ સુધી એસ.ટી બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ રાખવા નો નિર્ણય કર્યો છે