[:gj]નીતી અને મુકેશ અંબાણીના જોડિયા સંતાન આકાશ અને ઈશા કરિયાણું-શાકભાજી વોટ્સએપ પર વેચશે [:]

[:gj]

16 ડિસેમ્બર 2021

કરિયાણા, શાકભાજી અને દૈનિક જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો ઓર્ડર આપવો એ હવે માત્ર એક વોટ્સએપ જેટલું જ દૂર છે કારણ કે એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ સાથેના વિશાળ ભારતીય રિટેલ માર્કેટમાં વર્ચસ્વની લડાઈમાં અબજોપતિ મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટે ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે.

અંબાણીના જોડિયા સંતાનો આકાશ અને ઈશાએ બુધવારે ફ્યુઅલ ફોર ઈન્ડિયા ઈવેન્ટની મેટાની બીજી આવૃત્તિમાં વોટ્સએપ પર ઓર્ડરિંગનું પૂર્વાવલોકન કર્યું હતું. એક નવો ‘ટેપ એન્ડ ચેટ’ વિકલ્પ વપરાશકર્તાઓને વોટ્સએપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપવાની સુવિધા આપે છે. ડિલિવરી મફત છે અને મફત ડિલિવરી માટે કોઈ ન્યૂનતમ ઓર્ડર જરૂરિયાત નથી. ગ્રાહક એપ્લિકેશનમાં તેમના શોપિંગ કાર્ટને ભરી શકે છે અને જિયોમાર્ટ દ્વારા અથવા ડિલિવરી પર રોકડમાં ચૂકવણી કરી શકે છે.

“વોટ્સએપ દ્વારા જિયોમાર્ટનો અનુભવ ખરેખર ખૂબ જ સરળ છે – એક રીતે કહીએ તો – ‘વાતચીત’ કરવા જેટલો સરળ છે. વોટ્સએપ અત્યંત સરળ અને ઉપયોગમાં આસાન છે; તેથી સપ્લાય માટે ઓર્ડર કરતી વખતે ગ્રાહકને કોઈ મુશ્કેલી નડતી નથી,” તેમ આકાશે કહ્યું હતું. તે અત્યંત સાહજિક છે – તેથી અહીં ટેક્નોલોજીના કોઈ અવરોધો નથી. “અને ડિજિટલ શોપિંગ એ હવે વોટ્સએપ દ્વારા જિયોમાર્ટ સુધી પહોંચવા માટે મેસેજિંગના સ્વરૂપમાં એક વિસ્તરણ છે, માત્ર થોડાક જ પ્રયાસ થકી ગ્રાહકની તમામ સુવિધાની કાળજી રાખે છે.”

ઈશાએ કહ્યું કે ગ્રાહકે માત્ર જિયોમાર્ટ પર ઓર્ડર કરવાની જરૂર છે. “બ્રેડ, માખણ, શાકભાજી, પીણાં જેવી સામગ્રી, જે તે દિવસે અથવા જે તે અઠવાડિયે તમને તમારા ઘરની જરૂરિયાતની દરેક વસ્તુ ઉપલબ્ધ છે… ઉત્પાદન જુઓ, જો તમે ઇચ્છો તો નિયમિત ખરીદી માટે સબ્સ્ક્રિપ્શન સેટ કરો અથવા તમારી જરૂરિયાત મુજબ વ્યક્તિગત ભલામણો મેળવી શકો છો. ભૂતકાળની ખરીદીનો ઇતિહાસ, અને એવું બધું જ ત્યાં ઉપલબ્ધ છે,” તેણ પણ ઈશાએ કહ્યું હતું.

ફેસબુક, જે હવે મેટા તરીકે ઓળખાય છે, તેણે ગયા વર્ષે એપ્રિલમાં અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિજિટલ અને ટેલિકોમ સાહસ જિયો પ્લેટફોર્મ્સમાં 5.7 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરી 9.99 ટકાનો હિસ્સો મેળવ્યો હતો. આ સહભાગિતાનો હેતુ 400 મિલિયનથી વધુ વોટ્સએપ વપરાશકર્તાઓ અને રિલાયન્સના નેટવર્ક પરના અડધા મિલિયન રિટેલર્સને જોડવાનો હતો. અને અહીં એક ઉત્પ્રેરકની ભૂમિકા સસ્તો ડેટા પૂરી કરે છે જે રિલાયન્સ જિયોના 425 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને નિરંતર મળે છે.

સૌથી મોટી રિટેલ ચેઇન તરીકે રિલાયન્સ રિટેલના નેટવર્કનો ઉપયોગ કરીને ઓર્ડરનો અમલ કરવામાં આવશે. ઉપરાંત વપરાશકર્તા વોટ્સએપનો ઉપયોગ કરીને રિલાયન્સ જિયો પણ રિચાર્જ કરી શકશે. “જેમ કે જિયો અને મેટાની ટીમો ખૂબ જ નજીકથી કામ કરે છે, અમે સાથે મળીને કામ કરવાના વધુ અને વધુ રસ્તાઓ ખોલી રહ્યા છીએ. આવી જ એક રીત વોટ્સએપ પર જિયો છે, જે સમગ્ર ‘પ્રિપેડ રિચાર્જ’ને સરળ બનાવે છે,” આકાશે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આનાથી ગ્રાહકોને એવી સગવડતા મળશે જેવી તેમને પહેલાં ક્યારેય મળી ન હતી. “હા, તે કોઈપણ વ્યક્તિ માટે અપનાવવું ખૂબ જ સરળ બનાવે છે. ઉદાહરણ તરીકે, વરિષ્ઠ નાગરિકો માટે કે જેમના માટે જરૂર પડે ત્યારે ઘરની બહાર જવું મુશ્કેલ હોય છે, વોટ્સએપ દ્વારા આ જિયો રિચાર્જ સુવિધા ખૂબ મદદરૂપ છે! અને વોટ્સએપ પર ચૂકવણી એ સરળતામાં વધારો કરે છે!” તેમ ઈશાએ કહ્યું.

આકાશે કહ્યું કે આ ખરેખર રોમાંચક છે કે કેવી રીતે વોટ્સએપ દ્વારા રિચાર્જનો એન્ડ-ટુ-એન્ડ અનુભવ અને ચુકવણી કરવાની ક્ષમતા સંભવિત રીતે લાખો જિયો સબ્સ્ક્રાઇબર્સના જીવનને વધુ સરળ બનાવી શકે છે. જિયોમાર્ટ ફળો અને શાકભાજીથી લઈને અનાજ, ટૂથપેસ્ટ અને રસોઇના મુખ્ય ઘટકો જેમ કે પનીર અને ચણાનો લોટ પણ વોટ્સએપ દ્વારા ઓર્ડર કરી શકાય છે.

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના જણાવ્યા અનુસાર, ભારતના રિટેલ સ્પેન્ડિંગમાં ખાદ્યાન્ન અને કરિયાણાનો હિસ્સો લગભગ અડધો છે, જે 2025 સુધીમાં 1.3 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. સમગ્ર સ્કીમ સાથે ઇન્ટરકનેક્ટેડ છે જિયોનો અત્યંત સસ્તો સ્માર્ટફોન, જે તેણે ગૂગલ સાથે મળીને રજૂ કર્યો છે. આ ફોનમાં જિયોમાર્ટ અને વોટ્સએપ અગાઉથી જ ઇન્સ્ટોલ્ડ કરેલા આવે છે.

ગયા વર્ષે, ગૂગલે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં 7.73 ટકા હિસ્સા માટે 4.5 બિલિયન અમેરિકી ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું. “અમે માનીએ છીએ કે નાના વ્યવસાયો આપણા દેશની આર્થિક કરોડરજ્જુનો આધાર છે. મહામારીએ ખરેખર દરેકને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે નાની વ્યાપારિક દુકાનો, છૂટક વિક્રેતાઓ અને નાના વ્યવસાયોને તેમની પારંપરિક વ્યવસાય પદ્ધતિમાંથી ડિજિટલ સ્ટોરફ્રન્ટ્સમાં રૂપાંતરિત કરવાની તાત્કાલિક જરૂર છે,” ઈશાએ કહ્યું હતું. મેટા સાથેની ભાગીદારીએ 400 મિલિયનથી વધુ લોકોને ઍક્સેસ પ્રદાન કરતા વોટ્સએપ પ્લેટફોર્મની તાકાતનો ઝડપથી લાભ ઉઠાવવાની તક આપે છે.

“જિયોના સબ્સ્ક્રાઇબર્સની સમાન સંખ્યા સાથે આ વ્યવસાયોને તેમના ગ્રાહકો સાથે ઓનલાઈન ડિજિટલ કનેક્શન દ્વારા જ નહીં, પરંતુ અત્યંત ચોક્કસ ડિજિટલ-કોમર્સ સોલ્યુશન્સ ઝડપથી વિકસાવવા અને બનાવવા માટે સક્ષમ થવું એ અમારા માટે સાહજિક પ્રક્રિયા જેવું હતું.” તેમ ઈશાએ જણાવ્યું હતું. આકાશે જણાવ્યું હતું કે જિયોમાર્ટ હાલમાં અડધા મિલિયનથી વધુ રિટેલર્સ સાથે જોડાયેલું છે અને દરરોજ તેમની સંખ્યા વધી રહી છે. “અમે ખૂબ જ સ્પષ્ટ હતા કે જિયોમાર્ટના અનોખા નેટવર્ક – ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ બંનેનો તેના કદ મુજબ સંપૂર્ણપણે ફાયદો ઉઠાવવો જોઈએ.”

“અમે મેટા સાથેની અમારી ભાગીદારી વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ અને વોટ્સએપની ટીમ સાથે મળીને, અમે અમારી અનોખી સુવિધાઓ વિકસાવવાનો ઇરાદો ધરાવીએ છીએ, જે વપરાશકર્તાઓને વોટ્સએપ પર એકીકૃત રીતે ખરીદી કરવામાં માત્ર મદદ જ નહીં કરે, પરંતુ પરંતુ રિટેલર્સને સ્ટોક વર્ગીકરણ વધારવા, માર્જિન સુધારવા અને મેળવવામાં પણ મદદ કરશે. તેઓ કદાચ ગ્રાહકોના ખૂબ જ મોટા સમૂહની નજીક છે, અને આટલા નજીક ક્યારેય નહોતા. “તેઓ તેમના નિયમિત ગ્રાહકો સાથેના સંબંધોને અકબંધ રાખીને નવા ઓર્ડર મેળવવા માટે સક્ષમ બનશે,” તેમણે ઉમેર્યું.

[:]