[:gj]ગ્રામ્ય વિસ્તારમાં ડિસેલીનેશનથી પાણી પુરૂ પાડનાર ગુજરાત પહેલુ રાજ્ય[:]

[:gj]“દિકરીને બંદુકે દેતા પણ ધંધુકે ના દેતા”

રાજકોટના જળાશયોમાં જ્યારે પાણી નહિવત્ત હતુ ત્યારે ટ્રેન મારફતે પણ પાણી પહોચાડવાનો ઇતિહાસ છે.

એક સમયમાં રાજ્યમાં ૪૦૫૦ જેટલા ગામોમાં ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવામાં આવતું જેને લોકો “ટેન્કર રાજ” કહેતા. અને એક બેડા પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું હતું.

સુરેન્દ્રનગર વિસ્તારમાં એક કુવામાંથી પાણી સિંચતા માણસોનું ચિત્ર પ્રચલિત છે, જેમાં સંખ્યાબંધ લોકોએ કુવાનો ઘેરાવો કરેલ છે. એક સમય એવો પણ હતો કે પાણી મુદ્દે પ્રજામાં ઝઘડાઓ પણ થતા હતા.

રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં ખુબ કાર્ય થયેલ છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં ૨૦,૦૦૦ કરોડ થી વધુ રકમના ખર્ચે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયેલ છે. જે થકી ૨૯૬૨ કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ પણ થયેલ છે. અને રાજ્યમાં ૩૦૦૦ મીલીયન લીટર થી વધુ પાણી પ્રતિ દિન પુરૂ પાડવામાં આવે છે.

રાજ્યમાં છેલ્લા અમુક વર્ષોમાં પાણીની અછતની પરીસ્તિથી દરમ્યાન પાણી પુરવઠા વિભાગે સ્થાનિક સ્ત્રોત આધારિત અનેક યોજનાઓના કામો યુદ્ધના ધોરણે કરેલ છે. જરૂરીયાત જણાય તે વિસ્તારોમાં નવા પાતાળકુવાઓ પણ સારવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષમાં ૧૭૨૬ નવા પાતાળકુવાઓ, ૯૨૭૬ હેન્ડપંપ કરવામાં આવેલ તેમજ ૫૯૦ થી વધુ મશીનરી બેસાડવામાં આવેલ છે.

ઉનાળાના સમય દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૦૦૦ થી વધુ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે, જ્યારે સમગ્ર રાજ્યમાં ૩૪૦૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવેલ.

ગત વર્ષે ૫ જુથ યોજનાઓના કામો પૂર્ણ કરેલ છે, જેમાં ૩૯૨ ગામોનો સમાવેશ થયેલ છે.

ગત વર્ષ દરમ્યાન એક લાખ અને બે હજારથી વધુ ઘરોને નળ જોડાણ આપવામાં આવેલ.

અમારી સરકાર ગુણવત્તાવાળુ પાણી મળે તેના માટે ખુબજ કાળજી લે છે. દર વર્ષે પીવાના પાણીના દરેક સ્ત્રોતના બે વાર નમુનાઓ લેવામાં આવે છે. ગત વર્ષ દરમ્યાન ૨.૭૭ લાખ નમુનાઓનું પૃથ્થકરણ કરવામાં આવેલ છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરી વિસ્તારની ભૂગર્ભ ગટર યોજનાઓનું અમલીકરણ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૯૪ ભુગર્ભ ગટર યોજનાઓ અને ૯ એસ.ટી.પી.ના કામો પૂર્ણ કરેલ છે. જ્યારે ૪ ભુગર્ભ ગટર યોજનાઓ અને ૫૮ એસ.ટી.પી.ના કામો પ્રગતિ હેઠળ છે.

રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં ઘરે ઘરે પીવાનું પાણી પુરું પાડવા અથાગ પ્રયત્નો કર્યા છે અને રાજ્યમાં વોટર ગ્રીડની સ્થાપના કરી છે. વિશાળ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮૦૦૦ પૈકી ૧૩૧૦૦ કરતા વધુ ગામો તેમજ શહેરો સરફેસ સ્ત્રોતથી જોડાયેલ છે. આ ૧૩૦૦૦ ગામો પૈકી ૯ હજારથી વધુ ગામો નર્મદા આધારીત છે.

રાજ્યમાં ગામોની અંદર આંતરિક વિતરણ વ્યવસ્થાની વાત કરીએ તો ૧૮ હજાર જેટલી યોજનાઓ પુર્ણ કરવામાં આવેલ છે. હાલ બે હજાર જેટલી યોજનાઓના કામ પ્રગતિમાં છે. તમામ ગામો-ફળિયાઓમાં બાકી રહી ગયેલા ઘરોને આવરી લેતી જરૂરીયાત મુજબની તમામ યોજના બનાવવાનું કામ પ્રગતિમાં છે.

હું આપના માધ્યમથી આ બજેટની મહત્વની જોગવાઇઓ ગૃહના ધ્યાને મૂકવા માગુ છું.

 • ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ.૧૭૬૯ કરોડ
 • ગ્રામ્ય પાણી પુરવઠા યોજના – આદિજાતિ વિસ્તાર માટે રૂ.૭૫૯.૫૦ કરોડ
 • ગ્રામ્ય પાણી પુરવઠા યોજના-અનુસૂચિત જાતિ વિસ્તાર માટે રૂ.૬૨ કરોડ
 • નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ.૧૦૫૦ કરોડ
 • રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર માટે રૂ. ૧૦૦.૦૦ કરોડ
 • સેટ અપ ઓફ ડીસેલીનેશન પ્લાન્ટસ માટે રૂ.પ.૦૦ કરોડ
 • આદિવાસી વિસ્તારોમાં લોકફાળાની સહાય માટે રૂ.૫.૦૦ કરોડ
 • અનુસુચિત જાતિની વસ્તી લોકફાળાની સહાય માટે રૂ.૧.૫ કરોડ
 • રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા યોજનાઓ માટે ૧૦% લોકફાળાની રકમ ભરવાથી મુક્તિ આપવામાં આવેલ છે આવી જ રીતે અનુસૂચિત જાતિની ૪૦% કે ૨૫૦ થી વધુ વસ્તી માટે પણ લોકફાળા માંથી મુક્તિ આપવા જાહેરાત કરવામાં આવે છે.

મુખ્ય યોજનાઓની વાત કરીએ તો…

ગ્રામ્ય પાણી પુરવઠા યોજના

 • આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને તબક્કાવાર પાણીના સરફેસ સોર્સ આધારિત જુથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરેલ છે.
 • સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જુથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ.૯૩૦૦ કરોડનું આયોજન કરેલ છે, જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે. જેનો લાભ ૨૨૦૦ ગામોના ૫૦ લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે.
 • ગ્રામ્ય સ્તરની આંતરિક વિતરણ વ્યવસ્થાઓની યોજનાઓનું ઝડપી અમલ કરવા માટે સત્તાઓનું વિકેન્દ્રિકરણ કરવામાં આવેલ છે.
 • દરેક જીલ્લામાથી ન્યુનતમ એક ગામમાં ૨૪ x ૭ ના ધોરણે પાણી પુરવઠા યોજના અમલીકરણ કરવાનું આયોજન છે. હાલમાં ૧૮૬ ગામોમાં આ યોજનાનું અમલીકરણ કરવાનું ચાલુ છે.
 • પાટણ જિલ્લાના રાઘનપુર, સાંતલપુર તાલુકાના ૧૨૩ ગામોની ૧૮૩ કરોડની યોજના.
 • બનાસકાંઠાના શીપુ ડેમ આધારિત નર્મદા મુખ્ય કેનાલ વૈકલ્પિક સ્થિતિ સુધારણા રૂપિયા ૩૦૦ કરોડની યોજના.

નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના

 • સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરીયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ચાવંડ-ધરાઇ-ભેસાણ અને ચાવંડ-લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂપિયા ૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવેલ છે. જેનાથી સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૭૮૦ એમ.એલ.ડી. થી વધુ નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે. જે માટે આ વર્ષે બીજા રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. જેના ટુંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

આદિજાતિ વિસ્‍તારો માટે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ

 • માન. વડાપ્રધાનશ્રી દ્વારા તા: ૧૭-૦૯-૨૦૧૬ ના રોજ લીમખેડામાં દાહોદ જિલ્લા ખાતે આદિજાતિ વિસ્તારોના ૧૨૬૩ ગામોને સમાવેશ કરતા ૧૦ પાણી પુરવઠા યોજનાઓની ઉદ્દધોષણા કરવામાં આવેલ. યોજનાઓની અંદાજિત કિંમત રૂ. ૨૮૦૫ કરોડ છે જે પૂર્ણતાના આરે છે.

             આદિજાતિ વિસ્તારની જુથ પાણી પુરવઠા યોજનાઓ પૈકી

 • તાપી જિલ્લાના ૧૯૪ ગામોનો સમાવેશ કરતી તાપી બલ્ક યોજના
 • સુરત જિલ્લાના ૧૫૯ ગામોને સમાવેશ કરતી કાકરાપાર જુથ પાણી પુરવઠા યોજના
 • મહીસાગર જિલ્લાની સરસડી-વછલાડુંગર યોજના
 • દાહોદ જીલ્લાની હિરોલા જુથ પાણી પુરવઠા યોજના કામો પુર્ણ થયેલ છે.
 • દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાનાં ૩૪૩ ગામોને સમાવેશ કરતી દાહોદ દક્ષિણ જુથ પાણી પુરવઠાની રૂા.૮૯૦.૨૨ કરોડની યોજના
 • નર્મદા અને તાપી જિલ્લાનાં ૨૧૬ ગામોને સમાવેશ કરતી સાગબારા-ડેડિયાપાડા જુથ પાણી પુરવઠાની રૂા.૩૦૮.૬૨ કરોડની યોજના
 • છોટાઉદેપુર જિલ્લાનાં ૪૬ ગામોને સમાવેશ કરતી સંખેડા –પાવીજેતપુરની રૂા.૫૭.૩૨ કરોડની યોજના
 • પંચમહાલ જિલ્લાના ૫૧ ગામોને આવરી લેતી હરેડા જુથ પાણી પુરવઠાની રૂા.૧૩૬.૫૧ કરોડની યોજના. આમ આ ચારેય યોજનાના કામો પૂર્ણ થવાના આરે છે.
 • ડાંગ જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં ચેકડેમ બનાવી ઇન્ટેક વેલ સાથેની જુથ યોજનાઓનુ પણ સમયોચિત આયોજન છે.
 • જલજીવન મિશન અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં “હર ઘર જલ” યોજના જાહેર કરેલ છે, જેના થકી આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પુરૂં પાડવામાં આવશે. આપણા રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૯૧ લાખ ઘરો છે જે પૈકી ૭૩.૭૮ લાખ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહેલ છે. વડાપ્રધાનશ્રીનો સંકલ્પ પરિપૂર્ણ કરવા રાજ્યના બાકીના ૧૭.૩૬ લાખ  ઘરોમાં તબક્કાવાર નિર્ધારીત સમયની અંદર નળ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવા રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.

આ નિર્ધારને સાકાર કરવા વર્ષ ૨૦૨૦-૨૧ માં  કુલ રૂ. ૪૩૧૭.૪૨ કરોડની રકમ પાણી પુરવઠા યોજનાઓ માટે રાખવામાં આવી છે. જે માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભારી છું. “હર ઘર જલ” યોજના અંતર્ગત તમામ ગામોની આંતરિક વિતરણની યોજનાઓ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

“હર ઘર જલ યોજના”

મુળ ગામને ફળીયાથી જોડી, પીવાનું શુધ્ધ પાણી ફળિયા મારફતે દરેક ઘર સુધી પહોંચે તેનું આયોજન ગંભીરતાથી કરેલ છે. જીલ્લાવાર જોઇએ તો……….

 • હર ઘર જલ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી પહોચાડવા ફળિયાઓને મુખ્ય ગામના સમ્પથી જોડવાનું ફળિયા તેમજ ગામ ખાતે જરૂરીયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઉભી કરવા આગામી બે વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે જેમા,
 • તાપી જીલ્લાનાં ૧૨૮૦ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૫૮.૪૮ કરોડનાં કામો
 • સુરત જીલ્લાનાં ૫૭૯ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ. ૬૯.૯૯ કરોડનાં કામો
 • છોટાઉદેપુર જીલ્લાનાં ૮૨૮ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૧૪૮.૪૯ કરોડનાં કામો
 • નવસારી જીલ્લાનાં ૧૩૪ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ. ૨૫.૦૭ કરોડનાં કામો
 • મહીસાગર જીલ્લાનાં ૮૦૬ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ. ૧૩૦.૬૩ કરોડનાં કામો
 • દાહોદ જીલ્લાનાં ૧૪૯૪ ફળીયોનો સમાવેશ કરતી રૂ.૧૫૦.૧૯ કરોડનાં કામો
 • પંચમહાલ જીલ્લાનાં ૬૬૬ ફળીયોનો સમાવેશ કરતી રૂ.૧૦૧.૯૨ કરોડનાં કામો મંજુર કરી હાથ પર લીધેલ છે, અને
 • વલસાડ જીલ્લાનાં ૧૨૪૩ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૨૧૬.૨૮ કરોડનાં કામો આયોજન હેઠળ છે.

વધુમાં રાજ્ય સરકાર દ્વારા

 • રાજ્ય સરકાર દ્વારા અનુસુચિત જાતિની ૪૦ ટકાથી વધુ વસ્‍તી અથવા ૨૫૦ માણસોથી વધુ વસ્‍તી ધરાવતા ગામો અને અનુસુચિત જન જાતિની વસ્તી ધરાવતા ગામોને ૧૦% લોકફાળો ભરવામાંથી છૂટછાટ આપેલ છે. એટલે કે ૭૫૦૦ થી વધુ અનુસુચિત જાતિ/આદિજાતિના ગામોને આંતરિક પાણી વિતરણના કામો માટે ૧૦% લોકફાળો ભરવામાંથી છૂટછાટ આપેલ છે.
 • ગ્રામ્ય વિસ્તારમાં પુરતી ક્ષમતાના સ્ટોરેજ ન હોય તેવા ગામોમાં સર્વેક્ષણ કરી અને જ્યાં સંગ્રહ ક્ષમતામાં ૩૦% થી વધારે ઘટ હોય ત્યાં જરૂરીયાત મુજબ કુલ ક્ષમતાના ૧/૩ (૩૩ ટકા) સ્ટોરેજની ઉંચી ટાંકી અને બાકી ૨/૩ (૬૬ ટકા) સ્ટોરેજની ક્ષમતાના સંપ બનાવવાનું પણ આયોજન છે.

રાજ્યમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના આધારિત તબ્બકાવાર ગામોને સરફેસ સોર્સ આધારિત અને ફિલ્ટર કરેલ શુધ્ધ પાણી પહોચાડવાનુ રાજ્ય સરકારનો નિર્ધાર છે. જે ધ્યાને લઈ, અમારી સરકારે અનેક યોજનાઓ મંજુર કરેલ છે.

 • પંચમહાલ જીલ્લાનાં ઘોઘબા તાલુકાના ૨૧ ગામો અને ૨૧ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૧૫.૬ કરોડની યોજના
 • વલસાડ જીલ્લાનાં ધરમપુર, કપરાડા તાલુકાના ૧૪૪ ગામો અને ૧૩૪૦ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૩૨૨.૦૦ કરોડની યોજના
 • નવસારી જીલ્લાનાં ચીખલી તાલુકાના ૨૨ ગામોનો સમાવેશ કરતી રૂ.૬૨.૭૧ કરોડની યોજના
 • નવસારી જીલ્લાનાં ખેરગામ તાલુકાના ૧૬ ગામોનો સમાવેશ કરતી રૂ.૩૪.૪૭ કરોડની યોજનાનાં કામો મંજુર થયેલ છે.
 • કચ્છ, લખપત અને અબડાસા તાલુકાઓના ગામડાઓ માટે નર્મદા પાઇપ લાઇન આધારિત ૬૨ કરોડના કામ હાલ પ્રગતિમાં છે.
 • ગીર સોમનાથ જીલ્લાના તમામ છ તાલુકાના ૩૮૦ ગામોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરેલ છે. જેમાં ૨૬૧ ગામોની રૂા. ૫૬.૩૭ કરોડની ૭  યોજના હાલ પ્રગતિમાં છે.

આયોજન હેઠળની યોજનાની વાત કરીએ તો….

 • દાહોદ જીલ્લાનાં ઝાલોદ, ફતેપુરા અને દાહોદ તાલુકાના ૧૯૦ ગામો અને ૫૦૧ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૨૯૯.૭૯ કરોડની યોજના.
 • દાહોદ અને મહીસાગર જીલ્લાનાં ઝાલોદ, સંજેલી, લીમખેડા, સંતરામપુર અને ફતેપુરા તાલુકાઓના ૨૮૬ ગામો અને ૧૧૮૬ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૩૬૧.૭૮ કરોડની યોજના.
 • દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જીલ્લાનાં સંજેલી, લીમખેડા, દેવગઢ-બારીયા, સીગવાડ, ઘોઘબા, ગોઘરા અને જેતપુર તાલુકાઓના ૨૧૦ ગામો અને ૪૩૨ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૩૨૪.૮૫ કરોડની યોજના.
 • તાજેતરમાં તાપી જીલ્લાનાં કુકરમુંડા તાલુકાના ૫૧ ગામો અને ૭૫ ફળીયાઓનો સમાવેશ કરતી રૂ.૫૮.૧૩ કરોડની યોજના.
 • સુરત જીલ્લાનાં બારડોલી, પલસાણા, કામરેજ અને માંડવી તાલુકાના ૧૯૨ ગામોનો અને ૭ રૂ-અર્બન સમાવેશ કરતી રૂ.૬૨૫.૪૨ કરોડની યોજના.
 • નર્મદા જીલ્લાનાં સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના ૬૫ ગામોનો સમાવેશ કરતી રૂ.૭૯.૮૯ કરોડની યોજના.
 • ભરૂચ જીલ્લાનાં નૈત્રરંગ અને વાલીયા તાલુકાઓના ૧૩૫ ગામોનો અને ૭૧ ફળીયાનો સમાવેશ કરતી રૂ.૨૮૬.૭૧ કરોડની યોજના.
 • જુનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાના ૩૭ ગામોનો સમાવેશ કરતી રૂ.૮૫ કરોડની યોજના
 • ખેડા જીલ્લાનાં નડીયાદ, કઠલાલ, મહુધા, માતર અન મહેમદાવાદ તાલુકાના ૧૬૧ ગામોનો સમાવેશ કરતી રૂ. ૫૨૦.૪૯ કરોડની યોજનાં.
 • ખેડા જીલ્લાનાં ગલતેશ્વર અને ઠાસરા તાલુકાઓન વણઆવરેલ ૬૨ ગામોનો સમાવેશ કરતી રૂ. ૧૫૯.૮૧ કરોડની યોજના મંજુર કરેલ છે.

આ યોજનાઓ ઉપરાંત જુથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કાર્યક્રમો તેમજ વૈકલ્પિક સ્ત્રોતના કામોને પણ મંજુર કરવામાં આવેલ છે.

 • સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ૫૨ ગામોની રૂ ૪૬.૨૧ કરોડની યોજના
 • મહેસાણા જીલ્લાનાં ઊંઝા અને વિસનગર તાલુકાઓના ૫૨ ગામોની રૂ.૨૨૩.૨૩ કરોડની યોજના.
 • અમદાવાદ જીલ્લાનાં ધોળકા તાલુકાના ૨૮ ગામોની રૂ.૨૬.૯૩ કરોડની યોજના.
 • ભરૂચ જીલ્લાનાં ભરૂચ તાલુકાના ૪ ગામોની રૂ. ૪૦.૮૩ કરોડની યોજના.
 • મોરબી જીલ્લાનાં હળવદ તાલુકાના ૧૪ ગામોની રૂ. ૩૩.૮૬ કરોડની યોજના.
 • મોરબી જીલ્લાનાં માળિયા તાલુકાના ટીંકર અને એંજારના અગરિયા માટે રૂ. ૨૫.૪૧ કરોડની યોજનાના.
 • સાંબરકાંઠા જીલ્લાનાં ખેડબ્રહ્મા, પોસીના, વિજયનગર તાલુકામાં વણઆવરેલ ૯૩ ગામોની રૂ. ૨૦.૮૩ કરોડની યોજના.
 • સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા, ચોટીલા, થાનગઢ, મુળી તાલુકામાં ૨૪ ગામોની રૂ.૭.૭૦ કરોડની યોજના.
 • સુરેંદ્રનગર જીલ્લાનાં લીમડી, ચૂડા, સાયલા, લખતર તાલુકામાં ટેકનિકલ સમસ્યા ધરાવતા ૩૦ ગામોની રૂ. ૨૩.૩૬ કરોડની યોજના.
 • પાટણ જીલ્લાનાં રાધનપુર અને સાંતલપુર તાલુકાઓના ૧૨૩ ગામોની રૂ.૧૮૩.૨૦ કરોડની યોજના.
 • આણંદ જીલ્લાનાં ઉમરેઠ તાલુકાના ૩૮ ગામો અને ૭૨ ફળિયાની રૂ.૧૬૨.૮૮ કરોડની યોજના.
 • ગોમા ડેમ આધારિત વિંછીયા તાલુકાના ગામોની સુધારણા / સપ્લીમેન્ટ સોર્સ માટે રૂા. ૫૨.૦૦ કરોડની યોજના.

રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર:

 • ગુજરાત રાજ્ય દ્વારા તા:૨૮-૫-૨૦૧૮ના રોજ ગટરના શુધ્ધિકરણ કરાયેલા પાણીના પુન:ઉપયોગ અંગેની નીતિ જાહેર કરવામા આવેલ છે. આ નીતિનું ધ્યેય ગટરના ગંદા પાણીનું મહત્તમ એકત્રીકરણ કરવું, તેનુ શુધ્ધિકરણ કરી પીવા સિવાયના અન્ય હેતુ જેવા કે ઔદ્યોગિક વપરાશ, બાગ-બગીચા, બાંધકામ જેવા હેતુસર ઉપયોગ કરી શુધ્ધ પાણીના જળસંસાધનો પરની નિર્ભરતા ઘટાડવાનું છે.
 • “રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર” નીતિનું અમલીકરણ વર્ષ ૨૦૧૮થી કરવામાં આવેલ.

             જે અંતર્ગત ૨૯૦ એમ.એલ.ડી.ના ૪ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પૂર્ણ થયેલ છે.

             ૧૨૦ એમ.એલ.ડી. ક્ષમતાના ૨ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.

             તેમજ ૧૦૦૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના મહાનગરપાલિકા/ નગરપાલિકાના પ્રોજેક્ટ આયોજન હેઠળ છે.

             આગામી બે વર્ષમાં ૧૦૦૦ એમ.એલ.ડી. ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવાનો નિર્ધાર છે.

 • ગુજરાત રાજ્ય ટ્રીટેડ વેસ્ટ વોટરનું અમલ કરવામાં પણ મોખરે છે. રાજ્યમાં ૨૯૦ એમ.એલ.ડી. ટ્રીટેડ વેસ્ટ વોટરનું ઉપયોગ કરવામાં આવે છે. અન્ય દેશોની વાત કરીએ તો,

             સાઉથ કોરીયામાં ૩૫.૬૪ ટકા

             ઓસ્ટ્રેલીયામાં ૨૮.૧૧ ટકા

             યુ.કે. માં ૪.૦૫ ટકા અને

             બ્રાઝિલ માં ૧.૨૪ ટકા ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ થાય છે.

 • દેશમાં અન્ય કોઈ રાજ્યમાં પોલીસીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગનું માળખુ નથી. જ્યારે ગુજરાત રાજ્યમાં આજની સ્થિતિએ ૭.૫ ટકા ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ થાય છે, જે આગામી બે વર્ષમાં ૨૦ ટકા સુધી લઈ જવાનુ આયોજન છે.

ડીસેલીનેશન પ્લાન્ટસ (દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટેના પ્લાન્ટસ)

 • સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે અને નર્મદાની નિર્ભરતા ઘટાડવા માટે કચ્છના માંડવી, દેવભૂમિ – દ્વારકા, ઘોઘા, ગીર સોમનાથ / સુત્રાપાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં ૨૭ કરોડ લીટર ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાયેલ છે. ટેન્ડરની શરતો મુજબ ચારે પ્રોજેક્ટ માટેના સ્પેશ્યલ પરપઝ વિહિકલ બની ગયેલ છે અને કન્સેસન એગ્રીમેન્ટ માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં તા.૨૬/૦૨/૨૦૨૦ના રોજ થયેલ છે. આ પ્રોજેક્ટ થકી અછતની પરિસ્થિતીમાં સંપૂર્ણ પણે નર્મદા આધારિત રહેવાની જગ્યાએ દરિયાના પાણી થકી, પાણીની સુરક્ષાની બાબતમાં આ સરકારનું એક નિર્ણાયક કદમ છે.
 • ભારતભરમાં ગ્રામ્ય વિસ્તારમાં ડિસેલીનેશનથી પાણી પુરૂ પાડનાર ગુજરાત પહેલુ રાજ્ય છે.

આમ નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતના પનોતાપુત્ર એવા દેશના માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “વર્ષ ૨૦૨૨ હર ઘર નલ સે જલના સપના ને સિધ્ધ કરવા” ના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પાણી પુરવઠા ક્ષેત્રમાં વિવિધ આયોજનો માટેની જરૂરી જોગવાઈ વર્ષ ૨૦૨૦-૨૧નાં અંદાજપત્રમાં સૂચવવામાં આવેલ હોઈ; હું રાજ્યના પાણી પુરવઠા મંત્રી તરીકે વિપક્ષના તમામ ધારાસભ્યોને તેમના દ્વારા રજુ કરવામાં આવેલ તમામ કાપ દરખાસ્તો પરત લેવાની અપીલ કરુ છું.  સાથે જ પાણી પુરવઠા વિભાગની માંગણીઓ સર્વાનુમતે પસાર કરવા આ ગૃહને આગ્રહ કરૂ છુ.[:]