[:gj]સમગ્ર ગુજરાત રાજ્યને ભરડામાં લઈ રહેલાં સ્વાઈન ફ્લુનાં કારણે પાટનગરમાં જ 15 કેસ થવા છતાં ઘેરી તંદ્રામાં રહેલાં સરકારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગરને પુરાં પાડવામાં આવતાં નર્મદા કેનાલના પાણીનું પૂરતાં પ્રમાણમાં યોગ્ય રીતે ક્લોરીનેશન થતું નથી. આ ઉપરાંત બોરમાંથી લેવામાં આવતાં ઘટતાં પાણીનાં કારણે વિવિધ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ક્લોરીનેશન પ્લાન્ટની ક્ષમતામાં તાત્કાલીક વધારો કરવો જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા આયુષ્યમાન ભારતની ઘેલછામાં આરોગ્ય ક્ષેત્રેખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. પરિણામે સમગ્ર રાજ્ય સ્વાઈન ફ્લુનાં ભરડામાં આવી ગયાં છે. રાજ્ય સરકારનાં ઘરઆંગણે ગાંધીનગરમાં જ ૧૫ જેટલાં સ્વાઈન ફ્લુનાં કેસ થવા છતાં નહીં જાગેલા સરકારી તંત્રનાં કારણે લોકોમાં ભયની લાગણી વ્યાપી છે. ગાંધીનગર શહેર અને આસપાસનાં વિસ્તારોમાં નર્મદા કેનાલમાંથી પીવા માટેનાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ નર્મદા કેનાલમાં સફાઈ જ થતી નહીં હોવા સાથે માનવ – પશુ વગેરેનાં મૃતદેહો રહેવા સહિત અનેક જાતનો કચરો ઠાલવવામાં આવે છે. આમ છતાં આ નર્મદા કેનાલનાં પાણીનું યોગ્ય રીતે પુરતા પ્રમાણમાં ક્લોરીનેશન કરવામાં આવતું નથી. પરિણામે સ્કીન ડીસીસ, ગેસ, પેટમાં દુઃખાવો, કમળો, ઝાડા-ઉલટી જેવા રોગો ઘર કરી ગયા છે.
ગાંધીનગર શહેરમાં સામાન્ય રીતે ૫૬ એમ.એલ.ડી. પાણી વપરાય છે. તેની સામે ક્લોરીનેશન માટેનો પ્લાન્ટ માત્ર ૪૦ એમ.એલ.ડી. પાણીનો જ હોવાથી કેનાલનું પાણી પૂરતાં પ્રમાણમાં શુદ્ધ કરી શકાતું નથી. જ્યારે ગાંધીનગર શહેરમાં પાણીનો વપરાશ દરરોજ ૬૬ એમ.એલ.ડી. છે. આથી 10-12 એમ.એલ.ડી. જેટલું ઘટતુંપીવાનું પાણી સ્થાનિક સેક્ટરોમાં આવેલાં બોરમાંથી લેવામાં આવે છે. પાટનગર માટે આવી તંગી હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કલોલ તાલુકાનાં ૪૪ ગામોમાં નર્મદાનું પીવાનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં તેમાંથી ૩૦ ગામોમાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું નહીં હોવા સાથે ક્યાંય નળ પણ ખૂલ્યાં નહીં હોવા છતાં પાણી પુરવઠા બોર્ડે રૂપિયા પાંચ કરોડનું બીલ ફટકારી દીધું છે. ત્યારે શુદ્ધ પાણી માટે રૂપાણી સરકારને ચેંડા નહીં કરવા તેમણે અનુરોધ કર્યો છે.[:]
![[:gj]ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા[:en]Two lion safaris approved in Gujarat, 3 not[:hn]गुजरात में दो लॉयन सफ़ारी को मंजूरी, 3 को नहीं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/lionL.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર[:en]Amit Shah’s election strategy, free hand to goons in Gandhinagar[:hn]अमित शाह की चुनावी रणनीति, गांधीनगर में गुंडों को खुली छूट[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/AMIT.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગાંધીનગરમાં ધારાસભ્યોના 9 રૂમના 2.25 કરોડના ફ્લેટનું કામ શરૂ, 9 માળના 12 ટાવરનું કામ ચાલુ[:en]Work started on MLA’s 9 room 2.25 crore flat in Gandhinagar, work continues on 12 towers of 9 floors[:hn]गांधीनगर में विधायक के 9 कमरे के 2.25 करोड़ के फ्लैट पर काम शुरू, 9 मंजिल के 12 टावर पर काम जारी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/04/PLAN6.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગીફ્ટ સિટી – GIFT – IFSCને વૈશ્વિક સ્તરે [:en]GIFT-IFSC Globally[:hn]वैश्विक स्तर पर गिफ्ट-आईएफएससी [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/07/Untitled.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર બનાવવા આપી દેવાયો[:en]Modi’s world class GIFT City project failed, private people allowed to houses[:hn]मोदी की विश्वस्तरीय गिफ्ट सिटी परियोजना विफल रही और निजी लोगों को घर बनाने की अनुमति दी गई[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/%E0%AA%97%E0%AB%80%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80.jpg?resize=218%2C150&ssl=1)