[:gj]અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કુલદી બસીયા હતા. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચર ઘ્વારા મેન્ડેટ આપી દરેક સભ્યને એક લાઈનનો વ્હીપ આપવામાં આવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસના સભ્યો ઘ્વારા વ્હીપનો અનાદર કરી ગીતાબેન રાજુભાઈ ખાત્રોજાને બળવાખોર તરીકે ઉમેદવાર બનાવી તેમને મત આપીને જીતાડ્યા હતા. કોંગ્રેસની 30 ઓગસ્ટ 2018માં ગેરશિસ્ત અને બળવાખોર સભ્યો ખૂલ્લીને બહાર આવ્યા હોવા છતાં પ્રદેશ કક્ષાએથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કચેરીએ જાણ કરી હોવા છતાં હજુ સુધી બળવાખોર સભ્યો સામે તપાસ શુધ્ધા કરવામાં આવી નથી.
ચૂંટણી વખતે ભારે હોબાળો મચ્યો હતો. જેનો લાભ લઈને અધ્યક્ષ પદના સત્તાવાર ઉમેદવાર કુલદીપ બસીયા પ્રોસાડીંગ રજીસ્ટર લઈને રીતસર ભાગ્યા હતા અને ભારે અફડાતફડી સર્જાય હતી. જોકે તાલુકા વિકાસ અધિકારી ઘ્વારા કારોબારી સમિતિની બેઠક રદ કરી હોવાનું જાહેર કરતાં કુલદીપ બસીયા બેઠક છોડી નીકળી ગયા હતા. તુરંત તમામ સભ્યોએ બેઠક બોલાવવા માંગણી કરતાં ફરી વખત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના બળાવખોર સભ્ય ગીતા ખાત્રોજાની વરણી કરવામાં આવી હતી.
બાબરા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિનાં ચેરમેનની વરણીને ગેરબંધારણીય અને ગેરવ્યાજબી ગણાવી કાનૂની કાર્યવાહી કરવાનું કોંગ્રેસ દ્વારા નક્કી કરાયું છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચર તથા કોંગ્રેસના તાલુકા પ્રમુખ સભ્યોના શિસ્તપાલન અંગે નિષ્ફળ રહ્યાં છે. આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ધખુબેન વહાણી, ઉપપ્રમુખ કિશોર દેથળીયા સહિતનાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત હતા. છતાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારની હાર થઈ હતી.
અહીંના ધારાસભ્ય વિરજી ઠંમર સામેનો આ પ્રહાર માનવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠંમરે પોતાના પક્ષ માટે જીત થાય તે માટે કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો.
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જીની બહેન ઠુંમર છે. તેઓ પણ સ્થિતીના અંકૂશમાં રાખવા કોઈ ભૂમિકા ભજવી ન હતી.
ભાજપને બિનહરીફ બેઠક મળી
21 ફેબ્રુઆરી 2018ના રોજ બાબરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 ફેબ્રુઆરીએ ભાજપે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની ઊંટવડ બેઠક બિનહરીફ કબજે કરી હતી. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવાર પણ મળ્યા ન હતા. બાબરા તાલુકા પંચાયતની ઊંટવડની અનુસૂચિત જનજાતિની બેઠકમાં ભાજપના ઉમેદવાર રતિબેન ખૂંટે એક માત્ર ફોર્મ ભર્યું હોવાથી તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. છે. કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષોએ કે અપક્ષોએ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી નથી. અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. તમામ 28 બેઠકો પર ભાજપ્ના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને માટે આ રાજકીય રીતે કારમો ઘા હતો. ભાજપના અહીં હારી ગયેલા ઘારાસભ્ય હીરા સોલંકીએ પોતાના પક્ષને જીતાડી બતાવ્યો હતો.
વિધાનસભાની તમામ બેઠક અને તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી
ગુજરાત વિધાનસભાની અમરેલી જિલ્લાની તમામ બેઠકો પરેશ ધાનાણીએ જીતી બતાવી હતી. ત્યાર બાદ અમરેલી જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ 11 તાલુક પંચાયત અમરેલી, કુંકાવાવ, બગસરા, ધારી, લાઠી, લીલીયા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને બાબરા તાલુકા પંચાયતો જીતી હતી. અગાઉ 11 તાલુકા પંચાયત પૈકી ર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી. આમ પ્રજાએ આપેલા પ્રેમ અને મત કોંગ્રેસ આપ્યા હતા. પણ રાજકીય કાવાદાવામાં હવે બધું ગુમાવી રહ્યાં છે.
ક્યાં કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ
3 ડિસેમ્બર 2015માં તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી જેના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે અમરેલી તાલુકા પંચાયત નરેશ અકબરી(પ્રમુખ), રમેશ કોટડીયા (ઉપપ્રમુખ), જાફરાબાદ- રખમાઇબેન કવાડ(પ્રમુખ), ભગવાન બારૈયા(ઉપપ્રમુખ), ધારી-બેનસાબેન વાળા(પ્રમુખ), બાબુ ભાઈ સાવલિયા (ઉપપ્રમુખ), રાજુલા- બંસીબેન બળવંત લાડુમોર(પ્રમુખ), ગીતાબેન જગુભાઈ દ્યાખડા (ઉપપ્રમુખ), ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ), અશ્વિન પરમાર (ઉપપ્રમુખ), બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદ ધારીયા (ઉપપ્રમુખ), લાઠી- જનક તલાવીયા (પ્રમુખ), વજુ નવાપરિયા (ઉપપ્રમુખ), બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) કિશોર દેથલીયા (ઉપપ્રમુખ), લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ), ચોથાભાઈ કસોટીયા (ઉપપ્રમુખ), કુંકાવાવ- ભાનુંમતીબેન વસાણી (પ્રમુખ) દેવધાનભાઈ ખાચરીયા (ઉપપ્રમુખ) સાવરકુંડલા- રાદ્યવભાઈ સાવલીયા (પ્રમુખ) બબલાભાઈ ખુમાણ (ઉપપ્રમુખ) તરીકે પ્રથમ મધ્યસત્ર માટે ચૂંટાયા હતા.
બાબરા ભાજપમાં ભડકો
29 ઓગસ્ટ 2018માં બાબરા ભારતીય જનતા પાર્ટીના હોદેદારોમાં આંતરિક વિખવાદ ચરમસીમા ઉપર આવીને ઊભો હતો. બાબરા શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પંકજ ઈન્દ્રોડિયા દ્વારા સોશિયલ મીડિયા, ફેશબુક ઉપર આગામી દિવસોમાં બાબરા ભાજપમાં ભડકો તથા સામૂહિક રાજીનામા પડશે એવી પોસ્ટ મૂકી હતી. ત્યારથી ભાજપનું બાબરા સળગ્યું છે. થોડા સમય પહેલા તાલુકા યુવામોરચાનું નવું માળખું જાહેર કરવા અને નિમણૂક આપવામાં આવતા આંતરિક વિખવાદો શરૂ થયા છે.
[:]
You must be logged in to post a comment.