[:gj]ભાજપમાં બળવો કર્યો તેને ત્યાં તુરંત દરાડો પણ પડ્યો[:]

[:gj]સાવલી નગર પંચાયતના ભાજપના એક સમયના સભ્ય સામે વીજ થાંભલાની ચોરી કરી હોવાનો આરોપ મૂકીને તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. વીજ ચોરીના કાયદાનો ગેરઉપયોગ કરીને સાવલી શહેરના જલારામ સોસાયટી પાસે સાવલી નગરપાલિકાના જયંતીભાઈ રમણભાઈ ભોઈને ત્યાં  જીઈબીના માલિકીના સિમેન્ટના 5 થાંભલા ચોરી લીધા હોવાનો આરોપ સરકારે મૂક્યો છે. તે થાંભલા પોતાના અંગત કામ માટે વાપર્યા હતા એની ફરિયાદ પણ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જેન્તીભાઈ રમણભાઈ ભોઈ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના સભ્યો છે. તેમણે ગઈકાલે સાવલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કર્યો હતો. તેમણે નવનિર્માણ જૂથમાંથી ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવાર સામે ઉભા રહ્યા હતા અને હારી ગયા હતા. ગઈકાલે ભાજપમાંથી બળવો કર્યા અને આજે સિમેન્ટના થાંભલા ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા ચર્ચાનો વિષય બની ગયો છે. ભાજપના આંતરિક વર્તુળોએ એવું કહે છે કે, તેમણે ભાજપ સામે બળવો કર્યો એટલા માટે પગલાં ભરાયા છે. તમામ નેતાઓએ જાણતા હતા કે વીજળીના થાંભલાઓ કોણ ચોરી ગયું છે. છતાં આજ સુધી કોઈની સામે પગલાં ભર્યા નથી. ભાજપની સામે પડી ગયેલા લોકોને ટાર્ગેટ કરવામાં આવતાં રહ્યાં છે. રાજ્યમાં અનેક સ્થળોએ આ પ્રકારની ઘટનાઓ બની છે. જ્યાં ભાજપ સામે પડેલાં હોય તેમને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હોય. ભારતીય જનતા પાર્ટી સામે જે લોકો બોલે કે એની સામે અવાજ ઉઠાવે છે તેમની પર આ રીતે કાયદાનું સાચું કે ખોટું હથિયાર ઉઠાવવામાં આવે છે. આ રીતે કાયદાનો ગેર ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ લોકો કરી રહ્યા છે.[:]