[:gj]ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો 2017[:]

[:gj]વિધાનસભા ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાત રાજ્યમાં ભાજપે ચૂંટણી પરિણામમાં શાનદાર જીત હાંસલ કરી લીધી છે. વિધાનસભાની 182 બેઠકોમાં ભાજપે 99, કોંગ્રેસે 80 અને અન્યએ 3 સીટો હાંસલ કરી લીધી છે.

14મી વિધાનસભા રચવા માટે ગુજરાતની જનતાએ ભાજપને સળંગ છઠ્ઠી વખત બહુમતીથી જનાદેશ આપી દીધો છે. જનાદેશ-2017 મુજબ રાજ્યમાં ભાજપે 99 બેઠક પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસને 80 બેઠક પર વિજય મળ્યો છે તેમજ અન્ય 3 બેઠક પર જનતાએ અપક્ષને વિજય શ્રી પહેરાવી છે.

આ સાથે જ ભાજપ 99 બેઠકો સાથે ફરી વખત સત્તા કબ્જે કરશે તો 80 બેઠકો સાથે કોંગ્રેસ પણ મજબૂત વિપક્ષ તરીકે સરકારનાં કાન આમળશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા રાજ્યમાં ઊભા થયેલા વિવિધ જાતિગત આંદોલનોને કારણે ભાજપને 2012ની સરખામણીએ 18 સીટનું નુકસાન થયું છે તો સામે પક્ષે કોંગ્રેસને 19 સીટનો ફાયદો થયો છે.

આ સાથે 3 સીટ અપક્ષ અને NCPને ફાળે ગઈ છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરતાં જણાવ્યું હતું કે, ઘટેલી બેઠકો અંગે આત્મમંથન કરીશું. સાથે જ તેમણે લોકોએ વિકાસને સમર્થન આપ્યું હોવાની પણ વાત કરી હતી.

સીએમ વિજય રૂપાણીએ ભાવિ મુખ્યમંત્રી અંગે વાત કરતા જણાવ્યું હતું કે,”તે અંગેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે. તો આ તરફ કોંગ્રેસમાં વિપક્ષ નેતા પદે પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપની શાનદાર જીતને લઇ પીએમ નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપની જીતને લઇ ટ્વિટ કરતા કહ્યું કે,”જીતા વિકાસ, જીતા ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આ સિવાય પણ ટ્વિટ કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમેં લહરાયા કમલ, વિકાસકી હુઇ ભવ્ય જીત.”

પીએમ મોદીએ જનતાનો આભાર માનતા કહ્યું કે,”જનતાએ ગુડ ગવર્નન્સ અને વિકાસને સમર્થન આપ્યું છે. હું ભાજપનાં કાર્યકરોની મહેનતને સલામ કરૂ છું. અને તેને લીધે જ આ જીત શક્ય બની છે. ગુજરાત અને હિમાચલનાં લોકોએ ભાજપ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો તે બદલ હું તેમનો આભારી છું. હું હવે તમને આશ્વાસન આપું છું કે વિકાસ ગાથામાં હવે કોઈ પણ પ્રકારની કચાશ નહીં રહે.”

ભાજપે 99 બેઠક સાથે ફરીથી સત્તા કબ્જે કરી છે. 2017ની સરખામણીએ ભાજપની 18 સીટ ઘટી ગઇ છે અને 2017ની સરખામણીએ કોંગ્રેસની 19 સીટ વધી ગઇ છે.ભાજપને 49 ટકા તથા કોંગ્રેસને 41 ટકા મત મળ્યા છે. કેટલાક મતદારોએ 5.50 લાખ મત NOTAમાં નાખ્યા છે. જ્યારે ચાર ટકા મત અપક્ષોનાં ખાતામાં ગયાં.

આ ચૂંટણીમાં શહેરી જનતાનો મિજાજ ભાજપ સાથે જોવાં મળ્યો અને ગ્રામ્ય જનતાનો મિજાજ કોંગ્રેસ તરફી જોવાં મળ્યો છે. જો કે પીએમ મોદીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવતા પાર્ટી કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે.

જિલ્લોવિ.નંબરબેઠકભાજપકોંગ્રેસજીત
કચ્છ1અબડાસાછબીલ પટેલપ્રદ્યુમ્નસિંહ જાડેજાકોંગ્રેસ
2માંડવીવિરેન્દ્રસિંહ જાડેજાશક્તિસિંહ ગોહિલભાજપ
3ભુજનિમાબેન આચાર્યઆદમ ચાકીભાજપ
4અંજારવાસણ આહિરવી.કે.હુંબલભાજપ
5ગાંધીધામ (SC)માલતીબેન મહેશ્વરીકિશોર પિંગોળભાજપ
6રાપરપંકજ મહેતાસંતોકબેન અરેઠીયાકોંગ્રેસ
બનાસકાંઠા7વાવશંકર ચૌધરીગેનીબેન ઠાકોરકોંગ્રેસ
8થરાદપરબત પટેલડી.ડી.રાજપૂતભાજપ
9ધાનેરામાવજીભાઈ દેસાઈનાથાભાઈ પટેલકોંગ્રેસ
10દાંતા (ST)માલજી કોદરવીકાંતીભાઈ ખરાડીકોંગ્રેસ
11વડગામ(SC)વિજય ચક્રવર્તીજીગ્નેશ મેવાણીકોંગ્રેસ
12પાલનપુરલાલજી પ્રજાપતિમહેશ પટેલકોંગ્રેસ
13ડીસાશશીકાંત પંડ્યાગોવા રબારીભાજપ
14દિયોદરકેશાજી ચૌહાણશીવાભાઈ ભુરીયાકોંગ્રેસ
15કાંકરેજકિર્તીસિંહ વાઘેલાદિનેશ ઝાલેરાભાજપ
પાટણ16રાધનપુરલવીંગજી ઠાકોરઅલ્પેશ ઠાકોરકોંગ્રેસ
17ચાણસ્માદિલીપજી ઠાકોરરઘુ દેસાઈભાજપ
18પાટણરણછોડ રબારીકિરિટ પટેલકોંગ્રેસ
19સિદ્ધપુરજયનારાયણ વ્યાસચંદનજી ઠાકોરકોંગ્રેસ
મહેસાણા20ખેરાલુભરતસિંહ ડાભીરામજી ઠાકોરભાજપ
21ઊંઝાનારાયણ પટેલડૉ.આશાબેન પટેલકોંગ્રેસ
22વીસનગરઋષીકેશ પટેલમહેશ પટેલભાજપ
23બેચરાજીરજની પટેલભરત ઠાકોરકોંગ્રેસ
24કડી(SC)કરસનભાઈ સોલંકીરમેશ ચાવડાભાજપ
25મહેસાણાનીતિન પટેલજીવાભાઈ પટેલભાજપ
26વીજાપુરરમણભાઈ પટેલનાથાભાઈ પટેલભાજપ
સાબરકાંઠા27હિંમતનગરરાજેન્દ્ર ચાવડાકમલેશ પટેલભાજપ
28ઈડર(SC)હિતેશ કનોડિયામણીભાઈ વાઘેલાભાજપ
29ખેડબ્રહ્મા(ST)રમીલાબેન બારાઅશ્વીન કોટવાલકોંગ્રેસ
33પ્રાતિંજગજેન્દ્રસિંહ પરમારમહેન્દ્રસિંહ બારીયાભાજપ
અરવલ્લી30ભીલોડા(ST)પી.સી.બરંડાઅનિલ જોશીયારાકોંગ્રેસ
31મોડાસાભીખુસિંહ પરમારરાજેન્દ્રસિંહ ઠાકોરકોંગ્રેસ
32બાયડઅદેસિંહ ચૌહાણધવલસિંહ ઝાલાકોંગ્રેસ
ગાંધીનગર34દહેગામબલરાજસિંહ ચૌહાણકામીનીબા રાઠોડભાજપ
35ગાંધીનગર દક્ષિણશંભુજી ઠાકોરગોવિંદ ઠાકોરભાજપ
36ગાંધીનગર ઉત્તરઅશોક પટેલસી.જે.ચાવડાકોંગ્રેસ
37માણસાઅમિત ચૌધરીસુરેશ પટેલકોંગ્રેસ
38કલોલઅતુલ પટેલબળદેવજી ઠાકોરકોંગ્રેસ
અમદાવાદ39વિરમગામતેજશ્રીબેન પટેલલાખા ભરવાડકોંગ્રેસ
40સાણંદકનુભાઈ પટેલપુષ્પાબેન ડાભીભાજપ
41ઘાટલોડિયાભુપેન્દ્ર પટેલશશીકાંત પટેલભાજપ
42વેજલપુરકિશોર ચૌહાણમીહિર શાહભાજપ
43વટવાપ્રદિપસિંહ જાડેજાવિપિન પટેલભાજપ
44એલિસબ્રીજરાકેશ શાહવિજય દવેભાજપ
45નારાણપુરાકૌશિક પટેલનીતિન પટેલભાજપ
46નિકોલજગદીશ પંચાલઈન્દ્રવિજયસિંહ ગોહિલભાજપ
47નરોડાબલરામ થાવાણીઓમપ્રકાશ તિવારીભાજપ
48ઠક્કરબાપાનગરવલ્લભ કાકડીયાબાબુભાઈ માંગુકિયાભાજપ
49બાપુનગરજગરૂપસિંહ રાજપૂતહિંમતસિંહ પટેલકોંગ્રેસ
50અમરાઈવાડીહસમુખ પટેલઅશ્વીન ચૌહાણભાજપ
51દરિયાપુરભરત બારોટગ્યાસુદ્દીન શેખકોંગ્રેસ
52જમાલપુર-ખાડિયાભુષણ ભટ્ટઈમરાન ખેડાવાલાકોંગ્રેસ
53મણીનગરસુરેશ પટેલશ્વેતા બ્રહ્મભટ્ટભાજપ
54દાણીલિમડા (SC)જીતુ વાઘેલાશૈલેષ પરમારકોંગ્રેસ
55સાબરમતીઅરવીંદ પટેલડૉ.જીતુ પટેલભાજપ
56અસારવા(SC)પ્રદિપ પરમારકનુભાઈ વાઘેલાભાજપ
57દસક્રોઈબાબુભાઈ પટેલપંકજ પટેલભાજપ
58ધોળકાભૂપેન્દ્રસિંહ ચૂડાસમાઅશ્વિન રાઠોડભાજપ
59ધંધુકાકાળુભાઈ ડાભીરાજેશ કોળીકોંગ્રેસ
સુરેન્દ્રનગર60દસાડા (SC)રમણલાલ વોરાનૌષદ સોલંકીકોંગ્રેસ
61લીંબડીકિરીટસિંહ રાણાસોમાભાઈ પટેલકોંગ્રેસ
62વઢવાણધનજીભાઈ પટેલમોહન પટેલભાજપ
63ચોટીલાજીણાભાઈ ડેડવારિયાઋત્વીક મકવાણાકોંગ્રેસ
64ધાંગધ્રાજયરામ સોનાગરાપુરષોત્તમ સાબરિયાકોંગ્રેસ
મોરબી65મોરબીકાંતિ અમૃતિયાબ્રજેશ મેરઝાકોંગ્રેસ
66ટંકારારાઘવજી ગડારાલલીત કગથરાકોંગ્રેસ
67વાંકાનેરજીતુભાઈ સોમાણીમોહમ્મદ પીરઝાદાકોંગ્રેસ
રાજકોટ68રાજકોટ પૂર્વઅરવિંદ રૈયાણીમિતુલ ડોંગાભાજપ
69રાજકોટ પશ્ચિમવિજય રૂપાણીઈન્દ્રનીલ રાજ્યગુરુભાજપ
70રાજકોટ દક્ષિણગોવિંદ પટેલદિનેશ ચોવટીયાભાજપ
71રાજકોટ ગ્રામ્ય(SC)લાખાભાઈ સાગઠિયાવશરામ સાગઠિયાભાજપ
72જશદણભરત બોઘરાકુંવરજી બાવળિયાકોંગ્રેસ
73ગોંડલગીતાબા જાડેજાઅર્જુન ખટારિયાભાજપ
74જેતપુરજયેશ રાદડિયારવી આંબલિયાભાજપ
75ધોરાજીહરિભાઈ પટેલલલીત વસોયાકોંગ્રેસ
જામનગર76કાલાવાડ(SC)મૂળજી ઘૈયડાપ્રવીણ મુછડિયાકોંગ્રેસ
77જામનગર ગ્રામ્યરાઘવજી પટેલવલ્લભ ધારવિયાકોંગ્રેસ
78જામનગર ઉત્તરધર્મેન્દ્રસિંહ જાડેજાજીવણ કુંભરવાડીયાભાજપ
79જામનગર દક્ષિણઆર.સી.ફળદુ અશોક લાલભાજપ
80જામજોધપુરચીમન સાપરિયાચિરાગ કાલરિયાકોંગ્રેસ
દ્વારકા81ખંભાળિયાકાળુભાઈ ચાવડા વિક્રમ માડમકોંગ્રેસ
82દ્વારકાપબુભા માણેકમેરામણ ગોરીયાભાજપ
પોરબંદર83પોરબંદરબાબુ બોખીરિયાઅર્જુન મોઢવાડિયાભાજપ
કાંધલ જાડેજા84કુતિયાણાલાખાભાઈ ઓડેદરાવેજાભાઈ મોડેદરાએનસીપી
જૂનાગઢ85માણાવદરનીતિન ફળદુજવાહર ચાવડાકોંગ્રેસ
86જૂનાગઢમહેન્દ્ર મશરૂભીખાભાઈ જોષીકોંગ્રેસ
87વીસાવદરકિરીટ પટેલહર્ષદ રિબડિયાકોંગ્રેસ
88કેશોદદેવાભાઈ માલમજયેશ લાડાણીભાજપ
89માંગરોળભગવાન કરગટિયાબાબુભાઈ વાજાકોંગ્રેસ
ગીરસોમનાથ90સોમનાથજશા બારડવિમલ ચૂડાસમાકોંગ્રેસ
91તાલાળાગોવિંદ પરમારભગવાન બારડકોંગ્રેસ
92કોડિનાર(SC)રામભાઈ વાઢેરમોહનભાઈ વાળાકોંગ્રેસ
93ઊનાહરી સોલંકીપુંજાભાઈ વંશકોંગ્રેસ
અમરેલી94ધારીદિલીપ સંઘાણીજે.વી.કાકડિયાકોંગ્રેસ
95અમરેલીબાવકુ ઉઘાંડપરેશ ધાનાણીકોંગ્રેસ
96લાઠીગોપાલ વસ્તરપરાવીરજી ઠુમ્મરકોંગ્રેસ
97સાવરકુંડલાકમલેશ કાનાણીપ્રતાપ દુધાતકોંગ્રેસ
98રાજુલાહીરાભાઈ સોલંકીઅમરીષ ડેરકોંગ્રેસ
ભાવનગર99મહુવારાઘવજી મકવાણાવિજય બારૈયાભાજપ
100તળાજાગૌતમ ચૌહાણકનુભાઈ બારૈયાકોંગ્રેસ
101ગારિયાધારકેશુભાઈ નાકરાણીપી.એમ.ખેનીભાજપ
102પાલીતાણાભીખાભાઈ બારૈયાપ્રવીણ રાઠોડભાજપ
103ભાવનગર ગ્રામ્યપરશોત્તમ સોલંકીકાંતિભાઈ ચૌહાણભાજપ
104ભાવનગર પૂર્વવિભાવરી દવેનીતાબેન રાઠોડભાજપ
105ભાવનગર પશ્ચિમજિતુ વાઘાણીદિલીપસિંહ ગોહિલભાજપ
બોટાદ106ગઢડા(SC)આત્મારામ પરમારપ્રવીણ મારૂકોંગ્રેસ
107બોટાદસૌરભ પટેલડી.એમ.પટેલભાજપ
આણંદ108ખંભાતમયુર રાવલખુશમાન પટેલભાજપ
109બોરસદરમણ સોલંકીરાજેન્દ્રસિંહ પરમારકોંગ્રેસ
110આંકલાવહંસાકુંવરબા રાજઅમિત ચાવડાકોંગ્રેસ
111ઉમરેઠગોવિંદ પરમારકપીલાબેન ચાવડાભાજપ
112આણંદયોગેશ પટેલકાંતીભાઈ પરમારકોંગ્રેસ
113પેટલાદસી.ડી.પટેલનિરંજન પટેલકોંગ્રેસ
114સોજીત્રાવિપુલ પટેલપુનમભાઈ પરમારકોંગ્રેસ
ખેડા115માતરકેસરીસિંહ સોલંકીસંજય પટેલભાજપ
116નડિયાદપંકજ દેસાઈજીતેન્દ્ર પટેલભાજપ
117મહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણગૌતમ ચૌહાણભાજપ
118મહુધાભારતસિંહ પરમારઈન્દ્રજીત ઠાકોરકોંગ્રેસ
119ઠાસરારામસિંહ પરમારકાંતીભાઈ પરમારકોંગ્રેસ
120કપડવંજકનુભાઈ ડાભીકાળુભાઈ ડાભીકોંગ્રેસ
મહિસાગર121બાલાસિનોરમાનસિંહ ચૌહાણઅજીત ચૌહાણકોંગ્રેસ
રતનસિંહ રાઠોડ122લુણાવાડામનોજ પટેલપ્રાણંજયદિત્ય પરમારઅપક્ષ
123સંતરામપુર(ST)કુબેરસિંહ ડિંડોરગેંદાભાઈ ડામોરભાજપ
પંચમહાલ124શહેરાજેઠાભાઈ આહિરદુષ્યંતસિંહ ચૌહાણભાજપ
ભુપેન્દ્ર ખાંટ125મોરવા-હડફ(ST)વિક્રમસિંહ ડિંડોરઅલ્પેશ ડામોર(BTP)અપક્ષ
126ગોધરાસી.કે.રાઉલજીરાજેન્દ્રસિંહ પટેલભાજપ
127કાલોલસુમનબેન ચૌહાણપ્રદ્યુમનસિંહ પરમારભાજપ
128હાલોલજયદ્રથસિંહ પરમારઉદેસિંહ બારિયાભાજપ
દાહોદ129ફતેપુરા(ST)રમેશ કટારારઘુભાઈ મછારભાજપ
130ઝાલોદ(ST)મહેશ ભુરીયાભાવેશ કટારાકોંગ્રેસ
131લીમખેડા(ST)શૈલેષ ભાંભોરમહેશ તડવીભાજપ
132દાહોદ(ST)કનૈયાલાલ કિશોરીવજેસિંહ પણદાકોંગ્રેસ
133ગરબાડા(ST)મહેન્દ્રભાઈ ભાભોરચંદ્રીકાબેન બારિયાકોંગ્રેસ
134દેવગઢ-બારિયાબચુભાઈ ખાબડભરતસિંહ વાખણભાજપ
વડોદરા135સાવલીકેતન ઈનામદારસાગરપ્રકાશ બ્રહ્મભટ્ટભાજપ
136વાઘોડિયામધુ શ્રીવાસ્તવપ્રફુલ વસાવા(BTP)ભાજપ
140ડભોઈશૈલેષ મહેતાસિદ્ધાર્થ પટેલભાજપ
141વડોદરા સીટી(SC)મનિષા વકીલઅનિલ પરમારભાજપ
142સયાજીગંજજીતુ સુખડિયાનરેન્દ્ર રાવતભાજપ
143અકોટાસીમાબેન મોહિલેરણજીત ચૌહાણભાજપ
144રાવપુરારાજેન્દ્ર ત્રિવેદીચંદ્રકાંત શ્રીવાસ્તવભાજપ
145માંજલપુરયોગેશ પટેલચિરાગ ઝવેરીભાજપ
146પાદરાદિનેશ પટેલજશપાલસિંહ ઠાકોરકોંગ્રેસ
147કરજણસતીષ પટેલઅક્ષય પટેલકોંગ્રેસ
છોટાઉદેપુર137છોટાઉદેપુર(ST)જશુભાઈ રાઠવામોહનસિંહ રાઠવાકોંગ્રેસ
138જેતપુર(ST)જયંતિભાઈ રાઠવાસુખરામભાઈ રાઠવાકોંગ્રેસ
139સંખેડા(ST)અભેસિંહ તડવીધીરૂભાઈ ભીલભાજપ
નર્મદા148નાંદોદ(ST)શબ્દશરણ તડવીપ્રેમસિંહ વસાવાકોંગ્રેસ
149ડેડિયાપાડા(ST)મોતીભાઈ વસાવામહેશ વસાવા(BTP)કોંગ્રેસ
ભરૂચ150જંબુસરછત્રસિંહ મોરીસંજય સોલંકીકોંગ્રેસ
151વાગરાઅરૂણસિંહ રાણાસુલેમાન પટેલભાજપ
152ઝગડિયા(ST)રવજીભાઈ વસાવાછોટુ વસાવા(BTP)કોંગ્રેસ
153ભરૂચદુષ્યંત પટેલજયેશ પટેલભાજપ
154અંકલેશ્વરઈશ્વરભાઈ પટેલઅનિલ ભગતભાજપ
સુરત155ઓલપાડમુકેશભાઈ પટેલયોગેન્દ્રસિંહ બાકરોલાભાજપ
156માંગરોળ(ST)ગણપત વસાવાઉત્તમ વસાવા(BTP)ભાજપ
157માંડવી(ST)પ્રવીણ ચૌધરીઆનંદ ચૌધરીકોંગ્રેસ
158કામરેજવી.ડી.ઝાલાવાડિયાઅશોક જીરાવાલાભાજપ
159સુરત પૂર્વઅરવિંદ રાણાનીતિન ભરૂચાભાજપ
160સુરત ઉત્તરકાંતિભાઈ બલરદિનેશ કાછડિયાભાજપ
161વરાછા રોડકુમાર કાનાણીધીરૂભાઈ ગજેરાભાજપ
162કરંજપ્રવીણ ઘોઘારીભાવેશ ભુંભલિયાભાજપ
163લિંબાયતસંગીતા પાટીલરવિન્દ્ર પાટીલભાજપ
164ઉધનાવિવેક પટેલસતીષ પટેલભાજપ
165મજૂરાહર્ષ સંઘવીઅશોક કોઠારીભાજપ
166કતારગામવીનુભાઈ મોરડિયાજીગ્નેશ મેવાસાભાજપ
167સુરત પશ્ચિમપૂર્ણેશ મોદીઈકબાલ પટેલભાજપ
168ચોર્યાસીઝંખના પટેલયોગેશ પટેલભાજપ
169બારડોલી(SC)ઈશ્વરભાઈ પરમારતરૂણકુમાર વાઘેલાભાજપ
170મહુવા(ST)મોહનભાઈ ઢોડિયાતુષાર ચૌધરીભાજપ
તાપી171વ્યારા(ST)અરવીંદ ચૌધરીપુનાભાઈ ગામિતકોંગ્રેસ
172નીઝર(ST)કાંતીભાઈ ગામિતસુનિલ ગામિતકોંગ્રેસ
ડાંગ173ડાંગ(ST)વિજય પટેલમંગળ ગાવિતકોંગ્રેસ
નવસારી174જલાલપોરરમેશ પટેલપરીમલ પટેલભાજપ
175નવસારીપીયુષ દેસાઈભાવનાબેન પટેલભાજપ
176ગણદેવી(ST)નરેશ પટેલસુરેશ હળપતિભાજપ
177વાંસદા(ST)ગણપત મહાલઅનંતકુમાર પટેલકોંગ્રેસ
વલસાડ178ધરમપુર(ST)અરવીંદ પટેલઈશ્વરભાઈ પટેલભાજપ
179વલસાડભરત પટેલનરેન્દ્ર ટંડેલભાજપ
180પારડીકનુભાઈ દેસાઈભરત પટેલભાજપ
181કપરાડા(ST)માધુભાઈ રાઉતજીતુ ચૌધરીકોંગ્રેસ
182ઉમરગામ(ST)રમણ પાટકરઅશોક પટેલભાજપ

[:]