[:gj]મદરેસાને માન્યતા આપો નહીંતર વાઈબ્રન્ટનો ઉગ્ર વિરોધ થશે [:]

[:gj]ભારતે માનવ અધિકારોની વેશ્વિક ઘોષણા, લઘુમતીઓ માટેના યુનિવર્સલ ડેકલેરેશન જેવી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરેલા છે. ગુજરાત લઘુમતી કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હોવા છતાં ભાજપની સરકાર આ બધી સમજૂતીનો ભંગ કરી રહી છે. તેથી આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ગાંધીનગરમાં વાયબ્રંટ ગુજરાતમાં આવવાના છે ત્યાં લઘુમતી કોમ દ્વારા વિરોધ કરવામાં આવશે. લઘુમતી સમાજ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી છે કે, મદ્રસા ડીગ્રીને ગુજરાત પરીક્ષા બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.

લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે પણ કોઈ ખાસ વ્યવસ્થા નથી. ભારતના બંધારણ અને આંતરરાષ્ટ્રીય સમજુતીનું ઉલંઘન કર્યા છતાં વાયબ્રન્ટ ગુજરાત જેવા આયોજન કરીને દુનિયાને ભ્રમિત કરી રહી છે.  ગુજરાત સરકાર વાયબ્રન્ટ ગુજરાત પોતાની વેબ સાઈટ અરબીમાં બનાવી છે. મદરસા એજ્યુકેશનને માન્યતા નથી આપતી આવી બેવડી નીતિ અપનાવીને વાયબ્રન્ટમાં બીજા દેશોને આકર્ષવા નો પ્રયત્ન થઇ રહ્યો છે.

માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) છેલ્લા બે વર્ષોથી લઘુમતીઓના અધિકારોને લઈને સરકાર સાથે વાત કરવા માંગે છે. પરંતુ સરકાર તાયફા કરવામાં વ્યસ્ત છે. તેથી માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) વાઈબ્રન્ટ સમીટ ગુજરાત નો ઉગ્ર વિરોધ કરશે. વાઈબ્રન્ટ માં આવતા દરેક દેશ ના દુતાવાસને પત્ર લખશે અને અપીલ કરશે કે તેઓ ગુજરાત સરકારને અંતરરાષ્ટ્રીય સમજૂતીનું પાલન કરવા માટે દબાણ કરે. જો સરકાર લઘુમતીઓને તેમના અધિકાર નહિ આપે તો વાઈબ્રન્ટ સમીટ નો બહિષ્કાર કરે.

લઘુમતી સમાજની ગુજરાત સરકાર સમક્ષ 8 માંગણીઓ

  1. લઘુમતિ કલ્યાણ મંત્રલયની સ્થાપના કરવામાં આવે.
  2. અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવે.
  3. સરકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે
  4. રાજય લઘુમતિ આયોગની રચના કરી કાયદો લાવે.
  5. મદ્રસા ડીગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
  6. વિશેષ આર્થીક પેકેજ આપવામાં આવે.
  7. સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોના પુનઃ સ્થાપન માટે નીતિ બનાવવામાં આવે.
  8. પ્રધાનમંત્રીના નવા 15 સૂત્રીય કાર્યક્રમનો સંપૂર્ણરૂપથી અમલ કરવામાં આવે.

ઉપર જણાવેલ દરેક માંગો ભારતીય બંધારણ મુજબની છે અને આ માંગો પૂરી કરવા માટે સરકાર અંતરરાષ્ટ્રીય રીતે પણ બંધાયેલી છે. તેનો અમલ નહીં થાય તો, વાઈબ્રન્ટ સમીટ ગુજરાતનો ઉગ્ર વિરોધ કરશે અને દરેક દૂતાવાસને પત્ર લખી લઘુમતીઓ સાથે ગુજરાતમાં થતા ભેદભાવ ને ખૂલ્લો પાડશે તેમજ અપીલ કરશે કે અન્ય દેશો આ સમીટ નો બહિષ્કાર કરે. છતાં કંઈ નહીં થાય તો 17 જાન્યુઆરી 2019માં  પ્રધાનમંત્રી અને 18 તારીખે વાયબ્રન્ટ ગુજરાત સમીટના ઉદ્ઘાટન સમયે વિરોધ પ્રદર્શન કરશે.[:]