[:gj]મહેસાણા : બે પાટીદાર વચ્ચેનો જંગ કોણ હારશે? કોણ જીતશે ?[:]

[:gj]પુરાણોમાં મહેસાણા જિલ્લો આનર્ત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિવિધ પુરાણો તેમજ ગ્રંથોમાં તારંગા, વડનગર, મોઢેરા અને બેચરાજી તાલુકાઓને જુદા-જુદા ક્ષેત્ર તરીકે સ્થાન અપાયું છે. પહેલા ગાંધીનગર આ જિલ્લામાં આવતું હતું. પછી અલગ જિલ્લો થયો હતો.

વિધાનસભા બેઠકો: – 21-ઊંઝા, 22-વિસનગર, 23-બેચરાજી, 24-કડી (SC), 25-મહેસાણા, 26-વિજાપુર, 37-માણસા.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠકકૂલSC દલિતઆદિજાતિમુસ્લિમOBC ઓબીસીGENERAL સામાન્ય

નામ
ઠાકોરકોળીરબારીચૌધરીઅન્યલેઉવા પટેલકડવા પટેલક્રિશ્ચિયનબ્રાહ્મણજૈનદરબારઅન્ય
21ઊંઝા1,97,06921,98418913,14937,04307,2644,4127,01167484,40705,2332,0906,0697,544
22વિસનગર1,93,77619,8329612,91044,88005,2139,8157,0166,35157,45802,7393,5258,16315,778
23બેચરાજી1,99,80531,776657,21259,471010,2547,6498,5622,10950,50704,7301,6104,05011,810
24કડી2,21,46126,45075025,04554,445013,675011,935051,73057510,3604,87511,6709,951
25મહેસાણા2,24,07739,54922012,10641,32007,1004,9073,8836,20257,1314309,2255,1819,78927,034
26વિજાપુર1,97,25017,76115212,03736,21903,3503,5504,5936,53861,44305,4052,10524,68219,415
37માણસા1,85,22237,9491002,83027,9401634,50217,89117,376046,08004,80891823,1201,545
કૂલ  2012 પ્રમાણે14,98,6601,95,3011,57285,2893,81,31816351,35848,22460,37621,8744,08,7561,00542,50020,30487,54393,077

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા2017 વિધાનસભા
BJP5,80,2505,41,437
INC3,71,3595,58,385
તફાવત2,08,89116,948

 

2014 લોકસભા

મતદાર:1498219
મતદાન:1004295
કૂલ મતદાન (%):67.03

 

ઉમેદવારઉમેદવારનું નામપક્ષકૂલ મત% મત
ઠાકોર કેવલજી નાથાજીBSP97660.97
પટેલ જયશ્રીબેન કનુભાઈBJP58025057.78
પટેલ જીવાભાઈ અંબાલાલINC37135936.98
ગીરીશજી જેનાજી ડાભીBNJD48250.48
ચૌધરી દિનેશભાઈ સાલુભાઈVHS10840.11
ઝાલા ઈન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહSP13400.13
ઠાકોર માનસંગજી પુંજાજીBMUP12510.12
પટેલ દિલીપભાઈ સોમાભાઈHJP10320.10
વંદનાબેન દિનેશકુમાર પટેલAAAP37310.37
ઠાકોર બળદેવજી મંગનજીIND16530.16
ઠાકોર બાબુજી ધનજીIND18040.18
ઠાકોર સમર્તજી બળવંતસિંહIND24270.24
પ્રજાપતિ વિઠ્ઠલભાઈ વીરદાસIND59820.60
મહમદ આઝમ પઠાણIND61390.61
None of the AboveNOTA116151.16

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       જીવાભાઈ અંબાલાલ પટેલ                             INC

2009       જયશ્રીબેન કનુભાઈ પટેલ                                BJP

2014       જયશ્રીબેન કનુભાઈ પટેલ                                BJP

વિકાસના કામો

  • દરેક ગામને નાણાં પ્રધાન નિતિન પટેલ સરકારી ગ્રાંટ આપી રહ્યાં છે. જે નથી લઈ જતાં તેમને સામેથી બોલાવીને ગ્રાંટ આપવામાં આવી રહી છે.
  • મહેસાણા વિધાનસભા મતવિસ્તાર ઔદ્યોગિક રીતે ખૂબ ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારમાં રોજનું લાખો લીટર દૂધ અને દૂધની બનાવટવાળી અવનવી વસ્તુઓ બનાવતી દૂધસાગર ડેરી છે.
  • ઓ.એન.જી.સી.ના કૂવાઓ આવેલાં છે નવું તેલ શોધવામાં આવે છે.
  • આસપાસ નવા ઉદ્યોગો અને જી.આઈ.ડી.સી. બનાવવા માટે સરકારે પ્રોત્સાહનો આપેલાં છે.

પ્રશ્નો ઘટનાઓ

  • દૂધ સાગર ડેરીમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર , ખોટા ખર્ચાઓ, ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો ઊભા થતાં રહે છે.
  • રાજસ્થાનથી દૂધ ખરીદવામાં આવે છે તેનો વિરોધ દૂધ ઉત્પાદકો કરી રહ્યાં છે, કારણ કે તેનાથી દૂધ સાગર ડેરીના સભ્યોને વર્ષે રૂ.૩૦૦ કરોડનું નુકસાન થાય છે.
  • ડાર્કઝોન ઉઠાવી લેવાતો ન હોવાના કારણે ખેડૂતોને સિંચાઈના લાભ મળી શકતા નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • કોંગ્રેસના નરેશ રાવલ, કિર્તિસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, અલકા ક્ષત્રિય, સાગર રાયકા.
  • ભાજપમાં નિતીન પટેલ અને જીવાભાઈ પટેલ તથા એ કે પટેલનું કુટુંબ અહીં પ્રભુત્વ ધરાવે છે.

2019ની સંભાવના

  • આ બેઠક પર પાટીદાર મતો ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં છે. છેલ્લાં એક વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં મૂળ સ્થાન ઉત્તર ગુજરાતને ગણવામાં આવે તો ખોટું નથી. આ વિસ્તારમાં પાટીદાર સમાજ નો દબદબો વર્ષોથી રહ્યો છે. અહીં કોઈ પણ રીતે કોંગ્રેસ જીતી શકે તેમ નથી. તેમ છતાં જો પાટીદારની સામે ઠાકોર ઉમેદવાર મૂકવામાં આવી તો તે જીતી શકે. આર્થિક સામાજિક સમિકરોણોમાં બળદેવજી ઠાકોર ફીટ બેસે છે. વિધાનસભામાં જીવાભાઈ પટેલ ચૂંટણી લડેલા જે ભાજપમાં જતાં રહ્યાં છે. તે પણ કોંગ્રેસ માટે કોઈ ખાસ નુકસાન કરી શકે તેમ નથી.
  • રાજકોટ બેઠક પછી મહેસાણા બેઠક પણ રાજકીય રીતે ચર્ચામાં રહેશે. ઉમેદવાર પર જીતનો આધાર છે.

ભાજપ

  • અહીંથી વિધાનસભામાં નિતીન પટેલ પણ માંડ-માંડ જીતી શક્યા હતા. જો જીવાભાઈ પટેલને ટિકિટ આપવામાં ન આવે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલને અહીંથી લડાવવામાં આવે એવી શક્યતા છે. તેથી તેઓ મહેસાણામાં દરેક ગામમાં ગ્રાંટ ફાળવી રહ્યાં છે. સામેથી કામ માંગીને પૈસા આપી રહ્યાં છે. તેથી તેમને ભાજપ ટિકીટ આપે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભાજપના બે ટર્મના સાંસદ જયશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં નહીં આવે. તેમની સામે વિરોધ છે. અહીં ભાજપ સાથે પાટિદારો હોવાથી ભાજપ પટેલને જ ટિકિટ આપશે.

કોંગ્રેસ

  • સાવ નવો ઠાકોર ચહેરો સફળ રહી શકે અથવા બળદેવજી ઠાકોર ધારાસભ્ય – જે આક્રમકતાંથી લડી શકે તેમ છે. નીતિન પટેલ ઉમેદાવર આવે તો તેની સામે તે ટક્કર મારી શકે તેમ છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને અહીંથી ટિકિટ આપવા માટે માંગણી છે.
  • કોંગ્રેસ પાસે અહીં કોઈ સંગઠન નથી. જૂથવાદ છે. પાટીદાર મતદારોએ આંદોલનની શરૂઆતમાં મદદ કરી હતી. પંયાત અને પાલિકાઓ જીતાડી આપી હતી. પણ પછી કોંગ્રેસના નેતાઓએ પાટીદાર નેતાઓને તેમાં જવાબદારી સોંપી ન હોવાથી હાલ પાટીદારો કોંગ્રેસને મદદ નહીં કરે. તેથી પાટીદારને ટિકિટ આપવી કોંગ્રેસ માટે ફાયદાકારક નથી.

વચનો પુરા ન થયા

  • રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પાટિદારો માટે વચનો આપેલાં તે પૂરાં કર્યા નથી એવી છાપ અહીં છે. તેઓ આંદોલનકારીઓની સતત ટીકા કરતાં રહેતાં હોવાથી અહીં તેમની સામે વિરોધ છે.
  • પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ માટે ભાજપે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું તેનાથી પાટીદાર સમાજના આ વિસ્તારમાં મોટી નારાજગી જોવા મળી છે.
  • સરકારે જાહેર કરેલી વળતર અહીં તેલના કુવામાં જતી જમીનને આપવામાં આવ્યું નથી. ખેડૂતો તે અંગે ખુશ નથી.

[:]