[:gj]વલસાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થતાં જ ચાલુ સાંસદ ડો. કે.સી. પટેલ – કિશન ને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના ભાઈ ડો.ડી. સી. પટેલ ભાજપ અને ભાઈની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. ડી. સી. પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકારીને બન્ને ભેટ્યા હતા. ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે તે તસવિરો લોકોને આપી હતી. ડી. સી. પટેલ અને જીતુ ચૌધરી વચ્ચેની મુલાકાતને ભાજપ માટે સારા સંકેત ગણવામાં આવી રહી નથી. બન્ને વચ્ચે ચોક્કસ મુદ્દા પર વાતચિત થઈ હતી. શું થઈ તે હવે તેમનું વર્તન બતાવશે. ભાજપના કાર્યકરોની માંગણી હતી કે, 2019માં વલસાડ બેઠક પરથી સાંસદ કે.સી. પટેલના બદલે ડી. સી. પટેલને ટિકિટ આપવામાં આવે. પરંતુ ભાજપ હાઈકમાન્ડે કે. સી. પટેલને રિપીટ કરતા ડી. સી. પટેલે પોતાની નારાજગી જાહેર કરી હતી. જીતું ચૌધરી અને ડી સી પટેલ બન્ને વર્ષો જુના રાજકીય મિત્રો છે. મુલાકાત મિત્રતાભાવે થઈ હતી. આશિર્વાદ લેવા માટે આવ્યા હતા.
ડો. ડી.સી. પટેલને એવું હતું કે, આ વખતે ભાજપા પોતાના મોટાભાઈને ફરી ટિકિટ નહી આપે અને તેમને આપશે, પરંતુ ભાજપે વલસાડમાં કે.સી. પટેલને રિપીટ કરતા નાનાભાઈ ડો. ડી.સી. પટેલ નારાજ થઈ ગયા છે. અને ખુલ્લેઆમ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ડો. ડી.સી.પટેલ દરમપુરમાં એક સક્રિય તબીબ છે. તેઓ તબીબના વ્યવસાયની સાથે સામાજિક કાર્યો પણ કરે છે. તેઓ સર્પદો, ઉજાગર અભિયાન પણ ચલાવે છે. ડી.સી.પટેલે વલસાડ લોકસભા બેઠક પરથી દાવેદારી કરી હતી અને તેમનું નામ પણ પેનલમાં આગળ ચાલી રહ્યું હતું.
તેમણે જાહેર કર્યું હતું કે, હું એકલો નારાજ નથી, અમારો સમગ્ર આદીવાસી સમાજ ડે. કે.સી. પટેલને ટિકિટ આપતા નારાજ થયો છે. મને ટિકિટ મળવાની છે એવું જાણાને આદીવાસી સમાજના લોકો ઘણા ઉત્સાહમાં હતા. પરંતુ, મારા મોટાભાઈને ફરી ટિકિટ મળતા અમારા સમાજના લોકો નિરાશ થયા છે, હું પણ નિરાશ થયો છું. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ હું ડો. કે.સી. પટેલની વિરુદ્ધ ચૂંટણી લડ્યો હતો. માત્ર સાત હજાર જેવા માર્જિન મતથી હાર્યો હતો. ત્યારબાદ 2014માં પણ હું ઈલેક્શન લડવાનો હતો. પરંતુ બાદમાં મારા ભાઈ સામે હું તેમની માટે ચૂંટણી ના લડ્યો અને તેમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી. પરંતુ આવખતે મને ટિકિટ મળવી જોઈએ તેને બદલે મારા ભાઈને ટિકિટ મળી જેથી આ નારાજગી છે.
તેમના મોટા પ્રમાણમાં સમર્થકો થનગની રહ્યા હતા કે ડી.સી.પટેલને ટીકીટ મળશે અને ઉત્સાહ સાથે પ્રચાર માટે તૈયારી કરી ચુક્યા હતા.પરંતુ ગઈકાલે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડે કે.સી.પટેલને ટીકીટ આપતા રાજકારણ ગરમાયું હતું.ડી.સી.પટેલ ઉપર તેમના સમર્થકોના થોકબંધ ફોન ગયા હતા અને તેમણે આક્રોશ ઠાલવ્યો હતો.
ત્યારે આજે આ મામલો ચરમસીમાએ પોહાચ્યો છે. મોટાભાગના વોટ્સએપ સોશિયલ ગ્રુપમાંથી ડી.સી.પટેલ લેફ્ટ થયા છે અને એટલું નહિ તેમણે ચુંટણી પ્રચારમાં નિષ્ક્રિય રેહવાનું જાહેર કરી દીધું છે. ડી.સી.પટેલ ધરમપુરમાં પોતાનું હોસ્પિટલ ચલાવે છે અને તેમનો જનસંપર્ક ખુબ જ મજબુત છે. કે.સી- ડી.સી મામલામાં થોડા ફ્લેશબેકમાં જઈએ તો ગત ચુંટણી સમયે પણ તેમને ટિકીટ આપવાની વાત હતી કેમકે 2009માં ડી.સી.પટેલને ટીકીટ આપવામાં આવી હતી અને માત્ર 8 હજાર મતોથી તે હાર્યા હતા.
2014ની ચુંટણી સમયે ભારતીય જનતા પક્ષના મોવડી મંડળએ તેમને માનવી લીધા હતા. ટિકિટ આપવાની ચોક્કસ બાંહેધરી આપીને મનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તેમને આપેલા વાયદાઓ પુરા નહિ થતા તે વિફર્યા છે. ડી.સી.પટેલને કારણે ભાજપે બેઠક ગુમવવી પડે તેવી સંજોગો છે. તેઓ આ વખતે ભાજપનો પ્રચાર કરવાના નથી. આદિવાસી પ્રભૂત્વ ધરાવતી સીટ પર સાંસદ કેસી પટેલ એન્ટી ઈનકમ્બન્સીનો સામનો કરી રહ્યા છે. 5 વર્ષમાં કેસી પટેલ લોકો સાથે જોવામાં આવ્યા નથી. સાંસદ સામાન્ય લોકોને મળવા કરતા પ્રોગ્રામ અને દિલ્હી કે ગાંધીનગર આવવા-જવામાં જ વધુ રચ્યા-પચ્યા રહેતા હતા. પ્રજાના કામ કર્યા નથી. તેથી લોકો કહે છે કે, વલસાડમાં વિકાસ ખોવાયો છે.
હની ટ્રેપવાળા કેસમાં કેસી પટેલ સામે આક્ષેપો થયા હતા. તે મુ્દદો હવે ઉછળી રહ્યો છે. ફરીયાદ કરનારી યુવતી પર જ બ્લેક મેઈલીંગની વળતી ફરીયાદ કરવામાં આવી હતી. કેસી પટેલ માટે આ વખતે જીતનો રસ્તો આસાન નથી.
[:]
You must be logged in to post a comment.