[:gj]સારા વરસાદથી ખેડૂતોને રાહત થઈ, વાવણી જોરમાં[:]

[:gj]ઉત્તર ગુજરાતમાં રવિવાર મોડી રાત સુધી હળવા વરસાદ બાદ સોમવાર સવારથી વરસાદે સંપૂર્ણપણે વિરામ લીધો હોઈ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે ઉઘાડ નીકળતાં મહત્તમ તાપમાન 31.6 થી 31.9 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સિઝનનો 420.80 મીમી એટલે કે 57.96% વરસાદ થયો છે.

ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદમાં જૂન મહિનામાં 89.6 મીમી સાથે 12.34%, જુલાઇ મહિનામાં 103 મીમી સાથે 14.19% અને ઓગસ્ટના માત્ર 12 દિવસમાં 228.2 મીમી સાથે 31.43% વરસાદ થયો છે. જે અગાઉના બે મહિના કરતાં પણ વધુ છે. બીજી બાજુ 12 ઓગસ્ટ સુધી ઉ.ગુ.માં વરસાદની જરૂરિયાત સામે વરસેલા વરસાદમાં મહેસાણામાં સૌથી વધુ 19.52% ઘટ રહી છે. જ્યારે બનાસકાંઠામાં 16.15% અને પાટણમાં 0.63%ની ઘટ રહી છે. જોકે, સાબરકાંઠામાં જરૂરિયાત કરતાં 3.61% અને અરવલ્લીમાં 1.77% વધુ વરસાદ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ મુજબ, આગામી બે દિવસ સુધી વરસાદની નહીંવત શક્યતા વચ્ચે ક્યાંક ઝરમર કે ઝાપટાં થઇ શકે છે.

ઉ.ગુજરાતના તાલુકામાં વરસાદ

વરસાદતાલુકા
250 મીમીથી ઓછો7
251 થી 500 મીમી29
501 મીમીથી વધુ11

 

ક્યારે કેટલો વરસાદ

મહિનોઅંદાજવરસ્યોટકાવારી
જૂન72689.612.34%
જુલાઇ72610314.19%
ઓગસ્ટ726228.231.43%
સરેરાશ726420.857.96%

 

સરેરાશ 5.50% ઘટ

જિલ્લોજોઇએવરસ્યોવધ/ઘટ
મહેસાણા454.8366-19.52%
પાટણ346.2344-0.63%
બ.કાંઠા369.7310-16.15%
સા.કાંઠા520.25390.0361
અરવલ્લી535.55450.0177
સરેરાશ445.28420.8-5.50%

 

સૌથી વધુ હિંમતનગરમાં વરસાદ

તાલુકોવરસાદ
હિંમતનગર85.93%
થરાદ84.20%
બાયડ83.28%
રાધનપુર81.52%
ધનસુરા71.26%

 

સૌથી ઓછો વડનગરમાં વરસાદ

તાલુકોવરસાદ
વડનગર25.08%
વિસનગર27.27%
દાંતીવાડા34.43%
ખેરાલુ34.90%
પાલનપુર36.10%

[:]