[:gj]સિંહોની પ્રજાતિને બચાવવા જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નર સિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ્ત હતા.
હાલમાં સાતવિરડા ખાતે બે નર એ-વન તથા નાગરાજા, બે માદા સરિતા તથા પાર્વતી તથા તાજા જન્મેલ બે બચ્ચાં એમ કુલ છ ,સિંહ છે.
લાયન એનીમલ હાઉસ યુનિટ-1 તથા યુનિટ-ર બનાવવામાં આવેલ છે. જે દરેક યુનિટમાં એનીમલ હાઉસ, ક્રોલ, સર્વિસ શેડ, તથા લોફીંગ ગ્રાઉન્ડ તથા લાયન યુટીલીટી એરીયા બનાવવામાં આવેલા છે. એન્કલોઝરમાં સિંહોને અનુકુળ આવે તેવી તમામ બાબતોની તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં અવોલી અને આ વિસ્તાર સિંહો માટે અનુકુળતા હોવાનું જણાયેલ છે અને તેથી તેના વસવાટમાં સફળતા મળી છે.
સરિતા નામની સિંહણે 1લી એપ્રિલે બે બચ્ચાને જન્મ આપ્યો હતો એ બન્નેનું 3 એપ્રિલ 2019માં ખુદ તેની માતાના કારણે જ મોત નિપજયું છે. તાજા જન્મેલા સિંહ બાળોને સિંહણ મોઢામાં લઈ ફેરવતી હોય છે આ બચ્ચાઓને આ રીતે ફેવરતી વખતે વધુ દબાણ અપાઈ જતાં ઈજા થયેલ જોવા મળેલ હતી. સકકરબાગ ખાતે આ બન્ને બાળસિંહના પોસ્ટમોર્ટમ થતાં ગંભીર ઈજાઓ જોવા મળેલ હતી. એક બચ્ચાને છાતીના ભાગે તથા બીજા બચ્ચાને માથા-મગજના ભાગે ઈજા જોવા મળેલ. પ્રથમ વખતના બચ્ચાઓની સંભાળ રાખતી વખતે બિલાળી કુળના પ્રમાણીઓમાં આ પ્રકારની ઘટનાઓ કયારેક બનતી હોય છે. વનવિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા આ બચ્ચાઓને બહારનું દુધ પીવડાવવામાં આવતું હતું.
[:]
![[:gj]દેશના શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાના મત વિસ્તારમાં કાયદાઓને ગુલામીમાં બાળમજૂર[:en]India’s Independence Day, August 15 – red color of slavery of child labor in constituency of Labor Minister[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/08/manshukh.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અદાણીએ બનાવેલું રૂ. 145 કરોડનું હલકી કક્ષાનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ્યું[:en]Adani made Rs. 145 crore drone crashes in Porbandar[:hn]अडानी का रु.145 करोड़ का पोरबंदर में क्रैश हुआ घटिया ड्रोन[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/01/%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A83.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગોડમધરના દીકરા કાંધલ જાડેજાની કહાણી[:en]The story of Godmother’s son Kandhal Jadeja[:hn]गॉडमदर के बेटे कांधल जाडेजा की कहानी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/SANTOK-JADEJA-PORBANDER2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ખૂની પોરબંદર, હવે ખંડણીખોર[:en]Killer Porbandar, now extortionist[:hn]हत्यारा पोरबंदर, अब रंगदारी मांगने वाला[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફત બની[:en]The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs[:hn]जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/13-Copy.jpg?resize=218%2C150&ssl=1)
You must be logged in to post a comment.