[:gj]હઠીલા હાર્દિકનું આંદોલન રાજકીય પક્ષો ઉઠાવી રહ્યા છે [:]

[:gj]રાજ્યના ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ (પાસ) અને સરકાર વચ્ચે પડેલી મડાગાંઠમાં હાર્દિકનું આંદોલન પુરૂ થવા જઈ રહ્યું છે.પરંતુ આ મુદ્દો ભાજપ વિરોધી રાજકીય પક્ષો હઠીલા હાર્દિકના મુદ્દા ઉઠાવીને પોત પોતાના રાજ્યમાં આંદોલન કરવાની તૈયારી કરી છે. ગુજરાતમાં કોંગ્રેસે રાજ્યમાં 300 સ્થળે દેખાવો ધરણા અને આવેદનપત્રો ગયા અઠવાડિયે આપી દીધા હતાં.

ગુજરાતમાં છેલ્લા 14 દિવસ બાદ હઠીલા હાર્દિક સાથે ખોડલધામના અગ્રણી નરેશ પટેલની મુલાકાત સરકાર અને સમાજ માટે હાશકારો અનુભવાતી બની છે. તો બીજી તરફ 14 દિવસ થીચાલી રહેલા આ આંદોલન થી સરકાર પણ યોગ્ય રસ્તો શોધતીજ હતી .ત્યારે રાજકીય પંડિતો દ્વારા આંદોલનઉકેલી દેવામાં સફળતા મળી ગઈ હોવાનું ભાજપ સરકાર માની રહી છે. પરંતુ રાજનૈતિક પંડિતોનું માનીએ તો આ આંદોલન હવે ભાજપ વીરોધી રાજકીય પાર્ટીઓ દ્વારા ઉપાડી લેવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે. જોકે આ મુદ્દામાં અનામત નો મુદ્દો કોરાણે થશે અને માત્ર ખેડૂતો ના દેવા માફી , અને મોંઘવારી જેવા મુદ્દા ને વિપક્ષ હાથ પર લેશે.

અત્રે ઉલ્લેખનીય ની છે કે હાર્દિક પટેલના આંદોલન દરમિયાન તેની છાવણી ખાતે વિવિધ રાજકીય દળોના અગ્રણી નેતાઓએ મુલાકાતો કરી હતી જેમાં વિપક્ષી કોંગ્રેસ ના રાજીવ સાતવ અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત 28 થી વધુ ધારાસભ્યોએ હાર્દિકની ઉપવાસ છાવણી ની તબક્કાવાર મુલાકાત કરી હતી.

જ્યારે યશવંત સિંહા ઉપરાંત શત્રુઘ્નસિંહા, દિપક બાબરીયા, અને દિનશા પટેલ જેવા દિગ્ગજ નેતાઓ હાર્દિક મુલાકાતે આવ્યા હતા . આ ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ રાજકીય પાર્ટીઓના તબક્કાવાર સમર્થન મળતા હતા. ત્યારે આજે જેડીયુના શરદ યાદવે પણ હાર્દિકની હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. અને તેનું અંદોલન સફળ થાય તે અંગે ચર્ચા કરી હતી. જોકે સમગ્ર ઘટનાક્રમ જોવા જઈએ તો હાર્દિકે અનામતના મુદ્દા થી શરૂ કરેલા આ આંદોલન હવે પુરી રીતે રાજકીય બની ગયું છે .તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન ભાજપ સરકાર આ આંદોલન ઉકેલી દેવા અથવા તો ડામી દેવાની દિશામાં વિચારી રહ્યું છે. તો બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ ની મધ્યસ્થ ગીરી થી સરકાર અને સમાજને પણ હાશકારો થયો હોવાના અહેવાલ છે. પરંતુ કોંગ્રેસ આક્રમક બની હાર્દિક નો મુદ્દો ઉપાડી ચૂંટણીલક્ષી રણનીતિ કરી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ તમામ ઘટનાક્રમો વચ્ચે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે અગાઉ પાટીદાર સમાજના અગ્રણી ઓએ સમાધાન ફોર્મ્યુલા બનાવી હતી .પરંતુ આ અગ્રણીઓનો પાસ દ્વારા વિરોધ થતા છેલ્લે નરેશ પટેલ મેદાનમાં ઊતર્યા હતા .જોકે પાસ એવો આક્ષેપ પણ કરે છે .કે સરકાર સમાધાન કરવાના મૂડમાં નથી. કારણકે હજુ પણ અમને કે અમારા સમાજના અગ્રણીઓને સરકારે મિટિંગ માટે ચર્ચા કરવા બોલાવ્યા નથી.

તો બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હી ગયા છે જ્યારે નીતીનભાઇ પટેલ વિદેશ પ્રવાસમાં છે જેના કારણે આ બેઠક કરવી શક્ય નથી તેઓ તર્ક સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મનાઈ રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી આ આંદોલન સતત આગળ ધપી રહ્યું છે .ત્યારે ભાજપ સરકાર કેમ નમતું જોખવા માંગતી નથી ? તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ વિરોધી રાજકીય પક્ષો હાર્દિકના સમર્થનમાં ઉમટી પડ્યા છે .અને સરકાર વિરુદ્ધ ચાલી રહેલી આ લડાઈમાં સૂર પુરાવી રહ્યાં છે .આ તમામ અટકળો વચ્ચે પાસ દ્વારા ઉભુ કરવામાં આવેલ આ આંદોલન નો અંત કેવો હશે તે યક્ષ પ્રશ્ન છે.

 [:]