[:gj]શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી-ગરબા દરમ્યાન રજા જાહેર [:en]CM Calls on Jain Community to join in Governance and Administration apart from Trade[:]

[:gj]રાજયની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી 15મી ઓકટોબર 2018થી 21મી ઓકટોબર 2018 દરમિયાન નવરાત્રી વેકેશન રહેશે. ગુજરાતનો ગરબો સદીઓથી વેશ્વિક વિખ્યાત છે. જગત જનની માં જગદંબાના શકતિના આ ઉત્સવમાં યુવાનો આનંદ ઉલ્લાસથી ગરબે ઘૂમી શકે એ માટે આ મહત્વનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કર્યૉ છે. આ પર્વમાં આ સમયે યુવાનોની પરીક્ષા હોય છે અને અભ્યાસની ચિંતા રહેતી હોય છે.

ગરબાનો ઈતિહાસ

ગુજરાતમાં ધોળાવીરા અને લોથલમાંથી કાણાં વાળો ગરબો મળી આવ્યો છે. જે 5 હજાર વર્ષ સુધી લઈ જાય છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે. મહાકાળી, અંબા, બહુચર, ચાચર, આશાપુરા વગેરે અસંખ્ય દેવીઓનું સ્મરણ કરીને ગરબો ગવાય છે.ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’. આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’ છે. લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આમાંથી એક  આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં. ગરબાનાં બે પ્રકાર છે. સ્ત્રીઓ-સ્ત્રીઓ, પુરુષો-પુરુષો કે સ્ત્રીઓ-પુરુષો ગોળાકારે સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાલીરાસક કે મંડલરાસક કહેવાય છે. જે હલ્લીસકનૃત્તનો એક પ્રકાર છે.

નવરાત્રી

ભારતમાં કોલપ્રિય છે. ગીતોની સાથે આગવા લહેકાથી બે તાળી કે ત્રણ તાળી લઈને નૃત્ય કરવામાં આવે છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી ગવાય છે. 9 રાત સુધી રાતના સમયે આ સમુહ ભક્તિ અને સમુહ નૃત્ય થતું હોવાથી તેને નવરાત્રી ઉકત્સવ કહેવામાં આવે છે. આ દિવસોમાં દેવીના આરાધના કરવામાં આવે છે. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી. આ ઉપરાંત માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે. ગરબા એક નૃત્ય છે, પણ નાચવાની ક્રિયા ને “ગરબા નાચવા”, તેમ નહીં પણ “ગરબા રમવા”, “ગરબે ઘુમવું”, “ગરબા ગાવા”, “ગરબા કરવા” વગેરે રીતે વાક્યમાં પ્રયોગ થાય છે.

ઈતિહાસ
’અભિનય દર્પણ’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને શીખવ્યું અને દ્વારકાની ગોપીઓ એ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું. આ રીતે પરંપરાગત રીતે લાસ્યનૃત્ય લોકજીવનમાં પ્રતિષ્ઠિત બન્યું. એક અનુમાન પ્રમાણે શ્રી કૃષ્ણના હલ્લીસકનૃત્તના પદગતિ અને હલનચલનમાં ઉષાએ હાથતાળીનું નર્તન ઉમેર્યું. તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકાર તાલી રાસના મુખ્ય અંગો ગણી શકાય. પ્રાચીન લોકકૃતિ, લોકગીત અથવા દયારામ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં થાય છે. વિષયવસ્તુ વિશેષતઃ ભક્તિપ્રધાન હોય છે.  ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.
ગીત-સંગીત

મુખ્યત્વે લોકસંગીત જેના તાલોમાં એકતાલ, દાદરા, દીપચંદી, કેરવા, ઘુમાળીને હીંચ વિશેષ લેવાય છે. ત્રણ-ચાર માત્રાના પણ લોકતાલો હોય છે. રાગોમાં સારંગ, ઝીંઝોટી, બાગેશ્રી, માંડ, કાફી, કાલીંગડા, દેશ, ગારા, ખમાજ વગેરેની છાયા હોય છે. રાગની સંપૂર્ણતા નહિવત્‌ હોય છે. આ પ્રકારના પ્રાચીન ગરબાને અનુરૂપ સાદા લોકતાલ, લોકરાગ, લોકઢાળ હોય છે. અને એવાં જ સાદા લોકવાદ્યો હોય છે.[:en]Gujarat Chief Minister Mr. Vijay Rupani today inaugurated the Rajkot Chapter of Jain International Organisation (JIO) organised at Imperial Palace Hotel Rajkot. Mr. called upon the people of Jain community to join in the sector of Governance and Administration and said that if the Jain community is aggressor in Trade than why it cannot be in the
field of Governance and Administration.
Mr. Rupani announced to build an organisation for training Jain youth to join in Indian Civil Services. He noted the administrators to train the Jain youths with professional approach through this organization.
Elaborating about the Jain’s child does Trade only Mr. Rupani said that in today challenging world skill-based careers must be developed else time will leave you behind. Mr. Rupani said that this organisation will provide skilled personnel to the leading professional institutes of the nation and inspired youth to move towards Good Governance.
Mr. Rupani took blessing from Jain Saint Namramuni Maharaj Saheb. He was welcomed with memento by Directors of Apex India. He unveiled the plaque of Rajkot Chapter of Jain International Organisation (JIO).JIO Rajkot was handed over a Cheque of worth Rs. One Crore Eight Lakh by JIO Mumbai which was accepted by Mr. Rupani.
Mr. Rupani honoured the founder of the Modi School Sankul, Mr. Rashmikant Modi and, administrator of the Tapasvi School Mr. Avinashbhai. Total 80 jain students are given free education in both the schools.
During the occasion Standing Committee Chairman Mr. Udaybhai Kangad, Collector Dr. Rahul Gupta, Municipal Commissioner, Leaders and Jain Leaders were present.[:]