[:gj]ગુજરાત બહારથી લોકોને લાવવા ને મોકલવાનું શરુ [:]

[:gj]દેશના અન્ય રાજ્યોમાં અટવાયેલા, ફસાઈ ગયેલા ગુજરાતના લોકોને ગુજરાત પરત લાવવાના સંકલન માટે ૮-આઇ.એ.એસ અને ૮-આઇ.પી.એસ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે.

અત્યાર સુધીમાં ર૭ર૦ જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓને જે-તે રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારો સાથે સંકલન-સંપર્ક સાધીને પરત લાવવામાં આવ્યા છે. તેમાં રાજસ્થાનમાંથી ૯૯૧, ઉત્તરપ્રદેશમાંથી ૪૬૪, ઉત્તરાખંડમાંથી ૭૪૩, મધ્યપ્રદેશથી ર૮૩, છત્તીસગઢથી ૯પ સહિત કુલ ર૭ર૦ લોકોને ગુજરાત પરત લવાયા છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેલા આવા યાત્રિકો, વ્યક્તિઓ, વિદ્યાર્થીઓની આંતરરાજ્ય હેરફેરને અનુમતિ આપવાના લીધેલા નિર્ણયને પગલે ગુજરાત પરત લાવવા સંબંધિત રાજ્યો સાથે આ નોડલ ઓફિસરો સંકલન કરશે.

ગુજરાતમાં અન્ય રાજ્યોના આવા વિદ્યાર્થીઓ, યાત્રિકો, વ્યવસાયિકો અને ઔદ્યોગિક શ્રમિકો અટવાયેલા છે તેમણે પોતાના વતન રાજ્યમાં પરત જવા ઇચ્છા દર્શાવી છે. જિલ્લા વહિવટીતંત્રોને આ નોડલ ઓફિસરો દિશાનિર્દેશ-માર્ગદર્શન આપશે.

ઓરિસા માટે  એમ. થેન્નારસન-IAS (૯૯૭૮૪૦૭૦૩૩) અને નિરજા ગોટરૂ રાવ-IPS (૯૯૭૮૪૦૫૩૦૩), બિહાર અને ઝારખંડ રાજ્ય માટે અનુપમ આનંદ-આઇ.એ.એસ (૯૯૭૮૪૦૭૭૯૧) અને  કે. કે. ઓઝા-આઇ.પી.એસ (૯૯૭૮૪૦૬૦૨૦), ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય માટે  લોચન શેહરા-આઇએએસ (૯૯૭૮૪૦૯૯૦૨), અને  વિનોદ મલ-આઇપીએસ (૯૯૭૮૪૦૬૨૬૯), દિલ્હી-પંજાબ-હિમાચલપ્રદેશ-હરિયાણા-જમ્મુ-કાશ્મીર અને લડાખ માટે  રૂપવંતસિંઘ-આઇએએસ (૯૯૭૮૪૦૬૭૦૫) અને  અનિલકુમાર પ્રથમ-આઇપીએસ (૯૯૭૮૪૦૫૨૫૭) મધ્યપ્રદેશ-રાજસ્થાન અને ચંદીગઢ માટે  રાજેશ માંજુ-આઇએએસ (૯૯૧૩૫૦૮૬૦૬) અને  અર્ચના શિવહરે-આઇપીએસ (૯૯૭૮૪૦૭૮૫૭) પશ્વિમ બંગાળ અને નોર્થ ઇસ્ટન રાજ્યો માટે  હર્ષદ પટેલ-આઇએએસ (૯૯૭૮૪૦૧૫૩૧) અને વાબંગ જમીર-આઇપીએસ (૯૫૬૦૫૫૪૫૫૪) કર્ણાકટ-તેલંગાના, આંધ્ર-પ્રદેશ, તમિલનાડુ અને કેરલા માટે પી. ભારથી-આઇએએસ (૯૯૭૮૪૦૮૫૪૫) અને  વી. ચંદ્રશેખર-આઇપીએસ (૯૮૪૫૦૪૪૬૦૬) અને મહારાષ્ટ્ર રાજ્ય માટે રાકેશ શંકર-આઇએએસ (૯૯૭૮૪૦૫૮૨૮) અને હસમુખ પટેલ-આઇપીએસ (૯૯૭૮૪૦૬૨૬૫)ની નોડલ ઓફિસર તરીકે મુખ્યમંત્રીએ નિમણુંક કરી છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની સ્ટેટ નોડેલ ઓફિસર તરીકે નિયુકિત કરી છે. તેઓ આ બધા જ નોડલ ઓફિસરોને જરૂરિયાત મુજબ માર્ગદશર્ન આપશે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આ નોડલ ઓફિસરો પાસેથી આવી આંતરરાજ્ય હેરફેરની વિગતો દરરોજ મેળવીને તેનો રેકોર્ડ રાખશે.

ગુજરાત બહારના રાજ્યોમાં સ્થગિત રહેલા-ફસાઇ ગયેલા વ્યકિતઓ, યાત્રિકોની વિગતો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન ૧૦૭૦ પર પણ આપી શકાશે.

સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરીને આગામી ૧૦-૧પ દિવસમાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.  વ્યકિતઓ, યાત્રિકો ગુજરાત સરકારના રાજ્યોમાં ફસાયેલા છે તેમને પરત આવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે.

આ માટે વેબપોર્ટલ પર જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ગુજરાતના કોઇ પણ વિસ્તારમાંથી અન્ય રાજ્યમાં બહાર જવા માંગતા વ્યક્તિએ Digital Gujarat Portal પર અન્ય સેવાઓમાં જઇ Inter State Pass પર ક્લિક કરી તેમાં વિગતો સાથે અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજીમાં જે વાહનથી જવા માંગતા હોય તે વાહન નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે અને તેઓની સાથે અન્ય વ્યક્તિઓ જવા માંગતા હોય તો તે અંગે એક ટાઇપ કરેલ કાગળ ઉપર નામ અને ઓળખની વિગતો સાથે અરજી કરવાની રહેશે.

વ્યકિતઓ ગુજરાત પરત આવવા ઇચ્છે છે તેમને શરદી, તાવ, ખાંસી કે અન્ય કોઇ સંક્રમિત લક્ષણો જણાશે તો રાજ્યમાં પરત આવવાની પરવાનગી આપવામાં નહિ આવે. માત્ર જેઓ સંપૂર્ણતયા સ્વસ્થ હશે તેવા વ્યકિતઓને જ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવવા દેવાશે.

આ જ પ્રમાણે ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં જવા માંગતા બધા વ્યક્તિઓએ નિકળતા પહેલાં COVID-19 ના લક્ષણો જણાતા નથી તે મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તે માટે જિલ્લા કલેક્ટરોએ જિલ્લાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સ્ક્રીનીંગની કામગીરી માટે આરોગ્ય ટુકડીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

હાલ જેઓ ગુજરાતની બહાર છે અને ગુજરાત રાજ્યમાં આવવા માંગે છે, તે તમામ વ્યક્તિઓને હાલ જ્યાં છે ત્યાંના કલેક્ટર અને તે રાજ્યની વ્યવસ્થા પ્રમાણે અરજી કરવાની રહેશે. આવા તમામ વ્યક્તિઓની અનુકૂળતા માટે સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા તમામ રાજ્યોની આવી વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરી ગુજરાતમાં આવવાની મંજૂરી આપવા જણાવવામાં આવેલું છે.

આવા તમામ વ્યક્તિઓ જે ગુજરાત બહારથી આવે છે તેમના જિલ્લામાં તેઓના આગમન પછી મેડીકલ ચકાસણી કરવામાં આવશે અને જેઓને કોઇ લક્ષણ જણાતા નથી તેઓને ૧૪ દિવસ તેમના ઘરે કોરન્ટાઇન કરવા અને જેઓને લક્ષણો જણાશે તો તેઓને આરોગ્ય વિભાગની કાર્યરીતિ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાંથી વતન ગુજરાત આવી રહેલા વ્યકિતઓએ ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહનની વ્યવસ્થા વ્યકિત કે ગૃપે કરવાની થશે. એટલું જ નહિ, આ અંગેની વિગતો પણ ઓનલાઇન અરજીમાં આપવાની થશે.

ખાનગી અથવા નાના વાણિજ્યિક વાહનો દ્વારા જવા માંગતા વ્યક્તિઓને તુરત જ પરવાનગી આપવામાં આવશે, જ્યારે મોટા વાહનો મારફતે મોટા જથ્થામાં જવા માંગતા વ્યક્તિઓને જે તે રાજ્ય માટે નિમાયેલ નોડલ અધિકારી સાથે વિચારવિમર્શ કરી અન્ય રાજ્ય દ્વારા ગુજરાતથી તેમના નાગરિકોને લાવવા માટેની વ્યવસ્થા સાથે સુસંગત રહી તેઓને જવા માટેના પાસ આપવામાં આવશે.[:]