[:gj]કોરોના સંદર્ભે ખાતરની ખરીદીમાં ખેડૂતોને માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મરજિયાત કરાયું[:]

[:gj]કોરોના સંક્રમણ કોવીડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાને લઇને ખેડૂતોમાં વાઈરસનું સંક્રમણ રોકવા અને સાવચેતી માટે રાસાયણિક ખાતરની ખરીદીમાં ખેડૂતોને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ચાલુ વર્ષ માટે મરજિયાત કરાયું છે.જૂનાગઢ જિલ્લામાં ૩૦૦ ઉપરાંત વિક્રેતાઓ દ્વારા સબસિડાઇઝ રાસાયણિક ખાતર વેચાણ કરવામાં આવે છે.

ખાતરની ખરીદીમાં પારદર્શીતા લાવવા તેમજ ઔદ્યોગિક હેતુ માટે સબસિડાઇઝ ખાતરનો વપરાશ અટકાવવા ભારત સરકાર દ્વારા પી.ઓ.એસ. મશીન મારફત ફરજિયાતપણે આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી ખાતરનું વિતરણ કરવામાં આવે છે.સાવચેતીના કારણોસર પી.ઓ.એસ. મશીન મારફત કરવામાં આવતું આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ચાલુ વર્ષ પૂરતું મરજિયાત કરવામાં આવ્યું છે.

જે ખેડૂતો આધાર ઓથેન્ટિકેશન કરવા માંગતા હોય તેમણે આધારકાર્ડ, કિસાન ક્રેડિટકાર્ડ, મતદાન ઓળખકાર્ડ સાથે લઈ જઈ સબસીડાઈઝ ખાતરની ખરીદી કરી શકશે.ખાતરના વિતરણ સમયે હેન્ડ ગ્લોઝ,સેનીટાઈઝરનો ઉપયોગ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.ખાતર વિક્રેતાને આ બાબતે કોઈ મુશ્કેલી હોય તો સંબંધિત ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, વિસ્તરણ કચેરી કે ખાતર ઉત્પાદક કંપનીના  પ્રતિનિધિનો સંપર્ક સાધવાનો રહેશે.[:]