[:gj]ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે ટાસ્ક ફોર્સની રચના કરી[:en]Task Force For Food Processing ministry[:hn]खाद्य प्रसंस्करण मंत्रालय ने टास्क फोर्स का गठन किया[:]

Task Force For Food Processing ministry

[:gj]કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરતકૌર બાદલે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે હાલમાં દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ખાદ્ય પ્રસંસ્કરણ અને આનુષંગિક ઉદ્યોગોને થઇ રહેલી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

આજે CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER અને DICCI જેવા મુખ્ય ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સમાં ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ઇન્વેસ્ટ ઇન્ડિયાના સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ ટીમને પહેલાંથી જ 222 સમસ્યાઓ મળી ચૂકી છે જેમાંથી 98નું નિરાકરણ કરવામાં આવ્યું છે અને બાકીની સમસ્યાઓ ઉકેલની પ્રક્રિયામાં છે.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન, આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ શ્રીમતી હરસીમરત કૌર બાદલને જણાવ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોને આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન અને હેરફેર માટે મંજૂરી આપવાના નિર્દેશો આપી દીધા હોવા છતાં, રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ પ્રકારે તેમને અટકાવવામાં આવે છે.

ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને હેરફેર માટે તમામ રાજ્યોમાં એકસમાન પ્રારૂપની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. પ્રતિનિધિઓએ ફેક્ટરી શટડાઉન, ગોદામો ચલાવવા માટેની મંજૂરી, વ્યક્તિગત આવનજાવન અને લોજિસ્ટિક ખેલલ સહિત વિવિધ પ્રકારે થતી સમસ્યાઓ જણાવી હતી. આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરળતાથી ઉત્પાદન થાય તે માટે જરૂરી શ્રમિકો ઉપલબ્ધ નથી અને પરિવહન સેવાની પણ અછત છે. તેમણે વધુમાં વિનંતી કરી હતી કે, આગળની કામગીરી પણ સ્થાપિત થઇ છે તેની ખાતરી કરવા માટે સમગ્ર દેશમાં ‘કરિયાણાની દુકાનો’ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે.

FPI મંત્રીએ જણાવ્યું હતું કે, ખાદ્ય સામગ્રીનું સરળતાથી પરિવહન થઇ શકે અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને સરળતાથી કાચો માલ મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટ સંગઠનો સાથે વાતચીત શરૂ કરવામાં આવશે.

તેમણે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, તેઓ તમામ સૂચનોની સમીક્ષા કરશે અને તેમની ફરિયાદો ટાસ્ક ફોર્સ સુધી પહોંચાડવામાં આવશે.[:en]Delhi, 30 MAR 2020
Union Food Processing Industries Minister Harsimrat Kaur Badal assured industry representatives that a dedicated Task Force had been established to resolve all problems being faced by the food processing and ancillary industries during the current Covid-19 lockdown.

In a video conference with major industry associations such as CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER and DICCI today, the Union minister said the Task Force included all senior officials of the food processing ministry and members of Invest India. She said the team had already received 222 issues out of which 98 had been resolved and the rest were under process of resolution.

During the video conference, industry representatives told Smt. Harsimrat Badal that though directions had been sent to all State governments about the need for allowing the manufacturing and movement of essential items, they were being interpreted in different ways by the State governments. They stressed the need for uniform format for all States regarding manufacture and movement of food products. The representatives shared the problems related to factory shutdown, permission to operate warehouses, personnel movement and logistic disruption. The industry representatives said that required labour was not available for smooth manufacturing and that there was a shortage of transport also. They further urged that ‘kirana stores’ be allowed to open across the country to ensure the forward linkage was established.

FPI Minister said talks would be initiated with the transport unions to ensure smooth supply of food material and access to raw materials by the food processing industry.

She assured industry representatives that she would review all suggestions and grievances submitted by them to the task force.[:hn]केंद्रीय खाद्य प्रसंस्करण उद्योग मंत्री, श्रीमती हरसिमरत कौर बादल द्वारा इस उद्योग के प्रतिनिधियों को आश्वासन दिया गया है कि वर्तमान समय में कोविड-19 के कारण हुए लॉकडाउन के दौरान खाद्य प्रसंस्करण और अनुषंगी उद्योगों द्वारा सामना की जा रही सभी समस्याओं का समाधान करने के लिए एक समर्पित टास्क फोर्स की स्थापना की गई है।

सीआईआई, फिक्की, एसोचैम, पीएचडीसीसीआई, एआईएफपीए, आईसीसी, एफआईएनईआर और डीआईसीसीआई जैसे प्रमुख उद्योग संघों के साथ आज हुई एक वीडियो कॉन्फ्रेंस में केंद्रीय मंत्री ने कहा कि टास्क फोर्स में खाद्य प्रसंस्करण मंत्रालय के सभी वरिष्ठ अधिकारी और इन्वेस्ट इंडिया के सदस्य शामिल हैं। उन्होंने कहा कि इस टीम को पहले से ही 222 समस्याएं प्राप्त हो चुकी हैं, जिनमें से 98 का समाधान किया जा चुका है शेष बची हुए समस्याओं के समाधान की प्रक्रिया चल रही है।

वीडियो कॉन्फ्रेंस के दौरान, उद्योग के प्रतिनिधियों ने श्रीमती हरसिमरत बादल से कहा कि वैसे तो सभी राज्य सरकारों को आवश्यक वस्तुओं के निर्माण और आवागमन की अनुमति देने की आवश्यकता के बारे में निर्देश भेज दिया गया था, लेकिन राज्य सरकारों द्वारा उनकी व्याख्या अलग-अलग प्रकार से की जा रही है। उन्होंने खाद्य उत्पादों के निर्माण और आवागमन के संबंध में सभी राज्यों को एक समान प्रारूप भेजने की आवश्यकता पर बल दिया। प्रतिनिधियों ने फैक्ट्री बंद होने, गोदामों के संचालन की अनुमति, कर्मियों की आवाजाही और लॉजिस्टिक व्यवधान से संबंधित समस्याओं के बारे में मंत्री को अवगत कराया। उद्योग के प्रतिनिधियों ने कहा कि उत्पादन को सुचारु रूप से चलाने के लिए आवश्यक श्रम उपलब्ध नहीं है और परिवहन की भी कमी है। उन्होंने आग्रह किया कि ‘किराना भंडार’ को पूरे देश में खोलने की अनुमति प्रदान दी जाए जिससे आगे की श्रृंखला की स्थापना को सुनिश्चित किया जा सके।

खाद्य प्रसंस्करण उद्योग मंत्री ने कहा कि खाद्य सामग्री की सुचारु आपूर्ति को सुनिश्चित करने और खाद्य प्रसंस्करण उद्योग का कच्चे माल तक पहुंच को सुनिश्चित करने के लिए परिवहन संघों के साथ बातचीत शुरू की जाएगी।

उन्होंने उद्योग प्रतिनिधियों को आश्वासन दिया कि उनके द्वारा कार्यबल को दिए गए सभी सुझावों और शिकायतों की वो समीक्षा करेंगी।

 [:]