[:gj]દુનિયાના અનેક દેશોમાં દુષ્કર્મ માટે મોતની સજા, ભારતમાં દુષ્કર્મી કાયદાની છટકબારીથી કરે મજા[:]

[:gj]ન્યુ દિલ્હી

હૈદરાબાદમાં મહિલા વેટેનરી ડોક્ટર સાથે ગેંગરેપ કરી તેની નિર્મમ હત્યાના કૃત્યએ ભારત દેશને ફરી એકવાર શર્મસાર કર્યો છે. નિર્ભયા કાંડ પછી આ એવી નિર્દય કૃત્ય સામે આવ્યું છે, જેણે સમગ્ર દેશમાં બાળકીઓથી માંડીને મહિલાઓ વિરુદ્ધ થતા શારિરીક અપરાધો વિશે વિચારવા પર મજબૂર કરી દીધા છે. ગેંગરેપ અને મર્ડર કેસ પછી ફરી એકવાર આવા મામલાઓમાં દોષીઓને તુરંત મોતની સજા કરવાની માંગ ઉઠી રહી છે. પરંતુ સવાલ એ છે કે આપણા દેશમાં જે પ્રમાણેની કાયદાકીય જાગવાઇ છે, તો આ પ્રકારના જઘન્ય અપરાધો સામે ન્યાય ક્યારે અને કેવી રીતે મળે?

જા કે અહીં કડક કાયદાઓ, ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં બળાત્કાર સામે જે કડક કાયદા છે, એવા જ નિયમો લાગુ કરવાની ભલામણ સાથે જ વિવાદો ઉભા થવા લાગે છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કેટલાક મહિના પહેલા શરીયતમાં બળાત્કાર મામલે સજાની જાગવાઇ અહીં લાગુ કરવાની માંગ કરી હતી.

શરીયતમાં બળાત્કાર જેવા કૃત્યને જઘન્ય અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ માટે દોષીને જાહેરમાં લાવીને સર કલમ કરવાની સજા પણ છે. યૂએઇના કાયદા મુજબ જા કોઇ સેક્સ સંબંધી અપરાધમાં દોષી સાબિત થાય છે તો તે સાત દિવસની અંદર ફાંસીએ ચડાવી દેવામાં આવે છે. કેટલાક ઇસ્લામિક દેશોમાં આવા અપરાધ સામે હાથ કલમ કરવાની સજા કરવામાં આવે છે.

શરીયત કાયદા મુજબ સ્ત્રીઓ દ્વારા પુરુષોનું અપમાન કરવા પર તેઓને ૭૦-૧૦૦  કોડા મારવાની સજા આપવામાં આવે છે.

અનેક દેશોમાં તત્કાળ મોતની સજા, પદ્ધતિ અલગ-અલગ

અફઘાનિસ્તાન, ઇરાક, ઇરાન, પાકિસ્તાન, સઉદી અરબ, સૂદાન અને યમન જેવા દેશોમાં બળાત્કારના દોષીઓને શરિયા કાયદા હેઠળ સજા કરવામાં આવે છે, જા કે શરિયાની દંડ જાગવાઇઓ સંપૂર્ણ રીતે ભારતમાં લાગુ કરવામાં આવી નથી.

ઉત્તર કોરિયામાં બળાત્કાર વિરુદ્ધ કાયદા ખૂબ જ કડક છે. બળાત્કારના આરોપીને માથામાં ગોળી મારી દેવામાં આવે છે. ઉત્તર કોરિયાનો કાયદો કોઇપણ દોષી પ્રત્યે દયા કે સહાનુભુતિ દાખવતો નથી.

ઇરાકમાં બળાત્કારના દોષીઓને મોતની સજા કરવામાં આવે છે, પરંતુ ત્યાં મોતની સજા આપવાની પદ્ધતિ અલગ છે. અહીં રેપ કરનારાને ત્યાં સુધી પથ્થરથી મારવામાં આવે છે જ્યાં સુધી તે મરી ન જાય.

પોલેન્ડમાં બળાત્કારના આરોપીઓને સૂવરો દ્વારા કરડાવવામાં આવે છે. જા કે પોલેન્ડમાં આ મામલે નવો કાયદો અÂસ્તવ્તમાં આવ્યો છે જેમાં આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં રેપના આરોપીઓને નપુંસક બનાવવાની સાથે એમના શરીરમાં મહિલાઓના હોર્મોન્સ નાંખવામાં આવે છે.

ચીન જેવા વિકસિત દેશમાં પણ બળાત્કારના કેસમાં દોષી સાબિત થતા મોતની સજાની જાગવાઇ છે અને સમય ન વેડફતા આરોપીઓને તાત્કાલિક મોતની સજા કરવામાં આવે છે. અહીં કોઇ કેસ ચાલતો નથી, માત્ર મેડિકલ તપાસ જ થાય છે અને એમાં સાબિત થતા આરોપીને મૃત્યદંડ કરવામાં આવે છે.[:]