[:gj]રાફેલ વિમાનના 41205 કરોડ કેન્દ્ર સરકારે કેમ વઘું ચૂકવાયા [:]

[:gj]30 ઓગસ્ટ 2018ના રોજ વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્ય રાજીવ સાતવજી, સહપ્રભારી  બીશ્વરંજન મોહંતીજી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં “શક્તિ સાથે જનમિત્ર સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વડોદરા સરકીટ હાઉસ ખાતે સવારે 11 કલાકે મોદી સરકાર રાફેલ વિમાન ખરીદીમાં રૂ.41205 કરોડ કેમ વધુ ચૂકવાયા? તે અંગે વર્તાપાલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતે આગેવાનોને સંબોધતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્યશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાં વિદ્યાર્થીસંઘની ચૂંટણીમા એન.એસ.યુ.આઈ.ના નવા ચૂંટાયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપવાની સાથે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનોએ રાજનીતિમાં યોગદાન આપવું અને સમાજની સેવા કરવી આવશ્યક છે. વર્તમાન સમયમાં પ્રજાને કઈ કઈ મુશ્કેલીઓ અને હાલાકીઓ પડી રહી છે તે અંગે ખુલ્લા મંચ ઉપર અભિપ્રાયો મેળવી જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને દેશમાં ભાજપના શાસનમાં શિક્ષણમાં બેફામ ફી વધારો, મહિલાઓના ઘરના ઘરનું સપનું, આરોગ્યની પાયાની સુવિધાઓ, પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારો વર્તમાન શાસકોની નીતિઓના લીધે આજે વડોદરા શહેરની પ્રજાને પારાવાર મુશેક્લીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી મુક્ત થવા આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓમાં મતાધિકારનો ઉપયોગ કરી એકમત થઈ આ ભાજપના સરમુખત્યારશાહી શાસનને દુર કરવા આહવાન કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક લોકશાહી પક્ષ છે અને જે પણ તાલુકાથી પ્રદેશ કક્ષા સુધી સંગઠનમાં કામ કરવું હોય તો બેધડક પ્રદેશ સમિતિનો સંપર્ક કરશો. જે કામ કરશે તેને હોદ્દો અને સન્માન મળશે, કામ નહિ કરે તો હોદ્દો પણ પાછો લઈ લેવાશે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિને સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું.

આ કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાં વિદ્યાર્થીસંઘની ચૂંટણીમા એન.એસ.યુ.આઈ.ના નવા ચૂંટાયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. [:]