[:gj]આંકડામાં ગુજરાત [:]

[:gj]મીટ્ટી કો નમન
ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે લાખથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. માતૃભૂમિને શ્રધ્ધાંજલિ આપવા “મીટ્ટી કો નમન” અને આપણા હયાત બહાદુરો અને દેશ માટે અંતિમ બલિદાન આપનાર વીરોના પરિવારજનોના સન્માન માટે “વીરો કા વંદન” હેઠળ 20 લાખથી વધુ કાર્યક્રમો યોજાયા.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક બહાદુરોની બલિદાનની ભાવનાને સલામ કરતી 15 હજાર 136 સ્મારક તક્તીઓ-“શિલા ફલકમ” ઉભી કરવામાં આવી.
“વસુધા વંદન” હેઠળ ગુજરાત રાજ્યમાં 16 હજાર 336 અમૃતવાટીકાઓ બનાવી વૃક્ષારોપણની પહેલ હાથ ધરવામાં આવી.
એકત્ર કરાયેલ માટીનુ મિશ્રણ- “અમૃત કળશ” તૈયાર કરી ગુજરાતની ભૂમિભક્તિને 308 અમૃતકળશ મારફત 800 યુવાઓ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવેલ. તેમાંથી દિલ્હી ખાતે અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રોજગારી
હાલ સુધીમાં 866 ઔદ્યોગિક ભરતી મેળાના આયોજનથી 84 હજાર 554 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે. ઈ-શ્રમ પોર્ટલમાં ડિસેમ્બર 2023 સુધીમાં 1 કરોડ 14 લાખ અસંગઠીત શ્રમ યોગીઓની નોંધણી કરવામાં આવેલ છે.

શિક્ષણ
શૈક્ષણિક વર્ષ 2023-24થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકાનો ફરજીયાત સાર્વત્રિક અમલ શરૂ કરવામાં આવેલો છે. 5 લાખ 16 હજાર 621 વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ મેળવેલો છે. ગુજરાત પબ્લીક યુનિવર્સીટી એક્ટ અમલ કરાવવામાં આવેલો છે. ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલ – GCAS શરૂ કરવામાં આવેલું છે.

આરોગ્ય
વર્ષે કુટુંબદીઠ રૂ. 10 લાખ સુધી આરોગ્ય કવચ પુરૂ પાડવામાં આવે છે. 1 કરોડ 33 લાખ લાભાર્થીઓની નોંધણી કરીને આયુષ્માન કાર્ડ આપેલું છે. શાળા આરોગ્ય તપાસણીમાં 1 કરોડ 32 લાખ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

બાયબ્રંટ સમિટ
બાયબ્રંટ સમિટમાં 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. દેશોના વડાઓ સહિત 40 મંત્રીઓ, 140 દેશોના 61 હજાર ડેલિગેટ્સ આવ્યા હતા. આ સમિટમાં કુલ 1 લાખ 32 હજાર નોંધણી થઈ હતી. જેમાં 3590 વિદેશી પ્રતિનિધિઓ હતા.

રાજયમાં 14 હજાર 181 ઇ-ગ્રામ કેન્દ્ર કાર્યરત છે.

ખેતી
ડ્રોનથી ગત વર્ષે રાજ્યમાં 22 હજાર 489 એકર વિસ્તારમાં ખેડુતોને લાભ આપવામાં આવેલ. રૂ. 15 હજાર 407 કરોડ ખેડુત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. 7 હજાર 84 ગામોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

ગરીબી
અત્યાર સુધીમાં 1604 ગરીબ કલ્યાણ મેળામાં 1 કરોડ 66 લાખ ગરીબોને ફાયદો થયો છે.

નાણાં
નાણાં પંચ દ્વારા વર્ષ 2020-21થી 2025-26 સુધીમાં રાજ્યને રૂ. 15 હજાર 650 કરોડ કેન્દ્ર સરકાર તરફથી મળનાર છે.

ગામની ગટર
રૂર્બન પ્રોજેક્ટ 10 હજાર વસતી ધરાવતા 118 ગામો, તાલુકા મથકવાળા 10 હજારથી ઓછી વસ્તી ધરાવતા 82 ગામો અને આદિજાતિ વિસ્તારના 7 હજારની વસ્તી ધરાવતા 55 ગામો મળી કુલ 255 ગામોમાં ભુગર્ભ ગટરનું માળખુ પુરૂ પાડવાનું આયોજન કરેલું છે.

પ્રવાસન
ઇન્ડિયા ટુરીઝમ સ્ટેટસ 2023 અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.

‘સ્કૂલ ઓન વ્હીલ’
કચ્છના અંજારમાં-૨ અને ભચાઉમાં-3, મોરબીના હળવદમાં 1 અને માળિયામાં 2,પાટણના સાંતલપુરમાં -10 તેમજ સુરેન્દ્રનગરના પાટડીમાં 20 ‘સ્કૂલ ઓન વ્હીલ’ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23માં 389 બાળકો,વર્ષ 2023-24માં 386 બાળકો એમ કુલ 775 બાળકોને ભણાવાયા હતા. બે વર્ષમાં રૂ. 4 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો.

યુરિયા
દાણાદાર યુરિયાના નાઇટ્રોજન તત્વનો 30 ટકા જમીનમાં ઉતરી જાય છે. જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરાય છે. નેનો યુરિયાની 500 મિલી.ની એક બોટલ, 45 કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે. તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે. [:]