[:gj]દરિયાઈ સેવાળથી ખેતીમાં 3 ગણું ઉત્પાદન મેળવતા ખેડૂતો[:hn]किसान, समुद्री सेवाल से कृषि में 3 गुना उत्पादन प्राप्त करते हैं[:]

[:gj]ગાંધીનગર, 28 જૂન

દરિયાઈ વનસ્પતિ શેવાળમાંથી ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટેના જૈવિક પ્રવાહી ગુજરાતના  દરિયા કિનારે આવેલા ગામોમાં ઉપયોગ શરૂ થયો છે. બહુજ ઓછા સાહસે નાના ગૃહઉધોગ તરીકે આજીવિકા મેળવવા શેવાળનો ઉપયોગ ગુજરાતના દરિયા કાંઠે કરવામાં આવી રહ્યો છે. ભરતી ઓટમાં દરિયામાંથી સરગાસમ વનસ્પતિ એકઠી કરવામાં આવે છે. જેનું પાક વૃદ્ધિ વર્ધકપ્રવાહી તૈયાર કરવામાં આવે છે. શાકભાજીના પાકમાં છાંટવાથી ઉત્પાદન અને ગુણવતામાં સુધારો જોવા મળે છે. અનેક ખેડૂતોના આવા અનુભવો છે. કેટલાંક ખેડૂતોએ પ્રયોગ કર્યા બાદ આવું પ્રવાહી આજુબાજુના ખેડૂતો અને આસપાસના ગામોમાં ખેડૂતો શીખવી રહ્યાં છે. જેણે પણ આવું ખાતર વાપરેલું છે તેમને ઉત્પાદનમાં 2થી 3 ગણો વધારો થયો છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એસ. આર. ઠાકરે આ અંગે ઊંડી વિગતો એકઠી કરીને ખેડૂતોને તેની જાણકારી આપે છે. દરિયાઈ શેવાળના તાજા જથ્થા માંથી કૃષિમાં ઉપયોગી એવું દરિયાઈ શેવાળ પ્રવાહી ખાતર , લીલું કે કમ્પોસ્ટ ખાતર કે સુકવણી કરી પાવડર રૂપમાં ખાતર કે પ્રાણીનાં ખાણ માટે વાપરી શકાય છે. ફાર્મ યાર્ડ ખાતર કરતા શેવાળ વધુ ગુણકારી છે. દુનિયાના વિવિધ દેશોમાં શેવાળનો ખાતર તરીકે ઉપયોગ બહુ પ્રચલિત છે. ભારતમાં તામીલનાડુ અને કેરેલા રાજયમાં તાજી એકત્રીત કરેલી શેવાળ નાળીયેરીના ઉછેર માટે સીધુ કે કમ્પોસ્ટ ખાતર બનાવી પાક ઉત્પાદન સુધારણા તરીકે વર્ષોથી વપરાય છે. દરિયાઈ શેવાળના જીવ – રાસાયણીક પદાર્થો બાગ – બગીચા અને બગાયતી પાકોમાં બહુ ઉપયોગી છે.

સેવાળ નાંખીને જમીનમાં રહેલ ફૂગ જેવા સુક્ષ્મ જીવને ઉતેજીત અને કાર્યક્ષમ બનાવે છે. પોષણ તત્વોની શોષણ પ્રકિયામાં છોડને મદદરૂપ થાય છે. જે છોડને જમીન આધારિત રોગોનો પ્રતિકાર કરવામાં મદદરૂપ થાય છે. વળી દરિયાઈ શેવાળમાં પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા પોટાશની વિપૂલ માત્રા છે. ખનીજ અને સૂક્ષમ તત્વો વગેરે છોડ દ્રારા તરતજ અને સીધું ગ્રહણ થઈ શકે તેવા રૂપમાં હોય છે.  ઉણપ આધારીત રોગ પર કાબુ મેળવવા કૃષિમાં શેવાળનું ખાતર ખૂબ ઉપયોગી છે .

દરિયાઈ શેવાળનું પ્રવાહી ખાતર પાક સંરક્ષણ માટે ઉપયોગી છે. દરિયાઈ શેવાળના પ્રવાહી ખાતરનો પાન છોડ, શાકભાજી, ફળ, ફુલના છોડ અને અન્ય બગાયતી પાકો પર છંટકાવ કરવાથી છોડનો ઝડપી વિકાસ થાય છે.  વહેલું , સારૂ અને ગુણવતા યુક્ત ઉત્પાદન મેળવી શકાય છ . શેવાળમાં રહેલા કાર્બોહાઈડ્રેટ અને અન્ય સેન્દ્રીય પદાર્થો જમીનના બંધારણમાં સુધારો અને ભેજ સંગ્રહ શકિતમાં વધારો કરે છે.

બધાજ પ્રકારના ખાતરો પૈકી દરિયાઈ શેવાળ સૌથી વધારે અને વિવિધ પોષણક્ષમ પદાર્થો ધરાવતું હોઈ જલદી પુષ્પો આવવા , પાક મેળવવા અને ફળની સરકરાની માત્રામાં વધારો કરનાર સાબિત થયેલું છે . દરિયાઈ શેવાળ કુદરતી સેન્દ્રીય ખાતર તરીકે પ્રચલીત છે જેની પાક અને જમીન ઉપર કોઈ આડઅસર કે વિપરીત અસર થતી નથી. આમ તેનો ઉપયોગ પર્યાવરણ સુધારવા અને ખતરનાક જંતુનશકો કરતાં શ્રેષ્ઠ છે.

ખાતર કેમ બને છે

આવું ખાતર ખેડૂતો જાતે બનાવી શકે છે. શિયાળામાં મોટા પ્રમાણમાં શેવાળ દરિયા કાંઠે ધકેલાઈને આવે છે. તેને મીઠા પાણીથી બે વખત ધોઈ, નકામી વસ્તુઓ તેમાંથી દૂર કરીને ચપ્પુથી ટૂકડા કરવામાં આવે છે. જેને મીક્સર, વેટ ગ્રાઈન્ડરમાં નાંખી લુગદી બને ત્યાં સુધી 1થી 1.30 કલાક સુધી પાસવામાં આવે છે.  જેમાં વજની બે ગણું પાણી ઉમેરીને 100-120 અંશના તાપમાને 10થી 30 મીનીટ સુધી ઉકાળવામાં આવે છે. જાડા કપડાથી ગાળીને તેમાં 1 લીટરે 1 ગ્રામ કોપર સલ્ફેટ- મોરથુથુ તથા 1 મીલી ફોર્માલ્ડીહાઈડ નાંખીને ભરી લેવામાં આવે છે. જે 6 મહિના સુધી ખરાબ થતું નથી.

નવું સંશોધન

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પ્રવાહી ખાતર તૈયાર કર્યું છે. તેનાથી 25 ટકા ઉત્પાદન વધતું હોવાનું સાબિત થયું છે. ડુંગળી, જીરૂ, મગફળી, કપાસ જેવા અનેક પાકમાં તેનો ઉપયોગ કરી શકાય છે. સોઇલ એપ્લિકેશન અને છોડ મજબૂત કરવા માટે ઉપયોગી છે. ગુજરાતમાં 15 હજાર ટન આવો સેવાળ મળી શકે છે. સજીવ ખેતી માટે આ સારું ખાતર છે. નુકસાન થતુ અટકાવી શકાય છે, જમીનને લાંબા ગાળે ખૂબજ ફાયદો થઇ શકે છે. ઊના નજીકના સીમર, દીવ, વેરાવળ, સોમનાથ, ઓખા, દ્વારકા, જામનગર, સિક્કાના દરિયાકાંઠેથી પુષ્કળ માત્રા સરગાસમ શેવાળ મળી આવે છે.

 [:hn]अहमदाबाद, 28 जून 2020
समुद्री शैवाल से कृषि फसलों की वृद्धि और विकास के लिए जैविक तरल पदार्थ का उपयोग गुजरात के तटीय गांवों में किया जाने लगा है। बहुत कम उद्यम के साथ, शैवाल का उपयोग गुजरात के तट के किनारे एक छोटे से घरेलू उद्योग के रूप में किया जाता है। ज्वार की ओट में सरगसुम वनस्पति समुद्र से एकत्र की जाती है। जिसकी फसल वृद्धि वृद्धि द्रव तैयार किया जाता है। सब्जी की फसल के छिड़काव से उत्पादन और गुणवत्ता में सुधार होता है। कई किसानों के ऐसे अनुभव हैं। कुछ किसानों द्वारा प्रयोग किए जाने के बाद, इस तरह के तरल पदार्थ आसपास के गांवों में और आसपास के किसानों को सिखाया जा रहा है। जिसने भी इस तरह के उर्वरक का उपयोग किया है, उसने उत्पादन में 2 से 3 गुना वृद्धि देखी है।
जूनागढ़ कृषि विश्वविद्यालय के एस। आर ठाकरे गहराई से जानकारी इकट्ठा करते हैं और किसानों को सूचित करते हैं। समुद्री शैवाल की ताजा मात्रा से, समुद्री शैवाल जो कृषि में उपयोगी है, का उपयोग तरल खाद, हरी या खाद खाद या सूखे करी पाउडर के लिए खाद या पशु खनन के लिए किया जा सकता है। फार्म यार्ड खाद की तुलना में शैवाल अधिक फायदेमंद होते हैं। उर्वरक के रूप में शैवाल का उपयोग दुनिया के विभिन्न देशों में बहुत प्रचलित है। भारत में तमिलनाडु और केरल के राज्यों में, फसल के उत्पादन में सुधार के लिए नारियल की खेती के लिए प्रत्यक्ष या कम्पोस्ट खाद के रूप में ताजे एकत्र शैवाल का उपयोग वर्षों से किया जाता रहा है। समुद्री शैवाल जीव – रसायन बागवानी और बागवानी फसलों में बहुत उपयोगी होते हैं।
सरगर्मी मिट्टी में सूक्ष्म जीवों को उत्तेजित और कुशल बनाती है। पौधे पोषक तत्वों के अवशोषण की प्रक्रिया में मदद करते हैं। जो पौधे को मिट्टी आधारित रोगों का विरोध करने में मदद करता है। इसके अलावा, समुद्री शैवाल में बड़ी मात्रा में पोटेशियम होता है जो पानी में आसानी से घुल सकता है। खनिज और सूक्ष्म पोषक तत्व एक ऐसे रूप में होते हैं जिसे पौधों द्वारा तुरंत और सीधे अवशोषित किया जा सकता है। कमी आधारित बीमारी को दूर करने के लिए कृषि में शैवाल खाद बहुत उपयोगी है।
फसल की सुरक्षा के लिए समुद्री शैवाल की तरल खाद उपयोगी है। पत्ती के पौधों, सब्जियों, फलों, फूलों के पौधों और अन्य बागवानी फसलों पर समुद्री शैवाल की तरल खाद का छिड़काव करने से पौधों का तेजी से विकास होता है। प्रारंभिक, अच्छा और गुणवत्तापूर्ण उत्पाद प्राप्त किया जा सकता है। शैवाल में मौजूद कार्बोहाइड्रेट और अन्य कार्बनिक पदार्थ मिट्टी की संरचना में सुधार करते हैं और नमी भंडारण क्षमता को बढ़ाते हैं।
सभी प्रकार के उर्वरकों में, समुद्री शैवाल सबसे प्रचुर मात्रा में होता है और इसमें विभिन्न प्रकार के पोषक तत्व होते हैं, जिन्हें जल्द से जल्द फूलों की कटाई, कटाई और फल की दर बढ़ाने के लिए दिखाया गया है। समुद्री शैवाल एक प्राकृतिक जैविक उर्वरक के रूप में लोकप्रिय है जिसका फसलों और मिट्टी पर कोई दुष्प्रभाव या प्रतिकूल प्रभाव नहीं है। इस प्रकार इसका उपयोग पर्यावरण और खतरनाक कीटनाशकों को बेहतर बनाने से बेहतर है।
खाद क्यों बनाई जाती है
किसान अपनी खाद खुद बना सकते हैं। सर्दियों में, शैवाल की एक बड़ी मात्रा को राख में धकेल दिया जाता है। इसे ताजे पानी से दो बार धोया जाता है, बेकार चीजों को इससे निकाल दिया जाता है और टुकड़ों में काट दिया जाता है। जिसे गूदे में 1 से 1.30 घंटे के लिए मिक्सचर, वेट ग्राइंडर में पास किया जाता है। इसे 100-120 डिग्री के तापमान पर 10 से 30 मिनट तक उबाला जाता है ताकि वजन दो गुना बढ़ जाए। यह एक मोटे कपड़े के माध्यम से फ़िल्टर किया जाता है और 1 लीटर में कॉपर सल्फेट-मोरथूथु और 1 मिलीलीटर फॉर्मेल्डिहाइड से भरा होता है। जो 6 महीने तक खराब नहीं होता है।
नया शोध
केंद्रीय उर्वरक और समुद्री रसायन अनुसंधान संस्थान, भावनगर द्वारा तरल उर्वरक तैयार किया गया है। इससे उत्पादन में 25 फीसदी की बढ़ोतरी हुई है। प्याज, जीरा, मूंगफली, कपास जैसी कई फसलों में इसका उपयोग किया जा सकता है। मिट्टी के आवेदन और पौधों को मजबूत करने के लिए उपयोगी। गुजरात में 15 हजार टन ऐसी सेवा मिल सकती है। यह जैविक खेती के लिए एक अच्छा उर्वरक है। नुकसान को रोका जा सकता है, मिट्टी लंबे समय में बहुत लाभ पहुंचा सकती है। ऊना के पास सीमार, दीव, वेरावल, सोमनाथ, ओखा, द्वारका, जामनगर, सिक्का के तटों से भरपूर सरगासम शैवाल पाया जाता है।[:]