[:gj]કપાસ પર સતત ત્રીજું માવઠું, તુવેર અને કેસર કેરીને ભારે નુકસાન, કયા પાકને કેટલા ટકા નુકસાન થયું, વાંચો[:]

COTTON
COTTON

[:gj]Third consecutive Mawthu on cotton, Tuvar and Saffron mango severely damaged, crop suffered what percentage, read

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020

રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં કમોસમનો વરસાદ પડ્યો છે, ચોમાસું પૂરું થયા પછી સતત આ ત્રીજું માવઠું છે. 3 માવઠામાં સૌથી વધું નુકસાન મગફળી અને કપાસને થયું છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આખા ગુજરાતમાં થયેલા વિસ્તારમાં ખેડૂતોને સૌથી વધું નુકસાન ચણા, કપાસ, જીરું, ધાણા, તુવેર, ઈસબગુલ, ફૂલ, ફળને થયું છે. જે ખેડૂતોને ભારે દેવાદાર બનાવી શકે છે. કારણ કે તેના પર ખેડૂતને સરકારે વીમો ચાલુ વર્ષથી બંધ કરી દીધો છે. હવે મુખ્ય પ્રધાન સહાય યોજના છે. જેમાં સરકારે આ ખેડૂતોને તુરંત સહાય આપવી જોઈએ એવી માંગણી પણ ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં છે.

જે પાક પર ફૂલો આવ્યા હતા અને વરસાદ થયો તે પાકના ફુલો ખરી જતાં ઉત્પાદનમાં ભારે ઘટાડો થશે.

નુકસાનીનો અંદાજ અહીં આપવામાં આવ્યો છે. જે રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતોને મેસેજ મોકલીને તથા ફોન કરીને મેળવેલી વિગતો છે. જેતે પાક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલો હોય તેમાં કેટલું નુકસાન થશે તેની વિગતો મેળવીને આખા રાજ્ય સાથે તેની સરખામણી કરી છે. આ માત્ર અંદાજ છે. જે ખેડૂતોની કેવી તકલીફ ઊભી થઈ છે તે બતાવવા માટે છે. સરકાર પોતે આ માવઠાથી થયેલું નુકાસન અંગે સરવે કરશે નહીં. કરશે તો વળતર આપશે નહીં. તેથી ખેડૂતોની વેદના વધવાની છે.

કપાસની ત્રીજી વીણી હતી. જે તૈયાર થઈ ગઈ હતી. તેના તૈયાર રૂ પર પાણી પડવાથી તે પલળી ગયો છે. તેથી ખેડૂતોને કરોડો રૂપિયા ગુમાવવા પડ્યા છે. વળી ચણાનું આ વખતે વ્યાપક વાવેતર થયું છે. ચણા એક એવો પાક છે કે તેના છોડ પર ખાર હોવો જરૂરી છે. તેના પાન, ડાળથીઓ પરથી ખાર જો ધોવાઈ જાય તો તેનું ઉત્પાદન ઘણું ઓછું આવે છે.

દક્ષિણ ગુજરાતમાં વ્યાપક રીતે થતી તુવેરનો પાક સારો હતો. તેનું ફ્લાવરીંગ થયું હતું. તેના ફૂલ ખરી પડ્યા છે.

કેરીનો મોર એટલે કે ફૂલ આવી ગયા હતા. તેનું ફ્લાવરીંગ ખરી પડ્યું છે. તેથી ઉત્પાદનમાં મોટો ફટકો પડશે. કેળને બાદ કરતાં મોટા ભાગના બગીચાઓમાં ભારે નુકસાન છે.

જીરૂ, ઈસબગુલ, વરીયાળી અતિ સંવેદનશીલ પાકો છે. તેના છોડ પર ઝાંકળ કે વરસાદ પડે છે ત્યારે તેને મોટું નુકસાન થાય છે.

રૂ કપાસના છોડ પર પાકી ગયો છે. મજૂર મળતા નથી. વીણીનો કિલોનો 5-6 રૂપિયા ચાલે છે. પણ મધ્ય પ્રદેશ, દાહોદ, ગોધરાના મજૂરો કપાસ વીણના આવે છે તે કોરોનાના કારણે આવ્યા નથી.

મરી મસાચાનો પાક 7 લાખ હેક્ટરમાં છે. જેમાં 11 લાખ ટન ઉત્પાદન ધવાની સરકારની ધારણા હતી.

રાજ્ય ભરમાં વરસાદ થતાં ડિસેમ્બર 2020માં
ખેડૂતો સાથે વાત કર્યા પછી તેમણે પોતાના ખેતરમાં કેટલું નુકસાન થયું તેનો અંદાજ
વાવેતરઉત્પાદનઉત્પાદનમાં
પાકહેક્ટરટનનુકસાન %
हेक्टरमे.टननुकसान
ઘઉં10 લાખ40 લાખ5
જીરૂ4 લાખ4 લાખ25
ચણા7 લાખ8 લાખ45
ધાણા1.25 લાખ1.30 લાખ30
વરીયાળી52 હજાર1 લાખ20
ઈસબગુલ10 હજાર10 હજાર25
અજમો10 હજાર7 હજાર30
સુવા15 હજાર20 હજાર30
કપાસ22 લાખ82 લાખ20
ફૂલ10 હજાર1 લાખ30
ફળ (કૂલ)4.5 લાખ95 લાખ20
લસણ15 હજાર1 લાખ15
મરચા11 હજાર22 હજાર40
ડુંગળી45 હજાર12 લાખ30
બટાટા1.25 લાખ12 લાખ5
કેરી1.65 લાખ12 લાખ25
ચીકુ28 લાખ3 લાખ30
સંતરા50 હજાર6.50 લાખ22
બોર11 હજાર1.20 લાખ4
કેળા70 હજાર50 લાખ0
જામફળ14 હજાર2 લાખ10
દાડમ44 હજાર7 લાખ15
કાજુ7 હજાર7 હજાર10
પપૈયા18 હજાર11 લાખ12
તુવેર2.13 લાખ2.50 લાખ50
શાકભાજી1.50 લાખ
ઘાસચારો5 લાખ
કઠોળ50 હજાર
ધાન્ય11 લાખ
જુવાર10500
મકાઈ72600
અન્યધાન્ય10000
રાઈ2 લાખ
શેરડી2લાખ
તમાકુ1 લાખ

[:]