[:gj]લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવાઓને છૂટ મળી[:en]This will also ensure uninterrupted harvesting of crops[:]

[:gj]નવી દિલ્હી, 28-03-2020

કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવામાં સંકળાયેલા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે, તેમને છૂટછાટ આપવામાં આવી છે.
લૉકડાઉનનો અમલ થયા પછી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર સતત નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને જાણવા મળ્યું કે, લણણીમાં ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને સાથે સાથે બજારો સુધી ઉપજ પહોંચાડવામાં પણ ખેડૂતોને સવલતો મળી રહેવી જોઇએ. આ સંબંધે ખેડૂતો સાથે તેમના કેટલાક સંગઠનોએ કરેલી માંગને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો અનુસાર, કેન્દ્ર સરકારે ગંભીરતાથી અને સહાનુભૂતિપૂર્વક તાત્કાલિક આ દિશામાં વિચાર કર્યો અને બાદમાં ખેડૂતો તેમજ સંબંધિત લોકોના હિતમાં વ્યવહારુ નિર્ણયો લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કોરોના વાયરસનો સામનો કરવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન અંગે 24 અને 25 માર્ચ 2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ નંબર 40-3/2020-DM-l(A)ને અનુલક્ષીને, રાષ્ટ્રીય કારોબારી સમીતિના અધ્યક્ષ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમની ધારા 10(2)(l) અંતર્ગત પ્રાપ્ત સત્તા અનુસાર દિશાનિર્દેશો સંબંધે હવે બીજું પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ પરિશિષ્ટમાં 21 દિવસના લૉકડાઉન સંબંધે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અંતર્ગત ખેતીવાડી અને સંબંધિત ચીજવસ્તુઓ, સેવાઓ અને કામગીરીઓને આવશ્યક છૂટ આપીને વધારાની શ્રેણીમાં તેને રાખવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયના બીજા પરિશિષ્ટ અનુસાર: 1. કૃષિ ઉત્પાદનોની ખરીદી સંબંધિત સંસ્થાઓ અને લઘુતમ ટેકાના ભાવ સંબંધિત કાર્યો, 2. કૃષિ ઉત્પાદન બજાર સમીતિ અને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત મંડળીઓ, 3. ખાતરની દુકાનો, ખેડૂતો અને કૃષિ શ્રમિકો દ્વારા ખેતરમાં કરવામાં આવતા કાર્યો, કૃષિ ઉપકરણોની ઉપલબ્ધતા માટે કસ્ટમ હાયરિંગ કેન્દ્રો (CHC) અને 4. ખાતર, જંતુનાશક, બીજના નિર્માણ અને પેકેજિંગ એકમો, પાક લણવા અને વાવેતર સંબંધિત કૃષિ અને બાગાયતમાં ઉપયોગમાં લેવાતા યંત્રોની આંતરરાજ્ય હેરફેર માટે છૂટ આપવામાં આવી છે.
આ નિર્ણય કૃષિ સંબંધિત કાર્યો, કોઇપણ અડચણ વગર સમયસર પાર પડે તે માટે લેવામાં આવ્યા છે જેથી મુશ્કેલીના આ સમયમાં લૉકડાઉન દરમિયાન પણ દેશની જનતાને ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવી શકાય અને ખેડૂતો તેમજ સામાન્ય જનતાને કોઇપણ પ્રકારે પરેશાની થાય નહીં. આ આદેશનું ચુસ્ત પાલન કરવા માટે ભારત સરકારના સંબંધિત મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓને નિર્દેશો આપવામાં આવ્યા છે.[:en]Delhi, 28 MAR 2020
Government has granted relaxation in the nationwide lockdown for activities related to agriculture-farming and allied activities with a view to address problems being faced by the farming community. This will also ensure uninterrupted harvesting of crops. In this regard the Union Minister for Agriculture & Farmers Welfare, Rural Development and Panchayati Raj,

Shri Tomar has been constantly monitoring issues related to the farmers ever since the lockdown was enforced. He was apprised of the difficulties the farmers could face in the harvesting of their crops and transporting foodgrains to the mandis. Keeping in view the demands of farmers and concerned organisations and at the directions of the Prime Minister, the Union Government urgently considered and sympathetically examined the issue, following which a practical solution was arrived at in the interest of farmers and related communities.

The Union Home Ministry has issued second Addendum to the Guidelines related to the nationwide lockdown issued vide its Order No.40-3/2020-DM-I(A) dated 24th & 25th March, 2020 in exercise of the powers conferred under Section 10(2)(I) of the Disaster Management Act with the Chairperson, National Executive Committee. Under this Addendum, activities related to Agriculture and related products, services and such other activities have been brought under the exception categories from the 21 day lockdown. This will also allow unhindered harvesting of crops. The Agriculture Minister has complimented the Prime Minister and Union Home Minister for the exception granted to agriculture and allied activities.

Under the 2nd Addendum issued by the Union Home Ministry the following categories have been exempted from the lockdown:

Agencies engaged in procurement of agriculture products, including MSP operations;
‘Mandis’ operated by the Agriculture Produce Market Committee or as notified by the State Government;
Farming operations by farmers and farm workers in the field;
‘Custom Hiring Centres (CHC)’ related to farm machinery;
Manufacturing and packaging units of fertilisers, pesticides and seed; &
Intra and Inter-State movement of harvesting and sowing related machines like combined harvester and other agriculture/horticulture implements
This decision has been taken with a view to facilitate unhindered activities related to agriculture and farming so as to ensure essential supplies to the common man and that the farmers and common people do not face any difficulty during the lockdown. Government of India has issued necessary directions to the concerned Ministries/Departments and designated officials of the States and UTs.[:]