[:gj]વાયુ પર કામ કરતી વનઔષધિઓ [:]

[:gj]વાયુ પર કામ કરતી વનઔષધિઓ

#બલા/ખરેટી

ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે.

તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વનસ્પતિ છે. તે નવેમ્બર-ડિસેમ્બર માસ સુધી સફેદ કે આછાં ગુલાબી પુષ્પો ધરાવે છે. પર્ણના કક્ષમાંથી સમૂહમાં પુષ્પો ઉદભવે છે અને દરેક પુષ્પ બે નિપત્રો ધરાવે છે. વજ્રપત્રો-5, દીર્ઘ લંબગોળ; દલપુંજ નિવાપાકાર; પુંકેસરો-5, બીજાશય દ્વિકોટરીય, અંડકો-4, પરાગ-વાહિની-2 મુક્ત; પ્રાવર અંડાકાર વગેરે આ વનસ્પતિનાં લક્ષણો છે.

આયુર્વેદિક ર્દષ્ટિએ તે પોષણવર્ધક, જઠરની સક્રિયતા વધારનાર અને જાતીયતા-ઉત્તેજક છે. ઢોર તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

બલા ચોમાસામાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ સર્વત્ર ઊગી નીકળે છે. ઔષધ ઉપચારમાં આ બલાનાં બીજ અને મૂળનો અધિક ઉપયોગ થાય છે.
->બલા સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ત્રિદોષનાશક, બળપ્રદ, પુષ્ટિકર, ઓજવર્ધક, ગર્ભસ્થાપક તથા ઉદરવાયુ, પક્ષાઘાત, અડદિયો વા, સંધિવા વગેરે વાયુના વિકારો, સંગ્રહણી, હૃદયની નબળાઈ, સોજા અને તાવનાશક છે.
->તેનાં બીજ સ્વાદમાં મધુર અને તૂરા, શીતળ, પચવામાં ભારે, કામોત્તેજક, સ્તંભક તથા શ્વાસ, શ્વેતપ્રદર અને મૂત્રાધિક્ય મટાડનાર છે.
->અવબાહુક રોગમાં કોઈ પણ એક હાથ જકડાઈ જાય છે અને ઊંચકી પણ શકાતો નથી. એક મહિના સુધી બલાના મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને બલાતેલનું માલિશ કરવાથી આ રોગમાં સારો ફાયદો થાય છે.
->બલાના મૂળમાં ઈફ્રેડ્રીન નામનું તત્ત્વ રહેલું છે. એટલે દમના દર્દીઓ રોજ બલાના મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો તમને ઘણી રાહત અનુભવાશે.
->સંધિવા, લકવો, કમરનો દુખાવો, કંપવા વગેરે બધા જ પ્રકારના વાયુના વિકારો પણ મટે છે.
->બલાના મૂળ સ્ત્રીઓને જેમાં સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદર રોગનું પણ ઉત્તમ ઔષધ છે.

શંખપુષ્‍પી
સૌરાષ્‍ટ્રમાં શંખાવલી (શંખપુષ્‍પી, શંખાહુલી) નામની મગજશક્તિવર્ધક વનસ્પતિનાં છોડ અનેક સ્થળે ખાસ કરી ચોમાસા પછી ઉગી નીકળેલ જોવા મળે છે. ઘણી જગ્યાએ તે બારે માસ જોવા મળે છે. તેના છોડ ૨ થી ૬ ઈંચ ઊંચા વધી જાય પછી તેની શાખાઓ જમીન પર પથરાય છે. કદીક આ શાખાઓ ૪ થી ૬ ફુટ લાંબી થાય છે. તેની ડાળીઓ પાતળી સુતળી જેવી અને પાન બહુ જ નાના અર્ધા થી દોઢ ઈંચ લાંબા અને પા થી અર્ધો ઈંચ પહોળા હોય છે. પાનની બંને સપાટી પર સુંવાળા ધોળા વાળની રૂંછાળ હોય છે. પાનના ટેરવા બુઠ્ઠા હોય છે. તેની પર સફેદ કે ઘેરા ગુલાબી રંગના રકાબી જેવાં ગોળ, ઘંટાકૃતિના અને સવારે ઉઘડતા ફૂલ થાય છે. તેની ત્રીજી જાત શ્યામ કે ભૂરી અથવા કાળા રંગના ફૂલોવાળી થાય છે. જેને વૈદ્યો નીલપુષ્‍પી કે લઘુ વિષ્‍ણુક્રાન્તા કહે છે.
ગુણધર્મો :
શંખાવલી કડવી, તૂરી, ઠંડી, વાયુ અને પિત્તશામક, મેઘાશક્તિવર્ધક, રસાયન, અવાજ સુધારનારી, વશીકરણ સિદ્ધ દેનારી, મળ-મૂત્ર સારક, પુષ્ટિ-વીર્ય વર્ધક, મનના રોગો મટાડનારી, યાદશક્તિ, વર્ણકાન્તિ, બળ અને જઠરાગ્નિવર્ધક અને ખાંસી, પિત્ત, વાયુ, વિષ, વાઈ (ફેફરું), કોઢ તથા કૃમિ મટાડનારી છે. શંખાવલી, મેઘાવર્ધક, આયુસ્થાપક, માંગલ્યપ્રદ અને સર્વ ઉપદ્રવનાશક તથા સો વર્ષ જીવાડનારી છે. ચિકિત્સાકાર્યમાં સફેદ પુષ્‍પોવાળી ઉત્તમ ગુણકારી છે, જે સૌરાષ્‍ટ્રમાં થાય છે. સફેદ પુષ્‍પની શંખાવલી વાયુ-પિત્તશામક છે. જ્યારે શ્યામ પુષ્‍પની (વિષ્‍ણુક્રાન્તા) કફ-વાતદોષ શામક છે. માનસિક દર્દોની તમામ દવાઓમાં શંખાવલી અવશ્ય વપરાય છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ગાંડપણ તથા વાઈ (ફેફરું) : શંખાવલીના ૨૫ ગ્રામ રસમાં કોઠાનું ૨ ગ્રામ ચૂર્ણ અને મધ ૧-૨ ચમચી નાંખી રોજ બે વાર પીવું.
(૨) કફ-વાયુની ઉલટી : શંખાવલીનો રસ કે તેનાં ચૂર્ણમાં જરીક મરી ચૂર્ણ નાંખી, મધ નાંખી વારંવાર પીવું.
(૩) ત્રિદોષથી થયેલ ઉદર રોગ : શંખાવલી રસમાં સિદ્ધ કરેલું ઘી રોજ પાવું.
(૪) મેઘા (શાસ્ત્રો સમજી શકવાની શક્તિ) અને બુદ્ધિ વધારવા માટે : શંખાવલીનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ મધમાં ચાટી ઉપરથી દુધ પીવું. બધી મેદ્ય દવાઓમાં શંખાવલી ઉત્તમ છે.
(૫) નસકોરી વાટે કે મુખથી લોહી પડવું : કાળા ફૂલની શંખાવલીનું ચૂર્ણ સાકર સાથે ખાઈ, ઉપરથી દૂધ પીવું. ખોરાક મીઠા-મરચા-રહિત સાત્વિક-સાદો રાખવો.
(૬) ગાંડપણ-ચિત્તભ્રમ, હિસ્ટીરીયા : શંખાવલીનો રસ કે તેનું ચૂર્ણ ૩ ગ્રામ, ઉપલેટ (કઠ)નું ચૂર્ણ ૨ ગ્રામ અને વજ ૧ ગ્રામ રોજ મધ સાથે સવાર-સાંજ લાંબો સમય લેવું.
(૭) યાદશક્તિ વધારવા : શંખાવલીના પાનનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ જેટલું સાકરવાળા દૂધમાં સવારે-રાતે ૫-૬ માસ લેવું. તેથી ખૂબ લાભ થશે.

લીંબુ

લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને
ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.
=>લીંબુ તીક્ષ્ણ વાયુનાશક, આહાર પચાવનાર, ભુખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમીઓનો નાશ કરનાર છે. તે ઉલટી, પીત્ત, આમવાત, અગ્નીમાંદ્ય, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દુર કરે છે.
=>લીંબુ પેશાબ વાટે યુરીક એસીડનો નીકાલ કરે છે.
=>લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે.
=>યકૃતની શુદ્ધી માટે લીંબુ અકસીર છે.
=>અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે.
=>લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે.
=>લીંબુનાં સેવનથી પીત્ત શાંત થાય છે.
=>લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે.
=>લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય.
=>લીંબુના ફાડીયા પર નમક, જીરુ, કાળાં મરી, સુંઠ અને અજમાનું બારીક ચુર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પુર્વે ધીમે ધીમે ચુસવું. એનાથી રુચી ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે.
=>લીંબુમાં વીટામીન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે.
=>લીંબુ આલ્કલાઈન હોવાથી એસીડીટીમાં ઉત્તમ ગુણકારક છે.
=>લીંબુના છોતરામાં વધુ પ્રમાણમાં પોષક તત્વ મળી આવે છે, જેમાં ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરવા, કોલેસ્ટ્રોલને સામાન્ય કરવા અને કેન્સરને વધતો અટકાવવાની ક્ષમતા પણ હોય છે.
=>લીંબુના છોતરામાં એન્ટી માઈક્રોબીએલ ઈફેક્ટ ખુબ વધુ હોય છે અને તે બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેકશન થી બચાવ કરે છે. લીંબુ દરેક ડીટોક્સ વિધિ નો એક જરૂરી ભાગ છે, પછી ભલે આપણે આ લીંબુ પાણીની જેમ કે લીંબુનીં ચા બનાવીને ઉપયોગ કરીએ

વાવડીંગ (Embelia ribes )

વાવડીંગનો છોડ પાંચ ફૂટ જેટલો વધે છે. વાવડિંગ એક વિશાળ જાડી ક્ષુપ આકારની વેલ છે.
તેના પાન પાંચ આંગળ લાંબા તથા ત્રણ આંગળ પહોળા હોય છે.
તેનાં પર આવતાં ફળના ગુચ્છનને વાવડીંગ કહે છે
.વાવડીંગ કૃમીનાશક હોવાથી બાળકોમા વધારે વપરાય છે .
=>વાવડીંગ તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે.
=>વાવડીંગ શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે.
=>વાવડીંગ ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર,
લોહીની શુદ્ધી કરનાર અને રસાયન છે. એનાથી ભુખ સારી લાગે છે,
આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે.
=>એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
=>આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી
સવાર-સાંજ પીવાથી અગ્નીમાંદ્ય, અરુચી, ઉબકા, ઉલટી, અપચો, આફરો,
પેટમાં વાયુ ભરાવો, ઉદરશુળ, મોળ આવવી વગેરેમાં ઉત્તમ લાભ થાય છે.
=>સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.

ચારોળી/ચારોલી, (Buchanania lanzan)

ચારોળી/ચારોલીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે .તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે .ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.ફળ ગુલાબી લાલ નાનાં ફાલસાજેવા હોય છે .બોરની જેમ તે ખવાય છે જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
બીજના કડક પડમાં રહેલ ચપટા, થોડા પોચા દાણા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદમાં જરાતરા બદામ જેવી ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે.
આનું ઉત્પાદન સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં, થાય છે.
=>ચારોળી વાયુનાશક, બળવર્ધક, વીર્યવર્ધક, મધુર, પૌષ્ટીક, કામશક્તી વધારનાર તથા વાયુ અને પીત્તનો નાશ કરનાર છે.
=>રક્તપીત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દુધ પીવું
=>ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
=>ચારોળી પીત્ત, કફ તથા લોહીના બગાડને મટાડે છે .
=>કામ કરીને થાક્યા હો તો અડધાથી એક ચમચી ચારોળીનો ભુકો એટલી જ સાકર એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દુર થાય છે.
=>ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે.

અળવી (કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા)

બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં
મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે.
આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને
સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે:
રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે.
કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે.
અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે.
અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે.
અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.
આયુર્વેદીક મત અનુસાર શીતળ, અગ્નિપ્રદિપક , બળની વૃદ્ધિ કરવા વાળી અને સ્ત્રિઓ માટે
સ્તનોમાં દૂધ વધારનાર ખોરાક છે.
કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.
અળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી સે પેશાબની બળતરા મટે છે.
અળવીના પાનની દાંડીઓ બાળી તેની રાખ તેલમાં મેળવી લગાવતા ફોડી ફોડા મટે છે.
હિલાઓના દૂધની વૃદ્ધિ
અળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું ઓઓધ વધે છે
રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.
અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે.
અળવીનું શાક રોજ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે

અગથિયો :(Sesbane)

અગથિયો પાણી વાળી જમીનમા તેમના ઝાડ પુષ્કળ ઝડપથી વધે છે અને 15 થી 30 મીટર ઊઁચા જાય છે .
એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે.
=>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે.
એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે.
=>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે.
=>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે
. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે.
=>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.
=>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.
=>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે.
=>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે.
=>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય.
=>પાન નાં રસમા ઘી મિક્સ કરી તે ગાયના દૂધ મા એક ચમસી નાખી પીવાથી રતઆંધળા પણુ અને
અન્ય આંખની તકલીપ દૂર થાય.

જીવંતી ડોડી/ખરખોડી ( Leptadenia Reticulata)
જીવંતી ડોડી , ખરખોડી……
( Leptadenia Reticulata ) અનેક રીતે ઉપયોગી
પ્રાચીન કાળથી શાક બનાવવામાં ડોડીનો ઉપયોગ થાય છે. ડોડી ના વેલા જૂઈના વેલા જેવા થાય છે. તેના વેલા આપમેળે ઊગીને પાસેના વૃક્ષ પર ફેલાઈ જાય છે. ડોડીએ વરસાદની ઋતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ ને વધનારી, વધારે પાનવાળી વેલ છે.આને બીજ આને કટીંગથી પણ વાવી શકાય ..જૂન જુલાઈ મા બીજ વાવણી સમય.
ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ડોડીના ફળને ડોડાં કહે છે. ડોડાને તોડવાથી પીળા રંગનો દૂધ જેવો રસ નીકળે છે. શિયાળામાં ડોડીના વેલા પર ડોડાં બેસે છે. કૂણાં ડોડાનું શાક અને કઢી થાય છે. એમનાપાન સવારે પાંચ ચાવીને ખાવાથી આંખોને ફાયદો કરે નંબર મા પણ ફાયદો થાય

– ડોડી સાથે અશ્વગંધા, શુદ્ધ કૌંચા અને શતાવરી સરખે ભાગે મેળવી આ ચૂર્ણ ઉપયોગમાં લેવાથી જાતીય નબળાઈ દૂર થાય છે.

-ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી આંખોની બીમારીઓમાં રાહત મળે છે અને તે આંખને ઠંડક પણ આપે છે. ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું દૂર થાય છે.

-ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકા ની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રી ના કોઠાની ગરમી દૂર કરે છે.

-ડોડી સ્વાદમાં મીઠી, ગુણમાં ઠંડી, પચવામાં પણ મીઠી અને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષને દૂર કરે છે. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. ડોડી વિટામીન એ થી ભરપૂર છે. ડોડીનાં પાન, મૂળ, ફળ અને ફૂલ ઔષધિના ઉપયોગમાં આવે છે. કાયમ ખાવાથી રતાંધળાપણું ઓછું થાય છે. તાવમાં બળતરા થતી હોય ત્યારે ડોડીનાં મૂળિયાંનો ઉકાળો કરીને પીવો જોઈએ. આથી બળતરા ઓછી થાય છે.

હવે એમ થાય કે આ મળે ક્યાં તો

મિત્રો, અવાજ આયુર્વેદ પ્લાન્ટના બીજ આને ગુણ વિશે માહિતી મેળવવા માટે વંદે વસુંધરા બીજ બેંક સાથે જોડાય રહો વિવિધ ઔષધિ વનસ્પતિ પરીચય અને ઉપયોગી માહિતી તમને દરરોજ મળતી રહે

અમુક પ્રકાર ના ઔષધિ ચૂર્ણ વંદે વસુંધરા બીજ બેંક પણ બનાવે છે ..એ માટે પણ ઉપર ના વૉટ્સએપ નંબર પર સંપર્ક કરી શકો

રામફળ

=>એક મીઠું ફળ છે. તેનું ઝાડ મધ્યમ ઊંચાઈનું હોય છે. રામફળના વૃક્ષનાં પાંદડા જામફળનાં પાન જેવા હોય છે.
ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે
. રામફળ એ સીતાફળની જાતીનું છે
ખાવામાં અતિશય સ્વાદિષ્ટ
તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ
ફળ પાકતું હોઈ તેને રણફળ અગર જંગલી ફળ કહે છે. તે ‘રાનફળ’ ઉપરથી ‘રામફળ’ નામ થઈ ગયું છે.
કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ, મે માસમાં રામફળ મળે તો ખાજો.
રામફળ સ્વાદમાં મધુર હોય છે,
=>એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી,
દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.
=>રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી
નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.
=>રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.
=>રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.
=>લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.
=>માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.
=>મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.

જાવંત્રી/જાયપત્રી

લીલાં જાયફળના કોચલાની સૂકવેલી પતરી છે. જાયફળ પાકે ત્યારે તેની ઉપરની છાલ ફાટી જાય છે
અને અંદરના બીને વીંટાઈ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે.
તે છાલને જ જાવંત્રી કહે છે. જાવંત્રી મસાલામાં વપરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે.
જાવંત્રીમાં સુગંધવાળું તેલ ૮ % પ્રમાણમાં હોય છે. તે સિવાય એક ચીકણો રોગાન પણ હોય છે.
જાવંત્રી તેજાના તરીકે પણ વપરાય છે.
આયુર્વેદિક મત અનુસાર જાવંત્રી તીખી, કડવી, મુખને સ્વચ્છ કરનારી, વર્ણકારક, દીપન, લઘુ, કાંતિકારક,
રુચિકર, ઉષ્ણ અને કફઘ્ન મનાય છે. તે અંગની જડતા, કફ, રક્તદોષ, દમ, ઉધરસ, ઊલટી, તૃષા, વિષ,
વાયુ તથા કૃમિ મટાડનાર મનાય છે. તે અજીર્ણ, આફરો, ચૂંક તથા ઊલટી ઉપર ઔષધ તરીકે વપરાય છે.

વનસ્પતિના પરીચય :કાચકા
#કાચકા/કાકશિયા (caesalpinia crista)
કાંચકા: ખેતરની વાડ કરવા ખેડુતો તેને ઉછેરે છે. કારણ કે તેની વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે.આયુર્વેદીય ઔષધો વેચતા વેપારીને ત્યાં મળે છે.

#ગુણ
કાચકા કડવા, તુરા, ઉષ્ણ અને શોધક છે તથા કફ-પીત્તના હરસ, શુળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમી, રક્તસ્રાવી મસા, વાતાર્શ અને રક્તદોષોનો નાશ કરે છે.

#ઉપયોગ:
->કાચકાને શેકી તેનું ઉપરનું છોતરું કાઢી નાખી અંદરના સફેદ બીજ કાઢી, તેને ખુબ ખાંડી બનાવેલ બારીક ચુર્ણ પા ચમચી, એટલું જ અજમાનું ચુર્ણ અને ત્રણથી ચાર કાળાં મરી રોજ સવારે અથવા રાત્રે લેવાથી પેટના કૃમી, જુનો અને વારંવાર થતો મરડો, ઉદરશુળ, કાચા-પાકા ઝાડા, પેટનો વાયુ-આફરો, પેટનું ભારેપણું-જડતા, અપચો વગેરે મટે છે.

->કાચકાનું ચુર્ણ અડધી ચમચી અને કુંવારપાઠાનો ગર અડધી ચમચી રોજ રાત્રે લેવાથી મોટા ભાગના પેટના રોગો મટે છે.

-> મીંજનું પા ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી અથવા અજમો, સંચળ અને કાચકાની મીંજનું સમાન ભાગે બનાવેલું વસ્ત્રગાળ ચુર્ણ પા ચમચી રોજ સવારે સાત-આઠ દીવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના કૃમી દુર થાય છે, ભુખ સારી લાગે છે, ગૅસ મટે છે, મળ સાફ ઉતરે છે, પેટનું શુળ, આંકડી મટે છે, તથા જીર્ણજ્વર-ઝીણો તાવ દુર થાય છે. બે મહીના પછી નવું ચુર્ણ બનાવી લેવું જોઈએ.[:]