[:gj]ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ? [:]

[:gj]અમદાવાદ, 24 માર્ચ 2023

નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. તે આપણા સમાજ અને દેશની જડો માટે ઉધઈની જેમ કામ કરે છે.

2014 થી ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. નશીલા પદાર્થોની દાણચોરી પર લગામ લગાવીને યુવા પેઢીને બચાવવાની છે. પણ મોદી રાજમાં ઝીરો ટોલરંસના બદલે ખર્ચો રૂપિયાના નશીલા પદાર્થો ઝડપાયા છે. જેને હવે સળગાવી નાંખવામાં આવી રહ્યાં છે. જે ખરેખર તો દેશમાં જીવન આવશ્યક દવા બનાવતી કંપનીઓને વેચીને લાખો કરોડો રૂપિયા બચાવવા જોઈએ.

કર્ણાટકના બેંગલુરુમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદ મળશે.  આ કોન્ફરન્સમાં 5 દક્ષિણ રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 24 માર્ચ 2023ની બેઠક દરમિયાન 1,235 કરોડ રૂપિયાની કિંમતની 9,298 કિલોગ્રામ જપ્ત કરાયેલી ડ્રગ્સના નાશની પણ દેખરેખ રાખશે.

નશામુક્ત ભારત બનાવવા માટે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. 01મી જૂન, 2022થી શરૂ થયેલા 75 દિવસના અભિયાન દરમિયાન 75,000 કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, કુલ 5,94,620 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત 8,409 કરોડ રૂપિયામાંનું છે. જે અત્યાર સુધીમાં નાશ કરાયો છે. નાશ કરાયેલા કુલ ડ્રગ્સમાંથી 3,138 કરોડ રૂપિયાની કિંમતની 1,29,363 કિલોગ્રામ જપ્ત કરાયેલી ડ્રગ્સનો એકલા NCB દ્વારા નાશ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સની દાણચોરીનો મુદ્દો કેન્દ્ર કે રાજ્યનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રીય મુદ્દો છે.

અફીણની ખેતી કરતા વિસ્તારોની ઓળખ અને નિયંત્રણ માટે ડ્રોન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેટેલાઇટ મેપિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી. ડ્રગ્સના કેસોની તેના સ્ત્રોતથી લઈને ગંતવ્ય સુધી તેના સમગ્ર નેટવર્ક પર કડક કાર્યવાહી કરવા માટે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. પણ ગુજરાતમાં થતી નથી.

બેઈલ કંપનનું રહસ્ય

ગુજરાત રાજયમાંથી ઝડપાયેલાં 732 કરોડ રૂપિયા ઉપરાંતની કિમંતના 5500 કીલો ઉપરાંતના ડ્રગ્સનો અંકલેશ્વરની બેઇલ કંપનીમાં 5 મહિના પહેલા નવેમ્બર 2022માં નાશ કરવામાં આવ્યો હતો. અગાઉ જુન 2022માં કંપની ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડેલાં આશરે 42 હજાર કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો. આ કંપનીમાંથી આટલો મોટો જથ્થો સતત પકડાયો છે છતાં આ પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી જોડાયાં હતાં.

અદાણી બંદરનું પોત

2021 દરમિયાનના મુખ્ય કેસોમાં મુન્દ્રા પોર્ટ પરથી આશરે 3000 કિલો હેરોઈન, ન્હાવા શેવામાંથી 300 કિલો હેરોઈન અને તુતીકોરીનમાંથી 300 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2021માં પકડાયેલા 3,000 કિલો હેરોઈન એ ભારતમાં નહીં વિશ્વમાં અત્યાર સુધીની સૌથી વધુ હેરોઈનની જપ્તી છે. એપ્રિલ 2021માં કરવામાં આવેલ 300 કિલો કોકેઈનની જપ્તી દેશમાં અત્યાર સુધીની સૌથી વધુ કોકેઈનની જપ્તી છે. વર્ષ 2022 દરમિયાન ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પર 52 કિલો કોકેઈન, કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઈન અને પીપાવાવ પોર્ટ પરથી 396 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. કચ્છના અદાણી બંદર પરથી લાકડીયામાં ઝડપાયેલા 3 હજાર કિલોના રૂ. 21 હજાર કરોડના જથ્થાનો નાશ 10 મહિના પહેલા કરાયો હતો. 2021માં મુન્દ્રાના અદાણી બંદર પરથી ઝડપાયેલા 3 ટન ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો હતો. ચાર કલાક પ્રક્રિયા હતી. જે કચ્છની લાકડીયા પંચાયતની હદમાં આવેલી કચરા નિકાલ કરતી સૌરાષ્ટ્ર એનવાઇરો એકમ ખાતે કંડલા અને ગાંધીધામથી કન્ટેનર મારફતે લવાયો હતો. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના વર્ચ્યુઅલી નિરીક્ષણ હેઠળ કામગીરી પાર પડવાના હતા. જેમાં દેશની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વિભાગના CGST અને કસ્ટમ ફિલ્ડ ફારમેટ દ્વારા ડ્રગ્સ ડિસ્ટ્રક્શન દિવસ હેઠળ દેશના વિવિધ 16 જેટલા સ્થળોએ ઝડપાયેલા ડ્રગ્સના પાઉડર, ટેબ્લેટ અને લિક્વિડ સહિતના જથ્થો ખતમ કરાયો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. હવે ડ્રગ્સનો ગઢ ગણાય છે.

દિલ્હી

21 ડિસેમ્બર 2022માં દિલ્હીમાં 2372 કિલો ગાંજા, 26 કિલો ચરસ, 204 ગ્રામ કોકેઈન, 213 કિલો હેરોઈન અને સ્મેક, 238 કિલો સાઈકોટ્રોપિક સબસ્ટન્સ અને એડ્ડિસો કેએનની 32 કિલો ટેબલેટનો નાશ કરવામાં આવ્યો હતો.

ગુજરાત

30 જુલાઈ 2022માં દેશમાં ચાર જગ્યાએ 30 હજાર કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ કાર્યવાહીના ભાગરૂપે દિલ્હીમાં 19,320 કિલો, ચેન્નાઇમાં 1,309 કિલો, ગુવાહાટીમાં 6,761 કિલો અને કોલકાતામાં 6,761 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ 1 જૂને ડ્રગ બ્લાસ્ટિંગ ઓપરેશન શરૂ કર્યું હતું અને 29 જુલાઈ સુધી 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા

ગુજરાત ATSએ વડોદરાના સાવલી પાસેની એક ફેક્ટરીમાં 200 કિલો રૂ.1 હજારનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું. આ રેકેટના તાર શોધવા માટે ગુજરાતી ATS તપાસ કરી પણ તાર મળ્યા નથી.

ગાંધીનગર

ગાંધીનગરમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક બેઠક વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દાદરાનગર હવેલી અને દીવ-દમણના મુખ્યમંત્રી કે પ્રશાસક હાજરીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં રુ. 632.68 કરોડની કિંમતની કુલ 12,438.96 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

 

અગાઉ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો

30 જુલાઇ 2022ના રોજ ચંદીગઢમાં નશીલી દવાઓની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા કોન્ફરન્સ વખતે અમિત શાહની દેખરેખ હેઠળ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કર્યો હતો.

 

ગુજરાત

ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો.

રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને રોકીને, દોઢ વર્ષમાં 5300 કરોડનું ડ્રગ્સ સરકારે પકડીને યુવાનોની જિંદગી ધૂળ-ધાણી થતી અટકાવી છે. ગત વર્ષમાં ગુજરાત સરકારે 800 વિદ્યાર્થીઓને ડ્રગ્સ લેતા પકડ્યા છે.

 

સજા કેમ નહીં

ગયા વર્ષ કરતા 11 ગણું ડ્રગ્સ પકડાયું.

2022માં વિધાનસભામાં આપેલ આંકડા કરતા વર્ષ 2023માં ગુજરાત રાજ્યમાં 11 ગણું વધુ ડ્રગ્સ પકડાયું. ગુજરાત વિધાનસભા પ્રમાણે વર્ષ 2022ના બે વર્ષમાં 3700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું.2023ના બે વર્ષમાં વધીને 4058 કરોડનું ડ્રગ્સ પકડાયું.

છેલ્લે એક વર્ષમાં રૂ. 3687કરોડનું ડ્રગ્સ પકડાયું છે.

ડ્રગ્સ અને નશીલા પદાર્થ ના ગુના માં સજા અપાવવા નો દર (કનવિકસન રેટ) ૨.૬૬% થી ઘટી 1% થયો ને ગુના નોંધાયા તે બમણા થયા.

1.70 લાખ કરોડના વિશ્વના સૌથી મોટા ડ્રગ્ઝ કૌભાંડ ગુજરાતના એક બંદર પરથી થયા હોવાનો આરોપ કોંગ્રેસે અગાઉ મૂકેલો છે.

21 હજાર કરોડના હેરોઈન પકડાયા બાદ ગુજરાતમાં 2018માં 150 ગુના સામે 4 ગુનામાં સજા થઈ હતી.

2019માં 289 ગુના સામે 3 ગુનામાં સજા થઈ હતી.

2020માં 308 ગુના સામે 4 ગુનામાં સજા થઈ હતી.

જે દર્શાવે છે ગુના નોંધાવાનો દર બમણો થયો છે અને સજા દર 2.5% થી ઘટી અને 1% થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દેશમાં ડ્રગ્સ અને નાર્કોટિક્સના ગુનામાં સજા દર 77.9% છે. ગુજરાતમાં ખુબ ઓછો છે.

 

ભારતમાં 1 લાખ એકરમાં સરકારની મંજૂરીથી ખેતી થાય છે.

 

હેરોઈન બનાવવા માટે ફાર્મા કંપનીઓમાં અને ડાઈ બનાવવામાં ભારતમાં 2003માં 45 હજાર મેટ્રિક ટન એનહાઈડ્રેઈડ વપરાતું હતું. આજે 20 વર્ષ પછી 3 ગણું હોઈ શકે છે.

સુરજેવાલાએ પૂછ્યું, 1,75,000 કરોડ રૂપિયાની કિંમતની 25,000 કિલો હેરોઈન ડ્રગ્સ ક્યાં ગઈ?

દિલ્હીની એક ફાર્મા કંપની મહિને 22 લાખ લિટર કફ સિરપ બનાવે છે. 10 કરોડ ટેબલેટ બનાવે છે.

 

https://dor.gov.in/narcotic-drugs-psychotropic

 

ભારતમાં 10 લાખ કરોડનો ડ્રગ્સ કારોબાર, વિશ્વમાં રાજકીય પક્ષોને વર્ષો સુધી સત્તામાં રાખશે

 

ભારતમાં 30 મિલિયન લોકો ડ્રગ્સ અને ગાંજાના વ્યસની છે. ભાજપ સરકાર આવ્યા બાદ ડ્રગ્સના વેપારમાં 700 ટકાનો વધારો થયો છે. ધરપકડના બનાવો પણ વધ્યા છે.

 

AIIMS દ્વારા 2019 ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 2.8% વસ્તી ડ્રગ્સ લે છે. લગભગ 30 મિલિયન લોકો કોઈને કોઈ સ્વરૂપે કેનાબીસ પ્લાન્ટનો ઉપયોગ કરે છે. 5% પુરુષો અને 0.6% સ્ત્રીઓ તેનું સેવન કરે છે.

 

ભારતમાં 4 વર્ષમાં સત્તાવાર રીતે 7 લાખ કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે. જે પકડાય છે તે માત્ર 1 થી 10 ટકા છે. 4 વર્ષમાં પકડાયેલો જથ્થો 60 લાખ કિલો હોઈ શકે છે.

 

4 વર્ષમાં 550 ટકા વૃદ્ધિ થઈ છે. મોદી આવ્યા બાદ 2022 સુધીમાં તેમાં 700 ટકાનો વધારો થયો હોવાનું માનવામાં આવે છે.

 

ગૌતમ અદાણીના ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડના હેરોઈનની રિકવરી એ વિશ્વની મોટી ઘટના હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ રીતે ભારતમાં 2 લાખ કરોડ રૂપિયાના ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી હતી. જો કે એવું માનવામાં આવે છે કે એક વર્ષમાં 5 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતના જળમાર્ગો દ્વારા ભારતમાં પ્રવેશ્યું હશે.

 

એવું માનવામાં આવે છે કે મોદીના શાસનના 8 વર્ષના સમયગાળામાં 40 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભારત મારફતે વિશ્વમાં પહોંચ્યું હતું.

 

2017 અને 2020 ની વચ્ચે ડ્રગ સંબંધિત કેસમાં 2 લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 2017 અને 2020 ની વચ્ચે, ડ્રગ સંબંધિત કેસોમાં 1400 થી વધુ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

ફાર્મ

 

2021માં ભારતમાં 58 હજાર કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. જે તમામ દવાઓના 95% છે. ખેતરો હવે ગાંજાના ખેતરોમાં ફેરવાઈ ગયા છે.

 

ચાર વર્ષમાં 60 હજાર એકરમાં ગાંજા ખેતરો જપ્ત કરવામાં આવ્યા છે. જે 2017ની સરખામણીમાં 2.5 ગણું વધારે છે. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 2014ની સરખામણીએ 4 ગણા વધુ ખેતરો જપ્ત કરવામાં આવ્યા છે.

 

હર્ષ સંઘવી

 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાંથી 7 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જોકે, તેમણે અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી જપ્ત કરાયેલા રૂ.21,000 કરોડના ડ્રગ્સનો ઉલ્લેખ કર્યો ન હતો. આ સાથે ગુજરાતમાં એક વર્ષમાં 28 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. પકડાયેલા લોકો 1 થી 10 ટકા છે.

 

ડ્રગ માફિયા ગુજરાતના મંત્રીને મળવા જાય છે. ભાજપ સરકાર પર આ ગંભીર આરોપ હતો. આક્ષેપ કરનાર સામે કેસ કર્યો, પરંતુ ગાંધીનગરમાં મંત્રી સ્વતંત્ર છે.

 

——–

ફાર્મા કંપનીઓનું ડ્રગ્સ

ભારતમાં આરોગ્યની દવામાં માથાદીઠ 200 એસ-ડીડીડી મિલિયન લોકોમાં વપરાય છે.

 

હેરોઈન 1800 ના દાયકાના અંતમાં પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવી હતી. વર્ષ 1898માં, બાયર કંપનીએ ખાંસીને દબાવનાર દવા બનાવવાનું શરૂ કર્યું, જેમાં મુખ્ય ઘટક તરીકે ડાયસેટીલમોર્ફિનનો ઉપયોગ થતો હતો. કંપનીએ તેના દબાવનારનું નામ આપ્યું – “હેરોઇન”. આજે, 100 વર્ષ પછી, હેરોઇન ડ્રગમાં ફેરવાઈ ગયું છે અને તેનું સેવન ગેરકાયદેસર છે. આ ઉધરસ વિરોધી દવા એક વિશાળ વ્યાવસાયિક સફળતા બની. સમગ્ર વિશ્વમાં લોકો તેનો ઉપયોગ કરતા હતા. ખાસ કરીને, ઉધરસની રોકથામ માટે.

 

છેલ્લા 20 વર્ષમાં એકલા અમેરિકામાં જ તેના ઓવર ડોઝને કારણે 1 લાખ 30 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

શહેરોમાં મેફેડ્રિન ગોળીઓ હવે શાળામાં ડ્રગ સ્પ્લાયર્સનું ખાસ લક્ષ્ય છે.

 

ન્યુયોર્કમાં 32 મિલિયન લોકોને મારવા માટે પૂરતું 195 પાઉન્ડ ફેન્ટાનીલ મળી આવ્યું છે. જે હેરોઈન કરતા 50 ગણું વધુ ખતરનાક છે.

 

,

તબીબી ઉપયોગ માટે નાર્કોટિક દવાઓની ઉપલબ્ધતા

અફીણ

પીડા રાહત માટે માદક દ્રવ્યોના ઉત્પાદન માટે ઉપલબ્ધ અફીણના કાચા માલનો જથ્થો સરકારો દ્વારા નોંધાયેલ માંગના વર્તમાન સ્તરને પહોંચી વળવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે અને વૈશ્વિક સ્ટોક્સ વધી રહ્યા છે.

 

પીડા વ્યવસ્થાપન માટે ઓપીયોઇડ્સની ઉપલબ્ધતા* (2014-2016 સરેરાશ)

 

(આંકડાકીય હેતુઓ માટે પ્રતિ મિલિયન રહેવાસીઓ દીઠ નિર્ધારિત દૈનિક માત્રા વપરાશ

 

 

*કોડીન, ડેક્સ્ટ્રોપ્રોક્સીફીન, ડાયહાઈડ્રોકોડેઈન, ફેન્ટાનાઈલ, હાઈડ્રોકોડોન, હાઈડ્રોમોર્ફોન, કેટોબેમીડોન, મોર્ફિન, ઓક્સીકોડોન, પેથિડીન, ટિલિડીન અને ટ્રાઈમેપેરીડીન.

 

ડ્રગ્સ કફ સીરપમાં વપરાય છે.

કેન્સરની દવામાં પીડાનાશક તરીકે ડ્રગ્સ વપરાય છે.

મોટાભાગના મોર્ફિન (સરેરાશ 88 ટકા) કોડીનમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. મોટા ભાગના કોડીન (89 ટકા)નો ઉપયોગ કફ સિરપ બનાવવા માટે થતો હતો.

70 ટકાથી વધુ કેન્સર મૃત્યુ ખરેખર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. સતત પગલાં લીધા વિના, 2030 સુધીમાં મધ્યમ આવક ધરાવતા દેશોમાં કેન્સરની ઘટનાઓ 70 ટકા અને ઓછી આવકવાળા દેશોમાં 82 ટકા વધવાનો અંદાજ છે.

 

 

 

 

 [:]