[:gj]પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિકિત્સકોને કહ્યું યોગા કરો[:en]PM praises efforts of AYUSH Ministry to promote #YogaAtHome[:]

[:gj]નવી દિલ્હી, 28-03-2020
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ વિભાગ દેશને સ્વસ્થ રાખવા માટેની એક લાંબી પરંપરા સાથે જોડાયેલો છે અને કોવીડ-19ને પહોંચી વળવા માટેના વર્તમાન પ્રયત્નોમાં તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેમનું નેટવર્ક દેશમાં લંબાઈ અને પહોળાઈ બંને રીતે વિસ્તૃત છે આથી તેમની માટે એ અતિશય જરૂરી છે કે તેઓ ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા અનુસાર કામ કરીને સારી આદતો કે જે વાયરસના પ્રસારને અટકાવવા માટેના પ્રયત્નો દરમિયાન અપનાવવી જોઈએ તે અંગેનો સંદેશ ફેલાવવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરે. તેમણે આ મુશ્કેલ સમય દરમિયાન મનને હળવું કરવા અને શરીરને સશક્ત બનાવવા માટે #YogaAtHome ને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા વર્તમાન સમયમાં ચાલી રહેલ પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ આયુષ દ્વારા આ રોગનો ઈલાજ હોવાના કરવામાં આવેલ બિનઆધારભૂત દાવાઓની પ્રમાણભૂતતા ચકાસવાના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે આયુષ વૈજ્ઞાનિકો, આઈસીએમઆર, સીએસઆઈઆર અને અન્ય સંશોધન સંસ્થાઓએ પ્રમાણ આધારિત સંશોધન કરવા માટે સાથે આવવું જોઈએ. તેમણે કહ્યું કે આ પડકારને પહોંચી વળવા માટે સમગ્ર આરોગ્યકાળજી કાર્યદળનો ઉપયોગ કરવા માટે દેશ તૈયાર હોવો જ જોઈએ અને જો જરૂર પડે તો સરકાર દ્વારા આયુષ સાથે સંકળાયેલ ખાનગી ડોક્ટર્સ પાસેથી પણ મદદ માંગી શકાય તેમ છે.
પ્રધાનમંત્રીએ સલાહ આપી હતી કે આયુષ દવાઓના ઉત્પાદકો તેમના સંસાધનોનો ઉપયોગ મહત્વની વસ્તુઓ જેવી કે સેનીટાઈઝર્સ કે જેની અત્યારે સૌથી વધુ માંગ છે તે બનાવવા માટે પણ કરી શકે છે. તેમણે ટેલિમેડીસીનના મંચનો ઉપયોગ વધુમાં વધુ જાહેર જનતા સુધી પહોંચવા માટે અને આ રોગચાળા સામે લડવા માટે સતત જાગૃતિ ફેલાવવા કરવામાં આવે એવું તેમને આહ્વાહન કર્યું હતું. તેમણે આ રોગચાળાને નાથવા માટે સંપૂર્ણ શક્તિ સાથે સામાજિક અંતર જાળવવાના મહત્વ ઉપર પણ વધુ ભાર મૂક્યો હતો.
આયુષ મંત્રાલયના ચિકિત્સકોએ કોવીડ-19 સામેના યુદ્ધમાં દેશની આગેવાની કરવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવા માટે આ પરંપરાગત પદ્ધતિઓની અસર વિષે વાત કરી હતી. તેમણે લક્ષણો આધારિત ઈલાજ માટે સંશોધન હાથ ધરવાના તેમના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સંકટના આ સમય દરમિયાન રાષ્ટ્રની સેવા કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતની પરંપરાગત ઔષધીઓ અને ઉપચાર પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવી એ અત્યંત મહત્વનું છે. તેમણે સતત લોકોની સેવામાં રત રહેલા આયુષ ચિકિત્સકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફરી એકવાર કોવીડ-19 વિરુદ્ધ ભારતની આ લડાઈમાં તેમણે નિભાવવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો.
આ સંવાદ દરમિયાન આયુષના કેન્દ્રીય મંત્રી, આયુષ મંત્રાલયના કેબીનેટ સચિવ અને સચિવે પણ ઉપસ્થિત રહ્યા હતા.[:en]Delhi, 28 MAR 2020
Prime Minister Shri Narendra Modi today interacted with AYUSH sector practitioners via video conference.

Prime Minister said that the AYUSH sector has a long tradition of keeping the nation healthy and its importance has increased manifold in the ongoing efforts to tackle COVID-19. Prime Minister observed that their network is spread through the length and breadth of the country, so it’s imperative for them to utilize this network, while working according to WHO guidelines, to spread the message of good practises which need to be adopted in the efforts to control the spread of the virus. He also praised the ongoing efforts of AYUSH Ministry in promoting #YogaAtHome to de-stress the mind and strengthen the body during this difficult phase.

Prime Minister underlined the importance of countering and fact checking unsubstantiated claims of AYUSH having cure for the disease, adding that AYUSH scientists, ICMR, CSIR and other research organizations must come together for evidence based research. He said that the country must be ready to use the entire healthcare workforce to meet the challenge, and if the need so arises, help from private doctors connected with AYUSH may be sought by the government.

Prime Minister suggested that AYUSH medicine producers could utilize their resources towards producing essential items like sanitizers which are in high demand these days. He exhorted them to utilize the platform of telemedicine to reach out to the public and generate constant awareness to fight the pandemic. He also highlighted the importance of enforcing social distancing with full vigour to counter the spread of the pandemic.

The AYUSH practitioners lauded the Prime Minister for leading the country’s fight against COVID-19. They talked about the impact of these traditional practises towards boosting immunity. They also mentioned their efforts to conduct research for symptomatic treatment, and expressed desire to serve the nation during this time of crisis.

Prime Minister said that it is important to create awareness about India’s traditional medicines and medical practises all over the world. He thanked the AYUSH practitioners for constantly striving to serve the people and once again highlighted the important role they have to play in India’s fight against COVID-19.

Union Minister for AYUSH, Cabinet Secretary and Secretary, Ministry of AYUSH also participated in the interaction.

******[:]