[:gj]બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે – પંડ્યા[:]

[:gj]ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ વડોદરા જીલ્લા ભાજપના બુથ પ્રમુખ અને બુથ સમિતિનાં સભ્યોને વીડિયો, વોટસઅપ અને SMS સંદેશાં દ્વારા નવી પહેલ સાથે વિનંતી કરી હતી.

“દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે અને સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવે અને બીજી સૂચના ન મળે ત્યાં  સુધી લોકો ઘરની બહાર ન નીકળે.” ભરત પંડયા

જનતા કરફયુ અને સેવાવ્રતીઓનાં અભિવાદન માટે અભિનંદન-આભાર.

આજે ટીવીનાં દ્રશ્યોમાં લોકોને મોટી સંખ્યામાં બહાર નીકળતાં જોઈને ખૂબ ચિંતા થાય છે. PM-CMની અપીલ, સમગ્ર મીડિયા જગતની જાગૃતિ છતાંય ખૂબ લોકો કોરોના અંગેની ગંભીરતા ધ્યાનમાં લેતાં નથી.

વડોદરા જીલ્લાનાં પ્રભારી તરીકે એક નવી પહેલ કરવાં માંગુ છું. દરેક બુથ પ્રમુખ અને બુથ સમિતિનાં કાર્યકર્તાને વિનંતી કરું છું. આપણે બુથમાં “મનકી બાત” સાંભળીએ છીએ, ૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ મનાવીએ છીએ, યોજનાઓનો લાભ બુથમાં રહેતાં લોકોને અપાવીએ છીએ, ચૂંટણીમાં બુથમાં રહેલાં મતદારોને મતદાન મથક સુધી લાવીએ છીએ. તો આ વખતે કોરોના બિમારી સામે આ જ બુથનાં કાર્યકર્તાને કામે લગાડીને બુથમાં રહેતાં લોકો ઘરની બહાર ન નીકળે તેવી વિનંતી કરવાની છે. જો બુથમાં રહેતાં લોકો ઘર બહાર નહીં નીકળે એટલે વડોદરા જીલ્લો અને ગુજરાત પણ ઘરની બહાર નહીં નીકળે. દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે અને સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવે અને બીજી સૂચના ન મળે ત્યાં સુધી લોકો ઘરની બહાર ન નીકળે.

એટલે કોરોના સામે બુથ જીતશે તો ગુજરાત જીતશે.

સરકાર સાથે, કાર્યકર્તા સાથે,

જનતા જાગે, કોરોના ભાગે..[:]