[:gj]અદાણી, એસ્સાર, ટાટાને વીજળીના રૂ.4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌભાંડ[:]

[:gj]ભાજપ સરકારે તેના 23 વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.4100 કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને કોંગ્રેસ પક્ષના અગ્રણી કે.જી.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અદાણી પાવર, એસ્સાર પાવર તથા ટાટા પાવર સાથે વર્ષ ૨૦૦૭ માં ૨૫ વર્ષ માટે પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે એટલે કે વર્ષ 2016-17માં અદાણી પાવર પાસેથી રૂ.3.22 પ્રતિયુનિટ, એસ્સાર પાવર પાસેથી રૂ.3.60 પ્રતિયુનિટ, ટાટા પાવર પાસેથી રૂ.2.71 પ્રતિયુનિટથી ખરીદી કરવામાં આવી છે. ગુજરાત સરકારે ઉપરોક્ત કંપનીઓ સાથે કરેલા કરાર પ્રમાણે જે ભાવ પ્રતિ યુનિટ આપવાના હતા તેના કરતા પણ એસ્સાર પાવરને રૂ.1851 કરોડ, અદાણી પાવરને રૂ.1044 કરોડ અને ટાટા પાવરને 1164 કરોડ જેટલા વધુ નાણા ચુકવવામાં આવ્યા છે.જે સૈરભ પટેલું કૌભાંડ છે.

ગુજરાત હાઈ પાવર કમિટીએ અગાઉના વર્ષોની અદાણી પાવર, એસ્સાર પાવર તથા ટાટા પાવરને ચૂકવેલા ગુજરાત સરકારે ઊંચા ભાવની ચકાસણી કર્યા વિના સુપ્રીમ કોર્ટને 11 એપ્રિલ 2017ના ચુકાદા સામે 85 પૈસાનો ભાવ વધારો આપવાની જે ભલામણ કરવા આપવાનું નક્કી કર્યું છે તે ગુજરાતના 1.4 કરોડ વીજ ગ્રાહકો માટે ગેરવ્યાજબી તથા ખાનગી વીજ કંપનીઓને કરોડોનો આર્થિક ફાયદો અને ગુજરાતની તિજોરીને નુકશાન કરાવવાનો છે. ભાજપ સરકાર તથા હાઈ પાવર કમિટીની ભલામણનું પોલ ખોલે છે.

કોંગ્રેસ શાસનમાં વર્ષ 1993-94માં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા 4345 મેગાવોટ હતી અને સરકારી વીજ મથકો સરેરાશ 61.4  ટકા સાથે કાર્યરત હતા. કોંગ્રેસ શાસનમાં વીજઉત્પાદનમાં સ્વાવલંબી હતું જયારે ભાજપ શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા માત્ર 31 ટકા પહોચી ગઈ અને બીજી બાજુ ખાનગી વીજ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં રૂ.32,395 કરોડની જંગી વીજ ખરીદી કરવામાં આવી છે આ છે વીજ સરપ્લસ સ્ટેટના દાવાની હકીકત.

કઈ કંપનીને કેટલાં કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા તેવી વિગતો

વર્ષ – એસ્સાર – અદાણી – ટાટા

2012-13 – રૂ.94 – 234 – 89

2013-14 – 390 – 152  – 423

2014-15 – 310 – 67 – 261

2015-16 – 507 – 58 – 391

2016-17 – 550 – 373 – 000

વિગતે કોઠો

એસ્સાર પાવર ગુજરાત પાસેથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ખરીદેલ પાવરની આંકડાકીય વિગત
વર્ષ મિલિયન
યુનિટ

ખરીદી
(કરોડમાં)

યુનિટ દીઠ
રૂપિયા

યુનિટ દીઠ
પીપીએ
ભાવ

ગુજ. સરકારે
ચૂકવેલ યુનિટ
દીઠ વધારો

ગુજરાત સરકારે
ચૂકવેલ વધારાના
રૂપિયા (કરોડમાં)
૨૦૧૨-૧૩ ૩૭૭૫ ૧૦૦૧ ૨.૬૫ રૂ. ૨.૪૦ રૂ. ૦.૨૫ રૂ. ૯૪
૨૦૧૩-૧૪ ૪૯૩૧ ૧૫૭૪ ૩.૧૯ રૂ. ૨.૪૦ રૂ. ૦.૭૯ રૂ. ૩૯૦
૨૦૧૪-૧૫ ૫૮૫૫ ૧૭૧૭ ૨.૯૩ રૂ. ૨.૪૦ રૂ. ૦.૫૩ રૂ. ૩૧૦
૨૦૧૫-૧૬ ૪૩૩૭ ૧૫૫૧ ૩.૫૭ રૂ. ૨.૪૦ રૂ. ૧.૧૭ રૂ. ૫૦૭
૨૦૧૬-૧૭ ૪૫૮૬ ૧૬૫૨ ૩.૬૦ રૂ. ૨.૪૦ રૂ. ૧.૨૦ રૂ. ૫૫૦
અદાણી પાવર ગુજરાત પાસેથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ખરીદેલ પાવરની આંકડાકીય વિગત
વર્ષ મિલિયન
યુનિટ

ખરીદી
(કરોડમાં)

યુનિટ દીઠ
રૂપિયા

યુનિટ દીઠ
પીપીએ ભાવ
૨.૮૯/૨.૩૫
એવરેજ ભાવ
૨.૬૨

ગુજ. સરકારે
ચૂકવેલ યુનિટ
દીઠ વધારો

ગુજરાત સરકારે
ચૂકવેલ વધારાના
રૂપિયા (કરોડમાં)

૨૦૦૯-૧૦ ૯૧૪ ૨૫૪ ૨.૭૭ રૂ. ૨.૬૨ રૂ. ૦.૧૫ રૂ. ૧૪
૨૦૧૦-૧૧ ૬૧૬૮ ૧૭૩૮ ૨.૮૧ રૂ. ૨.૬૨ રૂ. ૦.૧૯ રૂ. ૧૧૭
૨૦૧૧-૧૨ ૯૩૬૭ ૨૪૩૦ ૨.૬૫ રૂ. ૨.૬૨ રૂ. ૦.૦૩ રૂ. ૨૯
૨૦૧૨-૧૩ ૧૦૬૪૬ ૩૦૩૩ ૨.૮૪ રૂ. ૨.૬૨ રૂ. ૦.૨૨ રૂ. ૨૩૪
૨૦૧૩-૧૪ ૧૨૬૩૫ ૩૪૭૧ ૨.૭૪ રૂ. ૨.૬૨ રૂ. ૦.૧૨ રૂ. ૧૫૨
૨૦૧૪-૧૫ ૧૩૪૦૪ ૩૫૮૩ ૨.૬૭ રૂ. ૨.૬૨ રૂ. ૦.૦૫ રૂ. ૬૭
૨૦૧૫-૧૬ ૧૪૪૧૩ ૩૮૪૨ ૨.૬૬ રૂ. ૨.૬૨ રૂ. ૦.૦૪ રૂ. ૫૮
૨૦૧૬-૧૭ ૬૨૧૯ ૨૦૦૪ ૩.૨૨ રૂ. ૨.૬૨ રૂ. ૦.૬૦ રૂ. ૩૭૩
કોસ્ટલ ગુજરાત (ટાટા પાવર) પાસેથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ખરીદેલ પાવરની આંકડાકીય વિગત
વર્ષ મિલિયન
યુનિટ

ખરીદી
(કરોડમાં)

યુનિટ દીઠ
રૂપિયા

યુનિટ દીઠ પીપીએ
ભાવ ૨.૮૯/૨.૩૫
એવરેજ ભાવ
૨.૬૨

ગુજ. સરકારે
ચૂકવેલ યુનિટ
દીઠ વધારો

ગુજરાત સરકારે
ચૂકવેલ વધારાના
રૂપિયા (કરોડમાં)
૨૦૧૨-૧૩ ૫૨૪૯ ૧૨૭૯ ૨.૪૩ રૂ. ૨.૨૬ રૂ. ૦.૧૭ રૂ. ૮૯.૨૩૩
૨૦૧૩-૧૪ ૯૪૧૦ ૨૫૫૧ ૨.૭૧ રૂ. ૨.૨૬ રૂ. ૦.૪૫ રૂ. ૪૨૩.૪૫
૨૦૧૪-૧૫ ૧૧૮૭૯ ૨૯૪૬ ૨.૪૮ રૂ. ૨.૨૬ રૂ. ૦.૨૨ રૂ. ૨૬૧.૩૩૮

3 | Page
૨૦૧૫-૧૬ ૧૧૪૯૬ ૨૯૯૪ ૨.૬૦ રૂ. ૨.૨૬ રૂ. ૦.૩૪ રૂ. ૩૯૦.૮૬૪
૨૦૧૬-૧૭ ૧૨૨૮૧ ૨૭૧૨ ૨.૨૬ રૂ. ૨.૨૬ રૂ. ૦.૦ ૦.૦[:]