[:gj]
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહીત રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરી હતી અરવલ્લી જીલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રથમ વાર સાચી પડતા સમગ્ર જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ધનસુરામાં ૩ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા જનતાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળતા પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા મોડાસામાં નીચાણવાળા વિસ્તારો અને ચાર રસ્તા પર પાણી ફરી વળતા પ્રજાજનો અને વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી
ગુજરાતમાં છેલ્લા કેટલાયે દિવસથી દે માર વરસાદ વરસી રહ્યો છે. વરસાદનીએ આ ધમાકેદાર બેટિંગ હજી 48 કલાક યથાવત રહેશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે અરવલ્લીમાં વરસી રહ્યો છે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ખેતરો બન્યા જળબંબાકાળ.અરવલ્લી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગઈ કાલે સાંજે ધીમી ધારે પડી રહેલા વરસાદે આજ સવારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકાદ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઝુંપડાઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.
બાયડ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થી નીચાણવાળી વિસ્તાર સહીત વલ્લભ નગર અને ગિરિરાજ સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા બોરડી ગામના મહાદેવના મુવાડા ગામે ધોધમાર વરસાદથી હેંડપંપમાં આપોઆપ પાણી બહાર નીકળતા પ્રજાજનોમાં આનંદ છવાયો હતો સાઠંબા ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ચોપલાવત ગામે દાદાના મુવાડા અને ધનાજી ના મુવાડા તરફ જતાં રસ્તાની બંને ડીપ બે વર્ષથી ડીપ તૂટેલી હાલતમાં છે વારંવાર તંત્રને રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતા સ્કૂલમાં જતા બાળકો અને ડેરીમાં જતા પશુપાલકોને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર બન્યા હતા




[:]
![[:gj]અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ[:en]The devastation on Aravalli is from Ahmedabad to Delhi[:hn]अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/06/aravalli-hills.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન[:en]Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production[:hn]गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/06/2-3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા કરી શકે[:en]Production doubled by making Aeroponic potato seed into a lab, why not in Gujarat [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/%E0%AA%8F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BF.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં રખાઈ[:en]Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank[:hn]गुजरात में विलुप्त होने के कगार पर कांग अनाज की 25 किस्मों को ढूंढता है और उन्हें जर्म प्लस में एक बैंक में रखता है।[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/11/15.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા [:en]Rupani government made paper toilets for corruption[:hn]रूपाणी सरकार ने भ्रष्टाचार करने के लिये कागझ के शौचालय बनवाए[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/mla.jpg?resize=218%2C150&ssl=1)
You must be logged in to post a comment.