[:gj]જામનગરના જિલ્લાના ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થઇ રહી છે ત્યારે આ કેનાલ પરથી પસાર થઇ રહેલી એક ઇકો કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા તેણે કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી સીધી કેનાલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.૩૫), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.૩૫), નારણ કરસન ચૌહાણ અને ટપુ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
જ્યારે ધીરૂભાઇ ભીમાભાઇ કદાવરાને ગંભીર હાલતમાં સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા કેનાલ પાસે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી એટલે ખાલી હતી અને તેથી કાર પથ્થરોમાં પટકાઇ હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે એકસાથે ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા.[:]
![[:gj]સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા[:en]GujGovt Backtracks on Promise, Dwarka’s Farmlands Face Ruin[:hn]गुजरात सरकार वादे से पीछे हटी, द्वारका के खेत बर्बाद हो रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/TGR-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%88.jpg.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની [:en]Royalty revenue of 2000 crores and theft of 21 thousand cr in Gujarat [:hn]गुजरात में 2000 करोड़ का रॉयल्टी राजस्व और 21 हजार करोड़ की चोरी [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/04/%E0%AA%96%E0%AA%A8%E0%AB%80%E0%AA%9C.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]રિલાયન્સ રિફાઈનરી ગુપ્ત રીતે રશિયાથી સસ્તામાં ક્રૂડ ઓઈલ રિફાઈન કરી રહી છે? [:en]Reliance Refinery secretly refining cheap crude oil from Russia?[:hn]रिलायंस रिफाइनरी गुप्त रूप से रूस से सस्ते कच्चे तेल की रिफाइनिंग कर रही है?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/08/11B.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)[:en]WHO Global Center for Traditional Medicine (GCTM) in Jamnagar, Gujarat[:hn]डब्ल्यूएचओ ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, जामनगर, गुजरात[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/07/who.jpg?resize=218%2C150&ssl=1)