[:gj]
Ashvin Patel Mahisagar
લેખક
ગોધરા તોફાનો અને કચ્છની યુવતિ અંગે નરેન્દ્રર મોદી સામે આંગળી ચીંધનારા સંજીવ ભટ્ટને સજા કરવાની સાથે હવે કચ્છને પણ લોકો યાદ કરી રહ્યાં છે.
નરેન્દ્ર દામોદર મોદી ને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે?
(૧) કચ્છ ના લોકો ઉપર જયારે ભૂકંપ રૂપી કુદરતી આફત આવી અને કચ્છ ના લોકોને તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીજી એ ₹ 130 કરોડના ખર્ચે કચ્છ ભુજની એક માત્ર જી.કે.જનરલ હોસ્પિટલ ને જર્મની,ઈટલી અને જાપાન ની ભૂકંપ વિરોધી ટેકનોલોજી સાથે બનાવવામા આવી હતી બાદમાં મોદીજીએ પોતાના સાથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને આ હોસ્પિટલ 99 વર્ષના ભાડા પેટે આપી દીધી કચ્છની જનતાને મળતી વિશ્વ કક્ષાની આરોગ્ય સુવિધાથી વંચીત કરી દીધી એના માટે અમે મોદી ને યાદ રાખીશું.
(2 ) અદાણી ને મોદીજી એ મુન્દ્રા તાલુકાના 16 ઞામોની ગૌચર જમીન આપીને ઞામોને બરબાદ કરી દીધા અને ઞાયો ગૌચર વઞર મોતના મૂખમા ધકેલાઈ ઞઈ અને ઞામડાઓમા પશુપાલન ઉપર ભયંકર અસર થઈ છે તેથી મોદી ને ગૌચર વહેચી દેવા વાળા તરીકે અમે યાદ રાખીશુ.
(3) અદાણી ને મુન્દ્રાના 10 ઞામોની જંગલની જમીન,19 ઞામોની સરકારી જમીન,16 ઞામોની ગૌચરની જમીન મળીને 45000 હેકટર(1હેકટર બરાબર 2.5એકર) જમીન આપીને મુન્દ્રાના ઞામડાઓને ખતમ કરી દીધા તેથી મોદીજી ને અમે યાદ રાખશું.
(4) અદાણીને લખપત તાલુકાના કાનેર અને શીણપર ની નજીક તેમજ ભારત માટે અતી સંવેદનશીલ વિસ્તાર એવા સર ક્રિક વિસતારની નજીક જ 2020 હેકટર જમીન આપી દીધી અને દેશની પાકિસ્તાન સરહદની નજીક જ ખાનઞી કપંની અદાણી ને જમીન આપવાથી દેશની સુરક્ષા બાબત વિચાર કરવામા ન આવ્યું શું દેશવિરોધી કામ માટે અમે મોદીજીને યાદ રાખીશુ.
(5) અદાણીને દરિયા કાંઠા વિસતારમાં પરયાવરણના નિયમોનો ભંઞ કરવાની છૂટ આપી જેનાથી આ વિસ્તારના ઝરપરા,ધૃબ,નવીનાળ,સિરાચા, કાડાઞરા, ટુડા,મોટા કાડાઞરા, નાના ભાડીયા,મોટા ભાડીયા, બાઞ, ઞુડીયારી,મસકા, પીપરી, મોટી ભૂજપુર, નાની ભુજપુર,દેસલપર, જબલપુર, ઞેલડા વઞેરે ઞામોની બાઞાયતી ખેતી ખારી બની તેથી ભયંકર અસરો થઈ છે તેમજ ભુતળનું પાણી અદાણીના પાવર પ્લાન્ટના લીધે ખારૂ થઈ ગયુ છે તેથી આપણે મોદીજી ને યાદ રાખીશુ.
(6) મોદીજીએ લખપત તાલુકા ની 1 લાખ 90 હજાર હેકટર જમીન ભાજપના કેન્દ્ર સરકારના મંત્રી અને મોદીજીના ભાયબંધ વૈકયા નાયડુની કંપની આર્ચયનને 75 પૈસાના ભાડે આપી દીધી. તેથી આપણે મોદીજીને યાદ રાખીશુ.
(7) મોદીજી ને આપણે અંજાર તાલુકાના વરસા મેડી પાસે આવેલી કરોડોની મુડી ધરાવતી વેલ્સપન કંપનીના ભાગીદાર તરીકે મોદીજીને યાદ રાખીશુ.
(8) મોદીજીને સદ્દભાવના સંમેલન વખતે માંડવી મુકામે કચ્છને ₹2200 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમાથી આજ દિવસ સુધી એક ખોટી પાઈ પણ મળી નથી. તે માટે ખોટા બોલા તરીકે મોદીજીને યાદ રાખીશુ.
(9) ભૂજ ખાતે 2012 મા કહયું હતુ કે કેન્દ્ર સરકાર રેલ્વે પાટાની જમીન આપતી નથી નહી તો એ ફાજલ જમીન ઉપર નર્મદાનું પાણી પહોંચાડી ઘાસ ઉઞાડીને દુષ્કાળના સમયે કચ્છને ઘાસ મળી રહે તેવું આયોજન કરીશું હવે તેમની સરકાર છે તો કેમ રેલ્વેની ફાજલ જમીનનો ઉપયોગ કરતા નથી?. જે ફિજીકલ રીતે વાયબલ નથી તેવી ખોટી વાત કરી ને જનતાને છેતર્યાએ બાબત થી મોદીજી ને યાદ રાખીશુ.
(10) ભૂજની વતની અમારી કચ્છની દીકરી અને પ્રાણલાલ સોનીની છોકરી માનસી સોની ઉપર નજર રાખવા ATS ને કામે લગાડી અને તેમના ફોન પણ ટેપ કરવામા આવ્યા તો શુ આપણે મોદી ને કચ્છની અમારી દીકરી ઉપર જાસૂસી કરી તે બાબતે મોદીજીને યાદ રાખીશુ.
(11) મોદીજીએ એક ધારાસભ્ય ને કહયુ કે હુ જયારે કચ્છ આવુ છૂ તયારે મને એવું લાઞે છે કે હુ કોઈ ભીખારીઓના મુલકમા આવ્યો છું. તો શું આપણે મોદીજી ને કચ્છના લોકોને ભીખારી કહયા એ બાબતે યાદ રાખશુ.
(12) એકજ નર્મદા નહેરનુ આનંદી બહેન ઉદઘાટન કરી ઞયા અને હવે મોદીજી એ એજ નહેરનું ઉદ્ઘાટન કરવાના છે આપણે કોને યાદ રાખશુ આનંદી બહેનને કે મોદીજી ને ?
(13) કચ્છનો ખેતી પછીનો મોટો વયવસાય ટ્રાન્સપોર્ટ ઉધોગ છે. પાન્ધ્રોની કોલસાની ખાણ બંધ કરી ને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ખતમ કરી દીધો છે એટલે આપણે મોદીજીને યાદ રાખીશું.
(14) મોદીજી એ કચ્છની લાખો એકર જમીન અદાણી, ટાટા,જીંદાલ, વેલસપન, આરચિયન, સોલારીશ, સુઝલોન, સાઘી.સીમેનટ, જે.પી. સીમેન્ટ વઞેરે ને આપી દીધી પણ 2001 થી 2014 સુધી ખેડૂતો ને એક એકર પણ ખેતી માટે જમીન આપી નહીં. હવે વિચારવાનું કચ્છ ની જનતા ને છે કે મોદીજી ને કચ્છ ના ભાગ્યવિધાતા કહેવું કે કચ્છના લૂટેરા તરીકે યાદ રાખીશુ.
કચ્છ બળાત્કારની ભૂમિક કેમ બની ? વાંચો
http://allgujaratnews.in/gj/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80/[:]