[:gj]પરપ્રાંતિયો પરનાં હુમલાને કારણે વિવિધ ઉદ્યોગો પર માઠી અસર [:]

[:gj]

એક તરફ નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો સામે આવી રહ્યા છે. ત્યાં હાલના માહોલને લઈને ઉત્તર ભારતીય વિસ્તારનાં કારીગર શ્રમિકો પોતાના વતન પરત ફરવાને લઈને હવે તહેવારો પણ બગડે તેવી ભીતિ વ્યાપી છે. સાબરકાંઠા જિલ્લામાંથી બિલ્ડિંગ અને કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝમાં પણ કૂશળ કારીગરો પરત ફરવાને લઈને ચિંતા વ્યાપી ચૂકી છે. તો અમદાવાદ ઉદયપુર રેલ્વે બ્રોડગેજ પરિવર્તનનું કામ પણ ત્રણ દિવસથી બંધ થઈ ગયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તે કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લાની બિલ્ડિંગ અને ક્ન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝ પણ હાલના ઉત્તર ભારતીય હટાવ ના માહોલને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કન્સ્ટ્રકશન ઉધોગમાં ફ્લોરિંગ અને કલર કામ જેવા મહત્વના કામ ઉત્તર ભારતનાં કૂશળ કારીગરો દ્વારા કરવામાં આવતાં હોય છે. અને તે કામ માટે ઉત્તર ભારતીય કારીગરો નિપૂણ માણવામાં આવતાં હોય છે. પરંતુ હાલમાં જે માહોલ સર્જાયો છે અને ઉત્તર ભારતીયોને હાંકી કાઢવા માટે ડર ફેલાવવવામાં આવી રહ્યો છે. જેને લઈને આ પ્રકારના કૂશળ કારીગરો વતન પરત ફરી રહ્યાં છે અને જેને લઇને કન્સ્ટ્રકશન ઉદ્યોગ મુશ્કેલી અનુભવી રહ્યો છે. નવરાત્રી, દશેરા, શરદ પુર્ણિમા અને દિવાળી જેવા તહેવારો સામે આવી રહ્યાં હોવાને લઈને કન્સ્ટ્રકશન ઉદ્યોગને પોતાનાં કામ પૂરાં કરી નવી દૂકાનો અને નવા મકાનો ગ્રાહકોને સોંપવાના હોય છે. જેથી લોકો સપનાનાં ઘર અને દૂકાનો ખરીદી હોય તેનાથી નવી શરૂઆત કરે. પણ હાલમાં ઉત્તર ભારતીય કારીગરો પરત ફરવાને લઈને લોકોનાં પણ સપનાં રોળાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો કારીગરવર્ગ હાલમાં જે અહીં રોકાયો છે તે પણ માની રહ્યો છે કે પોતાને ડર છે અને આવતાં જતાં પણ ડરનો માહોલ લાગે છે. જેને લઈને પોતાના પરિવાર સાથે કેટલાંક કારીગરો પણ પરત ફરી ગયાં છે. આવી રીતે અનેક કારીગરો પરત ફરવાને લઇને લોકોને તહેવારોએ મુહૂર્ત સાચવવાના હોય છે. પરંતુ હાલના માહોલને લઈને સર્જાયેલી સમસ્યાએ હવે દિવાળીના તહેવારો બગાડે તેવી ભીતિ સર્જાઈ છે અને બિલ્ડરો પણ ચિંતા દર્શાવી રહ્યાં છે.
તો બીજી તરફ અમદાવાદથી ઉદયપુર રેલવે લાઈનના ગેજ પરિવર્તનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેમાં પણ ઉત્તર ભારતીય કારીગર શ્રમિકો કામ કરતાં હોય છે.  તેઓમાં પણ ડર ફેલાતાં છેલ્લાં ત્રણ દિવસથી શ્રમિકોએ પણ કામ બંધ કરી દીધું હતું. જેને લઈને હિંમતનગર શહેરમાં બ્રોડગેજ રેલવે લાઈન દરમિયાન બની રહેલાં અન્ડરબ્રિજનું કામ પણ થંભી જતાં આખરે રેલવે પોલીસના બંદોબસ્ત સાથે ફરીથી ત્રણ દિવસ બાદ કામ શરૂ થઈ શક્યું હતું. આ શ્રમિકો પણ હાલનાં માહોલને કારણે ડર હેઠળ હોવાનું જોવા મળી રહ્યું છે.
એક તરફ તહેવારો સામે છે અને બીજી તરફ હાલનો ભયનો માહોલ હોવાને લઈને કારીગર વર્ગ એવા ઉત્તર ભારતીયો પણ પરત ફરતાં સ્થાનિકોની પણ દિવાળી બગડે એવી શક્યતાઓ નકારી શકાય નહિ.

[:]