[:gj]પાકિસ્તાન સરહદનો વાવ તાલુકો ભાજપનાો ભ્રષ્ટાચારનો કૂવો[:]

[:gj]વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખએ આ રજૂઆત પોતાના જ પ્રમુખ સામે કરી હતી. તેમ છતાં બે મહિનાથી કોઇ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચીમકી આપી હતી. વિકાસ અધિકારીએ તાત્કાલિક ડીડીઓને તપાસ કરવા બાહેંધરી આપતા ઉપવાસ રદ કર્યા હતા. કૌભાંડોની બે મહિના પહેલાં યાદી આપી હતી. એ પ્રમાણે તપાસ કરવા તંત્ર કામે લાગી ગયું છે. આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર પ્રદેશ ભાજપે લેવી પડી છે અને પણ થયું છે એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. 10 ગામમાં એલઈડી લાઈટ નાંખવા માટે કૌભાંડ થયું છે. સમગ્ર તાલુકામાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. 2017-18માં બનાવેલા મકાનો માત્ર કાગળ પર છે. સાચા લાભાર્થીઓને લાભ મળતો નથી. કરોડો રૂપિયાના કૌભાંડો તેમના પક્ષના જ પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવ્યા હોવા છતાં રૂપિણી સરકાર તે અંગે મૌન ધારણ કરીને બેઠી છે. ભાજપનો ભ્રષ્ટાચાર હવે રાજ્યના પાકિસ્તાર સરહદે પણ થઈ રહ્યો છે.

નાનજીભાઈ શું કહે છે

કાનજીભાઈ રાજપૂત કહે છે કે, હું પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યો છું. ભલે મારી ખૂરશી જતી હોય પણ પ્રજાના નાણાં તો હું વેચફાવા નહીં દઉં. આ ભ્રષ્ટાચાર માટે અમારી ભાજપની સરકાર પોતે જવાબદાર છે. કારણ કે કર્મચારીઓની જે ભરતી કરવામાં આવે છે તે 11 મહિનાના કરાર પર લેવામાં આવે છે. તેઓ 11 મહિનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ચાચાર કરીને જતાં રહે છે. મેં મારા પક્ષને આ બધી વિગતો કહી છે પણ આ તો ગુજરાત મોડેલ છે. આવું હોય ગુજરાત મોડેલ ? મેં લેખિતમાં આવેલું છે. બધા અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરે છે. 11 મહિનાની નોકરી આપીને તેમને કરોડો રૂપિયાનો વહિવટ આપવામાં આવે છે. પછી તેઓ ભ્રષ્ટાચાર ન કરે તો શું કરે. સરકાર કાયમી અધિકારીઓની ભરતી કરતી નથી તેથી કરોડો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સરકારની નીતિ કેવી છે તે ખબર પડતી નથી. હું ભાજપમાં છું અને સ્પષ્ટ રીતે કહી દઉં છું. નેતાઓએ વાતો સારી કરવાની અને આ લોકો ભ્રષ્ટાચાર કરી જાય છે. વાવમાં મર્યાદા બહાર ભ્રષ્ટાચાર થયો છે. ટીડીઓ પોતે હાજર રહેતાં નથી. બે દિવસથી તેમનો મોબાઈ સ્વિચ ઓફ કરી દીધો છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ રીતે વર્તતા હોય તો તે સામાન્ય પ્રજા સાથે કઈ રીતે વર્તતા હશે. રજા પર ઉતરી ગયા છે અને કચેરીને જાણ પણ કરી નથી. શું કરીએ અમે. જૂઓ આ ગુજરાતનું વિકાસ મોડેલ. હું તો પ્રમુખ છું. મારા માટે ખુરશી મોટી નથી. આવું જો ન જ ચાલે. કોઈ અવાજ અમારો ન સાંભળે તો પછી અમારે શું કરવું. ખુરશી પર ચીપકી રહેનારો હું નથી. અમે સત્તા માટેના માણસો નથી. ભાજપનો છું પણ હું તો લડીશ. ખુરશી લઈ લેવી હોય તો ભલે લઈ લે. જેને જરૂર હોય તેને ભલે હોય મારે જરૂર નથી.

આવું બોલ્ડ બોલવા છતાં તેમણે ભ્રષ્ટાચારની યાદી આપવનો ઈન્કાર કર્યો હતો.

10 કરોડનું શૌચાલય કૌભાંડ

વાવ તાલુકા પંચાયતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલતી શૌચાલયની કામગીરીમાં ભારે ગેરરીતિઓ બુમરાડ ઉઠતાં વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે આરટીઆઇ એકટ હેઠળ તા.1 એપ્રિલ-2017 થી તા.31 માર્ચ-2018 સુધીના શૌચાલયના કામ પેટે રૂપિયા 21.94 કરોડ રૂપિયાનું ચુકવણું કરાયું હોવાની વિગતો બહાર આવતા શૌચાલય પ્રકરણનું ભૂત ધુણવા લાગ્યું છે. શૌચાલય પ્રકરણની ગેરરીતિઓ મુદ્દે વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપુતે ડીડીઓને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી છે. વાવ તાલુકાના શૌચાલય તેમજ આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે કાનજીભાઇ રાજપુતે જણાવ્યું જતું કે શૌચાલયો સરકારની ગાઇડ લાઈન મુજબ થયા નથી. કેટલાય ગામોમાં કાગળ ઉપર શૌચાલયો બની ગયા છે. વચેટીયા દલાલો અને શૌચાલયના જવાબદાર કર્મચારીઓ 10 કરોડથી વધુની ગેરરીતિઓ આચરી છે. આરટીઆઇ એકટ હેઠળ મને મળેલ ગામોની વિગત, શૌચાલયોની સંખ્યા તેમજ ચૂકવણાની રકમનું હું જાત નિરીક્ષણ કરી કસૂરવાર કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરીશ અને જરૂર પડશે તો હાઇકોર્ટના દ્રાર ખખડાવીશ. પ્રમુખે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગામે ગામથી ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ ભ્રષ્ટાચારના મુદ્દે વિજીલન્સ ખાતું તપાસ કરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરે તે જનહિતમાં છે.’ ડીડીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ શૌચાલયના કામોમાં ગેરરીતિ બાબતે તપાસ કરવા લેખિત રજૂઆત કરતાં જ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

વાવના ભ્રષ્ટાચારના અગાઉ અનેક બનાવો બન્યા હતા.

પૂર્વ પ્રમુખની પણ અગાઉ ધરપકડ થઈ હતી

6 ઓગસ્ટ 2018ના રોજ જુન- 2015ની બી- સમરી ભરવાના મુદ્દે વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. અગાઉ 2015માં લૂંટ અને હુમલા સંદર્ભે વાવ પોલીસે 169નું નિવેદન લઈને તેમનું નામ ફરીયાદમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. ફરીયાદી પરાગભાઈ અજાજી ગોહિલે હાઈકોર્ટમાં જવું પડ્યું હતું, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું નામ રાખવા અને તાત્કાલિક ધરપકડ કરવા આદેશ કર્યો હતો.

કુદરતી આફતમાં પણ ભ્રષ્ટાચાર

25 જાન્યુઆરી 2017ના રોજ વર્ષ 2015માં આવેલા પૂર દરમિયાન અનેક ગામમાં મોટા પ્રમાણમાં નુકશાની સર્જાઈ હતી. જે માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી. પરંતુ વાવ તાલુકામાં તત્કાલીન ટીડીઓ કે.યુ.જોષી દ્વારા ભડવેલ, રડકા,  નાલોદર,જેવા કેટલાય ગામોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની બદલી કરાઈ હતી. તેમ છતાં સહાયના કામમાં ભ્રષ્ટાચાર ચાલુ રહેતા ભડવેલ ગામના હેમજીભાઈ દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ન્યાય ન મળતા હાઈકોર્ટના દ્વાર ખખડાવતા એસીબીને તપાસ સોંપાઈ હતી. જેને પગલે એસેબી દ્વારા તત્કાલીન ટીડીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હતો પણ ભાજપે તે દબાવી દીધો હતો.

મોડેલ શાળાની ગેરરીતિ

1 મે 2018માં થરાદ વાવ તાલુકાના નાળોદર ગામની મોડલ સ્કૂલના મકાન બનાવવામાં ગેરરીતિ બહાર આવી હતી. મોડલ સ્કૂલના મકાનમાં શરૂઆતથી જ કોન્ટ્રટરો અને અધિકારીઓની મિલી ભગત હતી જે હવે  ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. શાળાનું બાંધકામ નબળું થયું હતું. જેમાં લાખો રૂપિયાનો સિમેન્ટ બારોબાર પગ કરી ગયો હતો.

તાલુકા વિકાસ અધિકારી જ પૈસા લઈ ગયા

24 મે 2012માં પણ આવું જ થયું હતું. વાવ તાલુકાના ચાંદરવા ગામના સરપંચ નાઇ હીરાભાઇ લક્ષ્મણભાઇએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.  ગામના મંત્રી તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચેકમાં સરપંચની  ખોટી સહી કરીને હરિયાળા યોજનાના રૂ.1,50,000 ગ્રામિણ વિકાસ બેંકમાંથી ઉપાડી લીધા હતા.

કુદરતી આફતમાં પશુ સહાયમાં ભ્રષ્ટાચાર

25 નવેમેબર 2016ના રોજ વાવ-થરાદ-સુઇગામપંથકમાં જુલાઇ 2015માં અતિવૃષ્ટિના પગલે ભારે તારાજી સર્જાતાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફા‌ળવાઇ હતી. જેમાં પશુસહાય, મકાન સહાયમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેને પગલે અગાઉ એસીબી પીઆઇ દ્વારા ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસમાં ખુટતા કાગળો જવાબો લેવા ગાંધીધામ એસીબી ટીમ વાવ તાલુકા પંચાયત કચેરી આગળ તપાસ હાથ ધરી હતી.

90 લોકોને છેતર્યા

વાવ તાલુકાના ભડવેલ ગામના 90 થી વધુ લોકોને સહાય ચુકવતાં ભડવેલ ગામના દાનસંગભાઇ આચાર્ય અને હેમજીભાઇ આચાર્ય દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં વાવતાલુકામાં પડેલા ભારે વરસાદથી થયેલા નુકશાનમાં તે વખતે વાવ તાલુકાપંચાયતના કરાર આધારિત ટીડીઓ બી.ડી.ગઢવીએ અભણ પ્રજાને છેતરીને કોઇપણ જાતની સહી કે સિક્કા વગર મકાન સહાયની પ્રદ્ધતિ અને સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરી રેકર્ડ નિયામકને ફરીયાદ કરાઇ હતી. જેના પગલે એસીબીના અધિકારી એચ.એમ.કણસાગરાએ તપાસ કરીને ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ કરતાં ગાંધીધામ એસીબી પીઆઇ સી.જે.સુરેજા, એએસઆઇ માધુભાઇ જાડેજાની ટીમે ગુરુવારે સવારે વાવ તાલુકાપંચાયત કચેરી આવી ખુટતા કાગળો તેમજ કર્મચારીઓના જવાબ સહિતની તપાસ હાથ ધરી હતી.[:]