રોજ 30 હજાર લોકોનું ભોજન બનાવવું અને અંતરીયાળ વિસ્તારમાં પહોંચાડવાનું કામ વિરોધ પક્ષના નેતા અમરેલીમાં કરી રહ્યાં છે. 14 દિવસમાં 3.5 લાખ નિ:સહાય લોકો – વ્યક્તિઓનેખીચડી આપવામાં આવી છે. કુંકાવાવના 25 ગામો વડીયાના ગામો અને અમરેલીના ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં બપોરે બાર વાગ્યાથી શરૂ કરી સાંજે સાત વાગ્યા સુધીમાં એકસો સ્વયંસેવકો દ્વારા આ કામ થાય છે. જે માટે દર બે કલાકે એક ટીમ બલગાય છે. એક ટીમ શાકભાજી સુધારે અને દોઢ-બે કલાકમાં તેનું કામ કરીે તે રવાના થાય છે. પછી રસોઇ બનાવવા માટે 20 લોકોની ટીમ આવે છે. દોઢથી બે કલાકમાં રસોઇ પુરી કરી ચાલ્યા જાય છે. બીજા 20 સ્વયંસેવકો આવે એ વાહનોમાં જમવાનુ ભરીને એકસો સ્વયંસેવકોની ટીમ ઘેર ઘેર શાક-ખીચડી પહોંચાડે છે.
અમરેલીના કથીરીયાપરાની સત્સંગ મંડળની બહેનોએ દર અગિયારસે 10-10 રૂપિયા એકઠા કરીને રૂ.3 હજાર એકત્ર કરેલા હતા તે પરેશ ધાનાણીનું કામ જોઈને તેને આપી દીધા હતા. આવી અનેક સહાય પરેશભાઇને મળતો ગયો હતો.
અમરેલી તથા વડીયા અને કુંકાવાવમાં આવા ત્રણ રસોડા ચાલું છે.
ઘનશ્યામભાઇ અને કાળુભાઇ રૈયાણી જેવા વેપારીઓ શાકભાજી આપવાનુ યોગદાન આપે છે. તો દર ગુરુવારે બનતી જલારામબાપાની ખીચડીની પ્રસાદીનો સામાન પણ પરેશભાઇના રસોડે પહોંચાડાયો હતો.