[:gj]નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલઇન્વેસ્ટર્સ સમિટ-2019 અંતર્ગતરાજ્ય સરકાર દ્વારા વર્ષ-
2022 સુધીનો ગુજરાતના વિકાસ માટેનો રોડમેપ સમગ્ર વિશ્વ સમક્ષ રજુ કરવા માટે ‘ગુજરાત
સ્પ્રિન્ટ ટુ 2022’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટ દરમિયાન ‘ડિસ્કવરીંગ ગુજરાત’ થીમ પર ઉદ્દઘાટન સત્ર સાથે બે કલાકનું સત્ર
યોજાશે ગુજરાતના ઈતિહાસ, ઔદ્યોગિક
પરિવર્તન અને વાયબ્રન્ટ યુગની સીમાચિહ્મરૂપ સિદ્ધિઓ વિશે વાત કરશે, મેગાઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન પ્રોજેક્ટની સ્થિતિ સંદર્ભે પણ દ્વિત્રીય સત્રમાં વાર્તાલાપ યોજાશે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ
કોરિડોર, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, ધોલેરા સર તેમજ ધોલેરા સર ખાતે વિકસાવવામાં આવી રહેલો
વિશ્વનૌ સૌથી મોટો એવો પાંચ ગીગા વોટનો સોલાર પાર્ક, માંડલ-બેચરાજી સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ
રીજન, પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રીજન (પીસીપીઆઈઆર), ગુજરાત
ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી), સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, બૂલેટ ટ્રેન, ડ્રીમ સિટી
સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો આ સત્રમાં સમાવેશ થાય છે. વર્ષ – 2022 સુધીમાં આવા તમામ
પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે તેવો અંદાજ છે જેનાથી સામાજિક આંતરમાળખાકીય સુવિધા ક્ષેત્રે એક
નવા જ ગુજરાતનું નિર્માણ થશે જે વાતની અહીં ત્રીજા સત્ર ‘સ્ટ્રોંગ ફાઉન્ડેશન’ પ્રસ્તુતિ કરાશે. ભારતમાં રોકાણની
શ્રેષ્ઠ તકો માટે વૈશ્વિક ગેટવે તરીકે ઉભરી રહેલાં ગુજરાતની બ્લુપ્રિન્ટ સ્પ્રિન્ટ-2022માં રજૂ કરશે.
ભારત દેશ વર્ષ – 2022માં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે ગુજરાત આ
ઉજવણીની સાથે પોતાના ભાવિ વિકાસની નક્કર યોજના સાથે સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરી
રહ્યું હશે.[:]
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:en]Gujarat: Uninterrupted power supply to be provided at a cost of ₹5,000 crore[:hn]गुजरात: 5 हजार करोड़ रुपये खर्च में बिजली लगातार दी जाएगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1.jpeg?resize=218%2C150&ssl=1)