[:gj]મગફળી કાંડ કે કૌભાંડ ખરેખર શું છે ? [:]

[:gj]ખરીફ ર016માં રાજયમાં ખેડુતોના અથાગ પરિશ્રમના કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન થયું હતું. ભારત સરકારે રૂા. 4રર0/- પ્રતિ કિવન્‍ટલ મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલ હતો. ટેકાના ભાવે ભારત સરકારની આ માટેની નોડલ એજન્‍સી નાફેડે ખરીદી શરૂ કરી હતી. વર્ષ ર016માં ર8 લાખ મે.ટન ઉત્‍પાદિત મગફળી પૈકી ર.10 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેની કિંમત રૂા. 889/- કરોડ થાય છે. ખરીફ ર017માં 3ર લાખ મે.ટનથી પણ વધુ મગફળીનું ઉત્‍પાદન થયેલ હતું. જેથી રાજયના ખેડુતોને પોષણક્ષમ અને વ્‍યાજબી ભાવ મળી રહે તે ઉદેશથી આગોતરૂં આયોજન કરી ભારત સરકારને ટેકાના ભાવ વધારવા તથા સમયસર ખરીદી કરવા તા. રર/9/ર017ના રોજ દરખાસ્‍ત કરાયેલ. તા. 17/10/ર017ના રોજ રૂા. 44પ0/- પ્રતિ કિવન્‍ટલના ટેકાના ભાવે ખરીદી કરવા નાફેડને મંજુરી આપેલ હતી. રાજય સરકાર દ્ધારા પણ રૂા. પ0/- પ્રતિ કિવન્‍ટલ બોનસ પોતાના ફંડમાંથી જાહેર કરેલ હતું. આમ,રૂા. 4પ00/- નો ટેકાનો ભાવ ખેડુતોને મળેલ છે.

વર્ષ ર014માં રૂા. 4000/-, વર્ષ ર013માં રૂા. 4000/- અને વર્ષ ર01રમાં રૂા.3700/- પ્રતિ કિવન્‍ટલ ટેકાના ભાવ જાહેર થયા હતાં. રાજયમાં વ્‍યાપક વિસ્‍તારમાં મગફળીનું વાવેતર થતું હોઈ એક કે બે સ્‍ટેટ લેવલ એજન્‍સી આ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ ન કરી શકે અને ઘણાં બધા ખેડુતો આ લાભ મેળવવાથી વંચિત રહી જાય, અને ટેકાના ભાવની યોજનાનો હેતુ બર ન આવે. તેથી આ બધી બાબતો ઘ્‍યાને રાખીને એક કરતાં વધુ સ્‍ટેટ લેવલ એજન્‍સીઓ સાથે નાફેડ દ્ધારા કરાર કરવામાં આવ્‍યાં હતાં. જેમાં ગુજકોમાસોલ, ગુજકોટ, ગુજપ્રો, સાબર ડેરી અને બનાસ ડેરીને કામગીરીમાં સામેલ કરવામાં આવેલ હતી.

વર્ષ ર016-17માં નાફેડ દ્ધારા ખરીદાયેલ ર.10 લાખ મે.ટન મગફળી અને 1.6પ લાખ મે.ટન તુવેરનો જથ્‍થો રાજયના વિવિધ ગોડાઉનોમાં સંગ્રહાયેલ હતો જેનો નિકાલ નાફેડ દ્ધારા ર017ના વર્ષની મગફળીની ખરીદી શરૂ કરવાના સમયે પણ થયેલ ન હતો. ખરીદ કરેલ જથ્‍થો યોગ્‍ય જગ્‍યાએ સંગ્રહ થાય અને સારી વ્‍યવસ્‍થા જળવાય તે માટે નાફેડ વતી વેરહાઉસીંગ કોર્પોરેશનને ગોડાઉનોની વ્‍યવસ્‍થા કરવાની કામગીરી સુપ્રત કરવામાં આવેલ હતી. સામાન્‍ય રીતે ઘઉં જેવી જણસીની સાપેક્ષે મગફળી ત્રણ ગણી જગ્‍યા રોકતી હોય છે. દા.ત. 1 મે.ટન ઘઉંનાસંગ્રહ માટે જેટલી જગ્‍યા જોઈએ તેનાથી ત્રણ ગણી વધુ જગ્‍યા 1 મે.ટન મગફળી માટે જોઈએ. તા. રપ/10/ર017થી સમયસર મગફળીની ખરીદી નાફેડ દ્ધારા શરૂ કરવામાં આવેલ હતી. રાજયમાં મગફળી ખરીદી માટે ર3 જિલ્‍લાઓમાં જરૂરિયાત મુજબ અને તબકકાવાર વધારીને કુલ રપ4 કેન્‍દ્રો શરૂ કરવામાં આવેલ હતાં. જે પૈકી ર36 કેન્‍દ્રોમાં ખરીદી થયેલ હતી.

ભારત સરકાર દ્ધારા પ્રથમ તબકકે 3.પ0 લાખ મે.ટનની ટેકાના ભાવે ખરીદીની મંજુરી આપેલ હતી. રાજયના ખેડુતોનો વ્‍યાપક પ્રતિભાવ અને બજાર ભાવની સ્‍થિતિ જોતાં વધારે જથ્‍થામાં મગફળી ખરીદવાની જરૂરિયાત ઉપસ્‍થિત થયેલ હતી. તા. 17/11/ર017થી ખરીદીનો જથ્‍થો વધારવાની દરખાસ્‍ત કરેલ હતી. જે પરત્‍વે ભારત સરકારે ત્‍વરિત સાનુકુળ પ્રતિભાવ પાઠવીને તા. 30/11/ર017 થી 8.00 લાખ મે.ટન વધુ જથ્‍થો ખરીદવાની મંજુરી આપેલ હતી. ખરીદીના દિવસો 90 દિવસથી વધારીને 1પ8 દિવસો એટલે કે તા. 31/3/ર018 સુધી કરવા દરખાસ્‍ત કરવામાં આવેલ.

તા. રપ/10/ર017 થી તા. 9/3/ર018 સુધીમાં 8.30 લાખ મે.ટન એટલે કે 83 લાખ કિવન્‍ટલ મગફળીનો જથ્‍થો નાફેડ દ્ધારા ખરીદાયેલ હતો. જેની કિંમત રૂા. 373પ.ર6 કરોડ થાય. આ ખરીદીનો લાભ રાજયના અંદાજીત 4.36 લાખથી વધુ ખેડુતોએ લીધેલ છે. રાજયના ખેડુતોને સમયસર પેમેન્‍ટ મળી રહે તે માટેરાજય સરકારે રૂા. 416 કરોડ રીવોલ્‍વીંગ ફંડ અને બોનસ પેટે પુરા પાડેલ હતાં.

નાફેડ દ્ધારા રાજયમાં પાછલા બે વર્ષોમાં 10 લાખ મે.ટનથી વધારે જથ્‍થો ખરીદાયેલ છે અને તે પૈકી ઓનલાઈન એકશનથી 4.66 લાખ મે.ટન મગફળીનો નિકાલ કરેલ છે અને અત્‍યારે પણ ઓનલાઈન એકશનથી મગફળી જથ્‍થાના નિકાલની આ કાર્યવાહી ચાલું જ છે. નાફેડના આ જથ્‍થાનો ઝડપી નિકાલ થાય તે માટે રાજય સરકારે પ્રોએકટીવ પગલાં લીધેલ છે અને ગોંડલ ખાતે તા. રપ/પ/ર018ના રોજ સૌરાષ્‍ટ્ર ઓઈલ મીલર્સ એસોસીએશન (સોમા), મગફળી દાણા ખરીદદારો, નાફેડના ચેરમેન અને અધિકારીઓની મંત્રી, કૃષિની ઉપસ્‍થિતિમાં એક બેઠકની વ્‍યવસ્‍થા કરાવી આપેલ હતી. આગામી વર્ષમાં ટેકાના ભાવે ખરીદીની પરિસ્‍થિતિ ઉભી થાય તો સંગ્રહ માટે ગોડાઉનો ઉપલબ્‍ધ થઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે નાફેડને જથ્‍થાના નિકાલ માટે રાજય સરકારે જરૂરી સુચનાઓ આપી હતી.

રાજય સરકારે ખેડુતોના માલ સમયસર ટેકાના ભાવે ખરીદી થાય તે માટે આવું આગોતરૂં આયોજન કર્યુ અને ખરીદી બને તેટલી પારદર્શક થાય તેનું જડબેસલાક આયોજન કર્યુ હતું. ખેડુતોની પડખે ઉભા રહેવાની ભાજપની ગુજરાત સરકારની પ્રતિબઘ્‍ધતાને કારણે, રાજયમાં મગફળીની વિક્રમજનક માત્રામાં ખરીદી થઈ હતી. કોઈ કોઈ કેન્‍દ્રો પરકેટલાંક લાલચું વ્‍યવસ્‍થાપકો અને સબંધિત અધિકારીઓની મિલિભગતથી ગેરરીતિઓ થઈ હોય શકે, આમ છતાં, અત્‍યાર સુધીમાં માત્ર પેઢલા ખાતેના ગોડાઉન નં. 1માં મગફળીમાં ભેળસેળ હોવાનું માલુમ પડેલ છે. આ ગોડાઉનમાં કુલ 31000 ગુણી મગફળી એટલે કે લગભગ 108પ ટન મગફળીનો સંગ્રહ થયેલ. છેલ્‍લા બે વર્ષમાં સરકારની કુલ 10 લાખ 46 હજાર ટન મગફળીની ખરીદી થઈ છે. આમ કુલ ખરીદીના 0.0001% એટલે કે, 1000માં ભાગ કરતાં પણ ઓછી મગફળી ભેળસેળવાળી માલુમ પડી છે.

રાજય સરકારે તમામ જવાબદાર લોકો સામે, કડક કાયદાકીય કાર્યવાહી કરી છે. પરંતુ, આ ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવા અને રાજય સરકારે આટલી મોટી માત્રામાં મગફળી ખરીદ કરી, ખેડુતોની પડખે ઉભા રહેવાનું જે સુંદર કામ કર્યુ છે તેનાથી અકળાઈને, વિરોધ પક્ષના નેતા છેલ્‍લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં અલગ અલગ સ્‍થળોએ ઘરણા – ઉપવાસના નાટકો ચાલું કર્યા છે. જયારે રાજય સરકાર આવી ગેરરીતિ કરનાર સામે ગંભીર હોય ત્‍યારે મોઘમ કે ઉભડક આક્ષેપોને બદલે, કોંગ્રેસી આગેવાનો ચોકકસ માહિતિ સરકારને આપે તો અન્‍ય કોઈપણ જગ્‍યાએ આવું કરનાર સામે સરકાર પગલાં લઈ શકે. આમ કરવાને બદલે પરેશ ધાનાણી તપાસ કરાવવાનો રાગ આલાપે છે. આ કોઈ કોંગ્રેસના આચરેલાં ×નઢઘન કૌભાંડ જેવું કેકોલસાની ખાણની હરરાજીના કૌભાંડ જેવી અટપટી બાબત નથી. માહિતી આપે એટલે સરકાર જે તે ગોડાઉનના માલની તપાસ કરાવે એટલે ભભદુધનું દુધ અને પાણીનું પાણીભભ થઈ જાય. પણ આવું કોંગ્રેસને કરવું નથી કારણ કે તેમને ખબર છે કે, કુલ ખરીદીના 4પ% જેટલોં માલ તો વેપારીઓએ ખરીદ કરી લીધો છે. વેપારીનો દીકરો પૈસા ખરચી નબળો માલ લે ખરો ?[:]