[:gj]મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધન પર્વે સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રાખડી બાંધી સુશાસનનR શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આશીર્વાદથી ગુજરાતની સર્વાંગી પ્રગતિ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી છે તેમ બહેનો-માતાઓનો રક્ષાબંધન માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. આશીર્વાદથી રાજ્યની વિકાસ ગાથા ઓર ગતિમાન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
રક્ષાબંધનના પર્વે આજે સવારથી જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને સમાજના વિવિધ વર્ગોની બહેનો, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ બહેનો, લઘુમતી સમાજની બહેનો સહિત વિશાળ સંખ્યામાં બહેનોએ ઉમંગ ભેર ઉપસ્થિત રહી વિજયભાઈને રાખડી બાંધી હતી. ભાવનગર હોર્સ રાઈડિંગ કલબની ઘોડેસ્વાર બહેનો, દિવ્યાંગ દીકરીઓ-બહેનો અને બાઈક સવાર ભગિની શક્તિએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. 
[:]
You must be logged in to post a comment.