[:gj]મોદીની જળયોજના પાણીમાં !!![:]

[:gj]અમદાવાદ,તા:૨૮

વચનો આપવામાં માહિર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌદ વર્ષના ગુજરાતના શાસન દરમિયાન અનેક વચનો આપ્યાં હતાં અને મોટાભાગના અપૂર્ણ અને અધૂરા રહ્યાં હોવાના દાખલા આપણી સામે જ છે.

વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર દમોદરદાસ મોદીને ગુજરાત રાજયમાં મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરી. નવા નિમાયેલા નરેન્દ્ર મોદીએ પોતાના પુરોગામી અનુસાર નહેર નેટવર્ક અને પાઇપ લાઇન મારફત ખેતી પાણીનો વિકાસ કરવાની નેમ લીધી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન પદે  7 ઓક્ટોબર 2001ના રોજ શપથગ્રહણ કર્યા હતા.

નરેન્દ્ર મોદીની શપથ વિધી

મોદી શું માને છે

ગુજરાતના લોકોને અપીલ કરી તેની વાત સાંભળીએ

1 -સિંધુ નદીનું પાણી ક્યારેય ન આવ્યું

એ સમયે મુખ્યપ્રધાને દાવો કર્યો કે પાકિસ્તાન સાથે ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ અંતર્ગત ગુજરાત સિંધુ નદીનું પાણી મેળવવા માટે હકદાર છે. વડાપ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ કર્યો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી. નર્મદા ઉપરાંત સિંધુ નદીના પાણીને ગુજરાતમાં લાવવાની હિમાયત કરવામાં આવી હતી જેનો સમયગાળો વર્ષ 2002ના હતો. એટલે કે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે એક વર્ષ પણ થયું ન હતું. તેમણે આ ૨૦૦૨ એપ્રિલે વાત કરી હતી.

નરી વાસ્તવિકતા એ છે કે, પાકિસ્તાન પાસેથી પાણી લાવવાની વાત વાહિયાત ગણાવી હતી. આ વાતને બે દાયકા જેટલો સમય થયો છે. નરેન્દ્ર મોદી 14 વર્ષનું શાસન ભોગવ્યું છતાં પણ સિંધુ નદીનું પાણી ગુજરાતને ન મળ્યુ અને વાત હવાઇ ગઇ. નરેન્દ્ર મોદી 2014થી વડાપ્રધાન બન્યા પછી તેઓ સિંધુનું પાણી ભૂલી ગયા છે. તેનો સીધો મતલબ કે ગુજરાતના પુત્રની વાત માત્ર ધ્યાન ખેંચવા અને પ્રસિદ્ધિ લેવા માટેની રાજરમત હતી.

2 -નદી માતાના નામે મત  

મુખ્ય પ્રધાને ગાંધીનગરમાં સાબરમતીના કાંઠે સંત સરોવરનો શિલાન્યાસ કર્યો ત્યારે તેમણે ગુજરાતના લોકોને વચનો આપ્યા હતા.

આ પ્રસંગે તેમણે નવી જાહેરાત કરતા કહ્યું કે આપણી નદીઓ નગર સસ્કૃતીનું નજરાણુ બની રહે તે રીતે નદી-નગર વિકાસનું આયોજન થશે.નદી કાંઠે આવેલા નગરોના વિકાસનો એક્શન પ્લાન અમલમાં મુકાશે.વડોદરા,સુરત,રાજકોટ ની નદીઓ ઉપર પ્રોજેક્ટ બનાવી નગરોને રૂપાળા અને નયનરમ્ય બનાવશે.આ ઉપરાંત મોટી નદીઓના પાણીને દરિયામાં જતા અટકાવાશે.જમીન અને પાણીની સમસ્યા નિવારવા માટે એક્શન પ્લાન બનાવશે.સમુદ્ર કાંઠાને નાથી લઇ મીઠા પાણીના પ્રવાહને દરીયામાં વહી જતો અટકાવશે.

મુખ્ય પ્રધાનએ રૂ.૩૦૦ કરોડના રીવર ફ્રન્ટ ને મંજૂરી આપી. દીધી અને તે દિવસ હતો ૨૦૦૨ જૂન ૬ઠ્ઠી જૂનનો. મુખ્ય પ્રધાને 24 નદીઓના જોડાણ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ યોજનામાં નર્મદાની મેઈન કેનાલ કરોડરજ્જુનું કામ કરશે. સુકી સાબરમતીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મુખ્ય પ્રધાન એ નર્મદાના નીરનું સ્વાગત કર્યું. સાબરમતીમાં નર્મદાના પવિત્ર નીર વહેવા લાગ્યા.ગુજરાતના ઈજનેરો એ અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી. રોજનું ૩૦૦ કયુસેક પાણી છોડવાની શરૂઆત થઈ.મુખ્ય પ્રધાન એ મંત્રોચાર સાથે માં રેવાના નીરનું નદીમાં સ્વાગત કર્યું હતું. 28 ઓગષ્ટ 2002માં આ વચન આવ્યું હતું.

3 -ખારી જમીન પર ખેતી

મોદીએ ખાતરી આપી હતી કે, ખારી જમીનને નવસાધ્ય કરાશે. રણને આગળ વધતું રોકાશે, મહી અને નર્મદાના દરિયા કાંઠાની જમીન પાસે ખારાશ આગળ વધતી રોકવામાં આવશે.૧૦૦ કરોડના ખર્ચે જો જોબા ની ખેતી કરશે. ક્ષાર નિયંત્રણ માટે ૨૫ કરોડ વપરાશે. એવું૨૦૦૨ જૂન સીએમ મોદીએ કહ્યું હતું. જે આજ સુધી શક્ય બન્યું નથી..

નરી વાસ્તવિકતાએ છે કે, 20 લાખ હેક્ટર જમીન ખારી બની ગઈ છે. ખારાશ અટકી નથી. રાજ્યમાં વધતી  ખારાશની સમસ્યા શિરદર્દ સમાન છે ત્યારે મોદીએ ખારાશ ઘટાડવા માટે મોટે ઉપાડે અનેક પ્લાન આપ્યાં હતાં. જેમાં લોકભાગીદારી દ્વારા આધુનિક નદીઓ બનાવીને દરિયાકિનારાના વિસ્તારોમાં ખારાશ ઘટાડવાનો પ્લાન હતો. તેમાં કંપનીઓનો સહયોગ  પણ લેવાની વાત હતી. ટાટા, અંબુજા સિમેન્ટ અને અન્ય કંપનીઓને સાથે લેવાની વાત હતી. પરંતુ તે પણ ટૂંકજીવી સાબિત થઇ. એક પણ આધુનિક નદીનું સર્જન કરી શકાયું નથી.

4 -કલ્પસર નરી કલ્પના

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પ્રજાની સિંચાઇ – પાણીની સમસ્યાઓ દુર કરવા માટે ગુજરાત સરકારે કલ્પસર યોજનાની જાહેરાત કરી હતી.

2003માં અભ્યાસ અહેવાલો બનાવવા માટે રૂ.84 કરોડના ખર્ચને મંજુરી આપી. રીપોર્ટ ૨૦૦૮ ના ડીસેમ્બર પહેલા જમાં કારવાનું નક્કી થયું હતું.

નરી વાસ્તવિકતા એ છે કે, કલ્પસર યોજનાનો વિંટો વળી ગયો છે. રિપોર્ટ પણ સરકારના વિભાગોમાં ધૂળ ખાઇ રહ્યાં છે. ખંભાતના આખાત અને તેની આસપાસના વિસ્તારોને હરિયાળુ બનાવવાની આ મહાકાય યોજના ફક્ત સ્વપ્નમાં જ સાકાર થઇ હતી પરતું તેનુ અસ્તિત્વ ક્યારે ઉદભવશે તેના વિશે તો વચનો આપનારાને પણ ખબર નથી. ચાર વખત તેના ઉદઘાટનો કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે 2003માં કલ્પસર યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી હતી. કલ્પસરને કારણે ખંભાતના અખાતની ખારી અને નકામી બની ગયેલી સવા લાખ હેક્ટર જમીન હરિયાળી બનવાની હતી. આજે અહીં જમીન ખારી બની રહી છે.

5- નર્મદા નરી છેતરપીંડી

ગુજરાતના સ્થાપના દિવસ 1 મે 2003માં મુખ્ય પ્રધાન એ વચન આપ્યું કે ગુજરાતમાં નર્મદા કેનાલ આવતાની સાથેજ ગુજરાતનો ખેડૂત રૂપિયો વાવીને ડોલર ઉગાડશે. પણ હકીકત છે કે, આજે 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ કરવાના બદવે ઉનાળામાં માંડ 2 લાખ હેક્ટર જમીનને સિંચાઈ મળે છે.

મુખ્ય પ્રધાનએ જાહેર કર્યું કે નર્મદાની કેનાલ મારફતે 17 નદીઓના પાણી ભરાશે. નદીઓ વહેતી થઈ પણ ખેતરો સુધી મોદી પાણી પહોંચાડવામાં સદંતન નિષ્ફળ રહ્યાં છે.

કેનાલની ડીઝાઇનમાં ફેરફાર કરીને બધી નદીઓમાં ત્રણ કીલોમીટરના અંતરે જળાશયો બનાવવાની જાહેરાત કરી હતી. 2003માં સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું.બનાસ, રૂપેણ ,અને સરસ્વતી નર્મદાના નીર થી ફરવર સજીવ કરવાની જાહેરાત કરી હતી. આ નદીઓ આજે ભેંકાર છે.

નર્મદાના વધારાના પુર ના પાણીને રાજ્યની 8 નદીઓમાં વાળી 1 લાખ હેક્ટરમાં વધારાની સિંચાઈ સુવિધા ઉભી કરવાની સરકારે  2003માં જાહેરાત કરી હતી. ખારાશ આગળ વધતી અટકશે, ખેડૂતો ખરીફ પાકનો લાભ લેશે, ખેત ઉત્પાદન વધશે, કમાણીમાં વધારો થશે, કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, રાજ્યની ખેતી સબળ થશે.  એવું 28 નવેમ્બર 2003માં મોદીએ કહ્યું હતું.

નર્મદા યોજનાની નરી વાસ્તવિકતાએ છે કે હજુ સુધી નહેરોનું કામ પૂર્ણ થયું નથી.

વિસ્થાપિતો અને આદિવાસી લોકોના અનેક વિરોધ વચ્ચે સરદાર સરોવર યોજના આજે પણ સંપૂર્ણ થઇ નથી. નર્મદા નહેર હવે ભ્રસ્ટાચારની નહેર બની ગઈ છે. કેનાલમાં મસમોટા ગાબડાં પડે છે. તે ખેડૂતોના મહામૂલા પાકને ધોઇ નાખીને ધરતીપુત્રને પાયમાલ કરી નાંખે છે.

સુજલામ સુફલામ નહેર કાંઠે ઉત્તર ગુજરાતને ફાયદો થયો છે.

પણ પાઇપલાઇન આધારિત આ યોજના હંમેશા કૌભાંડોને કારણે વગોવાઇ ચૂકી હતી. જેમતેમ કરીને એક તબક્કો પૂરો થયો છે.

મોદીના આવા અનેક વચનો છે જે તેમણે પૂરા કર્યા નથી. ચૂંટણી આવે ત્યારે મોદી પોતે કોથળાના કાગળો કાઢીને યોજના જાહેર કરી દેતાં હતા. પણ યોજના ક્યારેય પૂરી કરી શક્યા નથી. તેમની વાકછટ્ટાના કારણે ગુજરાતના ત્રીજા ભાગના લોકો પ્રભાવીત છે.

મોદીએ વચનો પૂરા કર્યા નથી. ગુજરાતના લોકો હવે ઈચ્છે છે કે, મોદીએ જે મહા વચનો આપ્યા છે. તે ઠગારા ન નિવડે અને તેનું પાલન કરવામાં આવે. જનમેદની ભાળીને છાતી ઠોકીને વચનોની લ્હાણી કરવામાં મોદી અને તેમના મંત્રીઓ સૂરા , પૂરા કરવામાં અધૂરા

[:]