[:gj]રૃ.1.50 કરોડનું 12 કિલો ચરસ પકડી પાડ્યું [:]

[:gj]નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શામળાજી નજીકથી રતનપુર ચેકપોસ્ટ પર કારની ડેકીના પટ્ટાઓમાં છુપાડીને રૂ.1.50 કરોડનું 12 કિલો ચરસ પકડી લીધું છે. મુસ્તાક અને જાહિદ નામના બે ડ્રગ માફિયાઓને દબોચી લીધા હતા.

રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનો દારૂ બુટલેગરો લાવે છે. હવે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવી રહ્યા છે. અગાઉ 2 ઓગસ્ટ 2018માં શામળાજી નજીકથી કારમાં રૂ.2 કરોડનું 13.5 કિલો ચરસ પકડ્યું હતું.  યુવાધનને નશાના રવાડે ચઢાવતા અને બરબાદીના પંથે ધકેલાતા માદક પદાર્થો જેવાકે હેરોઈન,ચરસ, ગાંજો, પોષ ડોડા ઘુસાડવા પણ ઉપયોગમાં લેવાતા નાર્કોટિક્સ તંત્રના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. બંને શખ્શોને ભિલોડા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.[:]