[:gj]વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે[:]

[:gj]વડાલી, તા.૨૯

વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને શનિવારે તમામ મહિલાઓને ખેડબ્રહ્મા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ યુવતીઓને સાબરમતી જેલમાં મોકલી આપી હતી. આ મહિલાઓએ ધરોઈ માર્ગપર પણ વાહનચલોને રોકી પૈસા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. યુવતીઓએ પોતાની આગવી ઓળખ લોકો આગળ ઉભી કરવા તમામે પેન્ટ શર્ટ પહેર્યા હતા. જે કપડાં ઓફિશિયલ લાગતા લોકોને છેતરવામાં સરળતા રહે તે માટે આ નુસખો અપનાવ્યો હોય તેવું લાગી રહ્યુ છે.

પકડાયેલી યુવતીઓ :
ભીમલબેન કિશનભાઈ બારોટ (ભાટ), કંચનબેન મકનભાઈ બારોટ (ભાટ), અંજલીબેન પપ્પુ અમૃત બારોટ (ભાટ), જ્યોતિબેન મહેશભાઈ બારોટ (ભાટ), ઊર્મિબેન કિરણભાઈ બારોટ(ભાટ), કંચનબેન કમલ ગોપાલ બારોટ (ભાટ), નિતુબેન સુનિલભાઈ બારોટ (ભાટ), પૂજાબેન ચમનભાઈ બારોટ(ભાટ), રેણુબેન ચમનભાઈ બારોટ ( ભાટ)(તમામ રહે-દુર્ગાનગર ચાર રસ્તા નજીક,વટવા જી.આઈ. ડી.સી.ઓઢવ,અમદાવાદ)નો સમાવેશ થાય છે.

 [:]