[:gj]હિંમતનગર પોલીટેકનિક કોલેજના આચાર્ય પરેશ રાવલ કોલેજની જમીનમાંથી પક્ષીઓ માટે ચણ પેદા કરવાની એક
આગવી ઝુંબેશ શરુ કરી છે. વર્ષ-૨૦૦૫માં પોલીટેકનિક કોલેજમાં ઉગાડેલ નર્મદાવનની કેટલીક ખાલી જગ્યાઓમાં
એક મણ બાજરી, જુવાર અને મકાઇનું વાવેતર કર્યું છે. પક્ષીઓના ઘટી ગયેલદાણ-પાણીને આ પ્રયાસ ધ્વારા પ્રકૃતિને કઇંક પાછુ આપી શકાય તેવી ભાવનાથી આ કામ કર્યું છે.
૧૦ થી ૧૫ મણ ઉત્પાદન થઇ શકે છે. પક્ષીઓને મુક્તમને ખાવા ચણમળશે અને તેની છેલ્લે વધેલ ચાર જીલ્લાની ગૌ-શાળાને અપાશે. તત્કાલીન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલે જ્યારે કોલેજની મુલાકાત લીધી ત્યારે ખાલી-ખુલી જગ્યામાં શાકભાજીનું વાવેતર થઈ શકે એવું કહ્યું હતું.
પક્ષીઓ માટે ઘટતા જતા ખોરાકના કારણે સંખ્યા ઘટી રહી છે તેમાં પણ આ જારનો ઉપયોગ થઇ શકશે. દરેક ઘર, મકાનનાં ખૂણે જો આ રીતે એક મુઠી દાણા વવાય અને છોડ ઉછરે તો પક્ષીઓને ખોરાક તો મળશે જ પણ સાથે સાથે આજના શહેરી બાળકો જે રોટલી, રોટલો ખાય છે તે અનાજ કેવી રીતે બને છે તે જાણશે અને તેમાં કેટલી મહેનત અને સમય લાગે છે તેની પણ જાણકારી મેળવી શકશે. જેથી અન્ન પ્રત્યેની જવાબદારીની સમજણ અને તેનો બગાડ અટકાવવા સમજાવી શકાય.
પરેશ રાવલ કહે છે કે, આ પ્રયોગ રાજ્યની ૫૪૦ સરકારી અને અનુદાનિત ઉચ્ચ અને ટેકનિકલ સંસ્થા તેમજ જી.ટી.યુ. હેઠળની ૫૦૦ કોલેજોમાં તેમની નાની મોટી ખુલ્લી જગ્યામા કરી શકાય તો પંખી દાણા મોટી સંખ્યામાં પેદા કરી શકાશે.
[:]
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:en]Gujarat: Uninterrupted power supply to be provided at a cost of ₹5,000 crore[:hn]गुजरात: 5 हजार करोड़ रुपये खर्च में बिजली लगातार दी जाएगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1.jpeg?resize=218%2C150&ssl=1)
You must be logged in to post a comment.