[:gj]સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષનું સ્વાગત કરે છે[:]

[:gj]સાબરકાંઠા, તા.૩૧ 

વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હતી.

ભંડવાલ ગામના બાળકો પણ એક બીજા સાથે હરિફાઈ કરવાની જગ્યાએ એક બીજાને સહકાર આપે છે. આજની ઉજવણી દરમિયાન ગ્રામજનોએ અભ્યાસમાં પ્રથમ નંબર લાવનારને ઈનામ વિતરણની જાહેરાત પણ કરી હતી. ગ્રામજનો એક સાથે મળીને નવા વર્ષના વધામણાં આપી દીધા બાદ રાસ ગરબા રમે છે અને હરખની હેલી લે છે.[:]