[:gj]રાજયના ૩૧ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ
રાજયમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૨૨ મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં ૧૦૮ મી.મી, તાલાળામાં ૧૦૨ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૫ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન માંગરોળ તાલુકામાં ૯૬ મી.મી અને કોડીનાર તાલુકામાં ૮૧ મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં ૬૨મી.મી,માળિયામાં ૬૧ મી.મી. ભેસાણમાં ૫૦ મી.મી., મેંદરડામાં ૪૯ મી.મી, જૂનાગઢ તાલકો અને જૂનાગઢ શહેરમાં ૪૮ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત સાવરકુંડલા, કેશોદ, ખાંભા, વિસાવદર, વંથલી, ભાવનગર ધોરાજી, તળાજા, માણાવદર અને બાબરા મળી કુલ દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે અન્ય દસ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.[:]
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:en]Gujarat: Uninterrupted power supply to be provided at a cost of ₹5,000 crore[:hn]गुजरात: 5 हजार करोड़ रुपये खर्च में बिजली लगातार दी जाएगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1.jpeg?resize=218%2C150&ssl=1)