[:gj]સુરેન્દ્રનગરઃ ભાજપે 2014મા જીતેલાને કાપ્યા, કોંગ્રેસનો હારેલા ઉપર ફરી દાવ[:]

[:gj]સુરેન્દ્રનગર વિસ્તારને સૌથી વધું નર્મદા નહેરનો ફાયદો મળવાનો હતો. તેથી અહીં વિકાસ ઝડપી બનવાનો હતો. પણ આ વિસ્તારમાં ઉદ્યોગો ઓછા અને સિંચાઈ પણ ઓછી છે.

વિધાનસભા બેઠકો: – 39-વિરમગામ, 59-ધંધુકા, 60-દસાડા(SC), 61-લીમડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠકકૂલSC દલિતઆદિજાતિમુસ્લિમOBC ઓબીસીGENERAL સામાન્ય

નામ
ઠાકોરકોળીરબારીચૌધરીઅન્યલેઉવા પટેલકડવા પટેલક્રિશ્ચિયનબ્રાહ્મણજૈનદરબારઅન્ય
39વિરમગામ2,40,60026,7531,51216,05241,49814,97016,484025,5995,50032,05506,0992,67733,13218,269
59ધંધુકા2,00,75022,000018,00018,00062,23215,85908,452014,05004,0154,01534,1270
60દસાડા2,55,78640,9262,55834,78219,34727,46310,231012,07315,34722,46207,3415,11735,81022,329
61લીમડી2,21,59819,9432,21514,9579,97155,39918,281019,9437,7554,43002,0004,43031,02331,251
62વઢવાણ2,22,48324,4732,22415,5738,89913,34817,000048,9466,6746,67444418,53426,69711,12421,873
63ચોટીલા1,78,30421,3963,5665,34914,26451,70823,17908,9153,5663,63001,7973,55023,20014,184
64ધાંગધ્રા2,64,97337,0962,64926,49713,24855,6447,94905,30021,19745,046010,5995,30126,4977,950
કૂલ  2012 પ્રમાણે15,84,4941,92,58714,7241,31,2101,25,2272,80,7641,08,98301,29,22860,0391,28,34744450,38551,7871,94,9131,15,856

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા2017 વિધાનસભા
BJP5,29,0034,99,613
INC3,26,0965,48,739
તફાવત2,02,90749,126

 

2014 લોકસભા

મતદાર:1656657
મતદાન:945439
કૂલ મતદાન (%):57.06

 

ઉમેદવારઉમેદવારનું નામપક્ષકૂલ મત% મત
કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલINC32609634.50
પરમાર મિનાક્ષીબેન વિજયભાઈBSP107531.14
ફતેપરા દેવજીભાઈ ગોવિંદભાઈBJP52900355.97
જેઠાભાઈ મનજીભાઈ પટેલAAAP133751.42
બાર અજમલભાઈ કરમણભાઈBMUP22510.24
મજેઠીયા સમરતભાઈ જેરામભાઈHJP13410.14
ચાવડા પાલભાઈ નાનજીભાઈIND12270.13
પરમાર પ્રભુભાઈ ગોકળભાઈIND29680.31
પરમાર વશરામભાઈ બાવળભાઈIND17510.19
મકવાણા ઉકાભાઈ અમરાભાઈIND12260.13
મકવાણા વશરામભાઈ કરશનભાઈIND14130.15
માનસિંહ સિવુભા ઝાલાIND21540.23
વડાલિયા કાળુભાઈ માળુભાઈIND31020.33
વાઘેલા પ્રકાશભાઈ બચુભાઈIND64390.68
વોરા ભવાનભાઈ દેવજીભાઈIND48180.51
સાપરી વિપુલભાઈ રમેશભાઈIND145151.54
સાંકળીયા ગંગારામભાઈ ટપુભાઈIND112161.19
None of the AboveNOTA110291.17

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો:

2004       સોમાભાઈ ગાંલાલ કોળી પટેલ                       BJP

2004       વર્મા રતીલાલ કાળીદાસ                                BJP

2009       સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ                   INC

2014       દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા                   BJP

વિકાસના કામો

  • અહીં સૌરાષ્ટ્ર માટેનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ચોટીલા પાસે બની રહ્યું છે.
  • નર્મદા નહેરથી ખેડૂતોને આ જિલ્લામાં સૌથી વધું ફાયદો થયો છે.
  • શહેરમાં રીવરફ્રંટ બની રહી છે.
  • ઘુડખર અભયારણ્ય જોવા આવતાં લોકો માટે અહીં સુવિધા ઊભી કરવામાં આવી છે.
  • નાના અને જોબવર્ક કરનારા ઘણાં કારખાના ઊભા થયા છે. જેમાં ફાર્મા, બેરિંગ્સ, ટેક્ષટાઈલ્સ, એરો પાર્ટસ, ફાયર ફાઈટરના પાર્ટસ, સોલાર પાર્ટસના એકમો પૈકી ઘણા એકમો પ્રખ્યાત છે.
  • સુરેન્દ્રનગર જિલ્લાએ કપાસ, મીઠુ અને દૂધના ઉત્પાદન ક્ષેત્રે શ્વેતક્રાંતિ સર્જી છે.

પ્રશ્નો ઘટનાઓ

  • કચ્છના હિજરતી પશુપાલકો અહીં આવે છે અને રોકાય છે.
  • પાક વીમો ન મળવાના કારણે ખેડૂતોનો મોટો પ્રશ્ન છે.
  • ખેડૂતો દિવસે 12 કલાક વીજળીની માંગણી કરી રહ્યાં છે.
  • ખેડૂતોના ઓજાર, ખાતર, બીયારણ, ટ્રેકટર, વિજળી બીલ પરનો વેરો નાબૂદ કરવાની માંગણી છે.
  • નહેરમાંથી પાણી મળતું નથી અને જે લે છે તેના પર પોલીસ ગુના નોંધે છે.
  • ખેતરોમાં નર્મદાનું પાણી આપવાની અને તળાવ ભરવાની માંગણી થાય છે.
  • ચોટીલાના બામણબોર GIDCમાં સરકારી 520 જમીન રાજકોટ અને મોરબીના 13 ઉદ્યોગપતિઓને રૂ.200ની જમીન રૂ.11 કરોડમાં વેચી હોવાનું કૌભાંડ થયું છે.
  • સુરેન્દ્રનગર શહેર થોડા વર્ષ અગાઉ ગુજરાતના દસ વિકસિત શહેરમાં ગણાતું હતું, હવે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું છે.
  • મોટા ઉદ્યોગો અહીંથી સ્થળાંતર કરી ગયા છે કે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.
  • શહેરમાં સિટી બસ સેવા બંધ છે
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષાંતરની ઘટનાઓ મોટા પ્રમાણમાં બની છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

સોમાભાઈ પટેલ, આઈ.કે.જાડેજા ઉપરાંત શાહબુદ્દીન રાઠોડ, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, હેમુ ગઢવી, સુરેશ રાવળ, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ, વાઘજી રબારી વગેરે લોક-સાહિત્યકાર અહીંની પ્રજા પર પક્કડ ધરાવે છે.

2019ની સંભાવનાઓ

40 ટકા કોળી મતદારો છે, 11 ટકા દલિત અને 11 ટકા પાટીદાર મતદારો છે. છતાં સત્તામાં ક્ષત્રિય રાજકારણીઓ પ્રભુત્વ ઊભું કરવા પ્રયાસ કરે છે. તેમ છતાં અહીં 1989થી લોકસભાની પાંચ ચૂંટણી સોમાભાઈ લડેલા જેમાં એક જ વખત હારેલાં છે. તેઓ નરેન્દ્ર મોદીના પ્રખર વિરોધી છે. તેથી તેમની જીતની સંભાવના કોંગ્રેસ માટે વધું છે. ભાજપે આ વખતે અહીંના સિટિંગ સાંસદને દેવજી ફતેપરાને પડતા મૂકીને ડો.મહેન્દ્ર મુંજપરાને અજમાવવાનો દાવ ખેલ્યો છે. એટલે, જંગ રસપ્રદ બન્યો છે.

ભાજપ

  • સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા સામે ઘણાં કાનૂની કેસ છે. કેટલાક વિવાદોમાં ફસાયેલા હોવાથી તેમને પડતા મૂકાયા છે.
  • તેમની નારાજગી બીજેપીને કેટલી અસર કરે તે જોવાય રહ્યું છે.
  • તેઓ ચુવાડીયા કોળી છે. ને ભાજપે જીતવું હોય તો તળપદા કોળીને ટીકીટ આપવી પડે તેમ છે.
  • દેવજી ફતેપરાએ સંસદમાં 85% હાજરી આપીને લેખિતમાં 194 પ્રશ્નો પૂછ્યા છે પણ તેઓ માત્ર 2 કે 3 વખત જ ઊભા થઈને બોલ્યા છે. સંસદમાં પ્રજાના પ્રશ્નો ઊઠાવી શક્યા નથી.
  • દેવજીભાઈ ફતેપરાને ટિકિટ અપાતા ભાજપના જૂના નેતાઓમાં રોષ છે.

કોંગ્રેસ

  • સુરેન્દ્રનગરની બેઠક પર 2019ની ચૂંટણી લડાવવા માટે એક માત્ર નામ સોમાભાઈ પટેલનું આવ્યું હતું.
  • સોમા પટેલ મજબૂત નેતા છે. આ બેઠક ઉપરથી તઓ ચાર વાર જીત્યા છે, બે વાર ભાજપ અને બે વાર કોંગ્રેસમાંથી.
  • સોમાભાઈ પટેલના પુત્રને લીંબડી વિધાનસભામાં 2017માં ટિકિટ આપવામાં આવી હતી જેમાં કારમી હાર થઈ હતી, એટલે સોમાભાઈનું પણ કોળી સમાજમાં કદ પહેલાં જેટલું રહ્યું નથી તેવો સંકેત પણ આપે છે.
  • છ બેઠકમાંથી એકમાત્ર વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થયેલી છે.
  • 2017ની વિધાનસભાની સરસાઈને આધારે આ બેઠક પર કોંગ્રેસ આગળ છે.
  • ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ અને સંઘનું સંગઠન ક્યાંક નબળું પડ્યું હોવાનું કહેવાય છે.
  • 2014 ના પરિણામો પછી પેહલી વાર ગુજરાત ની ચૂંટણીઓ પછી સંઘ માં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે, કેટલાક સંઘ ના કાર્યકરો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ વખતે ગુજરાત માં ભાજપ ની નબળી જીત પાછળ ભાજપ ની આર્થિક નીતિઓ જ જવાબદાર છે

વચનો પુરા ન થયા

  • અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, જેને ગેસ આપાવનું વચન ભાજપે આપેલું તે પૂરું થયું નથી.
  • અહીંના અર્થતંત્રમાં 58 ટકા યોગદાન ગ્રામ્ય વિસ્તારનું છે. ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનું વચન આપેલું જે પૂરું થયું નથી.
  • ભાજપે દરેક સરકારમાં શહેરીકરણને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે, પણ અહીં શહેર સારું બની શક્યું નથી.
  • ખેડૂતોની આવક વધારવાનું સરકારે વચન આપેલું તે પૂરું થયું નથી.
  • ગરીબી દૂર થઈ નથી, વધી છે. રોજની માથાદીઠ આવક રૂ.113 છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની આવક મનરેગામાં મળતી મજૂરીથી પણ ઓછી છે.

[:]