[:gj]સૈનિકે માંગી તો જમીન ન આપી, શ્રીમંતે માંગીતો આપીને કરોડોનું કૌભાંડ કર્યું[:]

[:gj]કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળા અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટ નજીક લોઠકામાં રૂ. 100 કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ તેમાં કોઈ પગલાં લેવાયા નથી. ગુજરાતના મહેસૂલ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે તેમ છતાં આટલા મોટા જમીન કૌભાંડ સામે કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. ત્યારે આ જમીન કૌભાંડમાં ભાજપના નેતાના કુટુંબીજનો સંડોવાયેલાં હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ નજીક લોઠડા ખાતે હાઈવે ટચ કરોડોની સરકારી જમીન માલેતુજારોને ઘરખેડ માટે આપીને મહેસૂલ અધિકારીઓએ નિયમ વિરૂધ્ધ કાર્યવાહી કર્યાની ગુજરાતની વડી અદાલતમાં  રામોદ ગામના મનસુખ રાઠોડે જાહેર હિતની અરજીની સુનવણી બાદ આ કિસ્સામાં આગળ ઉપર જોગવાઈ શું છે એની સરકાર પાસેથી સ્પષ્ટતા લઇ આવવા સરકારી વકીલને આદેશ કર્યો છે. અગાઉ વર્ષ 2007થી આ જમીન તો દલિત અરજદારોએ સાથણી માટે તથા માજી સૈનિકે જૂના ધારાધોરણ મુજબ તેમને મળવાપાત્ર હક્ક તરીકે માગી હતી. પરંતુ સરકારે નકારી કાઢી, પણ મોડેમોડે અરજી કરનાર ધનિકોને ફાળવી દીધી

રાજકોટ નજીકના લોઠકા ખાતે ગિરાસદારના વારસદારોને અત્યંત ઝડપથી 51 એકર સરકારી જમીન આપી દેવામાં આવી છે તે જમીન ભાજપના એક નેતાના ભત્રીજા સહિત બીજી બે વ્યક્તિના નામે જમીન ખાતે ચઢાવી દેવામાં આવી છે. કલેક્ટર આ અંગે તપાસ કરે એવી માગણી પણ ઊભી થતાં તે અંગે કેટલીક વિગતો માગવામાં આવી છે. પણ જેની મંજૂરી રાજકોટના મૂળ વતની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે તે જમીનની મંજૂરી આપી હતી. જેમાં કલેક્ટરની ભૂમિકા ઓછી છે અને સચિવાલયની ભૂમિકા વધારે છે.

વિગતો મુજબ 26 એપ્રિલ 2018ના રોજ તે જમીન રૂ. 1.55 કરોડમાં દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવી છે. જેમાં એક વ્યક્તિ ભાજપના નેતાના ભત્રીજા છે. આ જમીનના ભાવ એટલાં ઊંચા છે તેની ભારે માંગ છે. સરકારે તેની કઈ રીતે મંજૂરી આપી તે અંગે જાહેર ખુલાસો મહેસૂલ વિભાગે કરવો જોઈએ એવું કલેક્ટર કચેરીના પ્રામાણિક અધિકારીઓ માની રહ્યાં છે. સચિવાલયમાં કોણે રસ દાખવ્યો તે અંગે વિગતો મગાવીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તુરંત તપાસ કરાવવી જોઈએ તો જ સાચી વિગતો બહાર આવે તેમ છે.

લોઠડાની કિંમતી જમીન હજુ વિધિવત બિનખેતી નથી થઇ છતાં વેચાણ-કામકાજ ચાલુ છે એના પર કોણ કઇ રીતે રોક લગાવડાવી શકે એ પ્રશ્ન ઊભો થયો છે. પડધરીના ગિરાસદારના વારસોએ કરેલી કાનૂની કાર્યવાહીમાં એક તબક્કે જમીનની ફાળવણીનો જયુડિશિયલ હુકમ થયો હતો. જોકે ઘરખેડ માટે ખેતીલાયક જમીન ફાળવવી જોઇએ તેના બદલે હાઈવે ટચ કરોડોની જમીન અને તે પણ પાંચ ટુકડામાં ફાળવી દેવાઈ હતી. તુરંત એ બિનખેતી થઇ ગઇ અને તેના હસ્તાંતરણ બાદ ત્યાં ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક પણ બનવા માંડ્યો છે.[:]