[:gj]સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. દ્વારા અંદાજ જાહેર, મગફળીનું ઉત્પાદન ગયા વર્ષ કરતા ખાસ્સુ ઉત્પાદનની આશા[:]

[:gj]રવિવારે સોરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષે જાહેર કરવામા આવતા પાક પાણીના ચિત્રમાં ચાલુ સાલ ગુજરાતમાં સરેરાશ વીઘે ૧૫.૩૩ મણનો ઉતારો આવવાની અને વર્ષ દરમિયાન ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યૂ જનરેટ થશે. લોકો સાઈડ તેલનો વપરાશ ઘટાડીને મગફળીના તેલનો વધુ વપરાશ કરી ફકત પ ટકાનો ય વધારો થાય તો સરકારે ટેકાના ભાવે કયારેય ખરીદી ન કરવી પડે એમ નિર્દેશ કર્યો હતો.

સોમાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ૧૫.૫૨ લાખ હેકટરમાં મગફળીનુ ખેડૂતોએ વાવેતર કર્યુ હતું.આ સાલ મેઘરાજાએ ખુબ જ મહેર કરતા હોબેશ ઉત્પાદન આવ્યું છે. અને ગત સાલ કરતા આ ઉત્પાદન બેવડાઈ ગયું છે. જે આકડો ૩૦.૧૯ લાખ ટન નજીક આવી જશે. આવુ ઉત્પાદન છેલ્લા કેટલાય વર્ષોથી આવ્યુ ન હતુ.

દેશમાં ખાદ્યતેલનો કુલ વપરાશ ૨૫૦ લાખ ટન છે. એમાં સીંગતેલનુ ઉત્પાદન ૮ લાખ ટન છે જેમાં ગુજરાતનો વપરાશ ફકત ર થી રા। લાખ ટન જ છે. જે સાવ નગણ્ય છે. અમોએ પી નટ કાઉન્સીલની માગણી કરી છે. સીંગતેલ માટે કુપ્રચાર બહુ જ થયો છે. પણ સીંગતેલ હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે.

જો હાલના વપરાશમાં પ ટકાનો વધારો થાય તો ખેડૂત અને ખેતીને ખૂબ જ ફાયદો થાય એમ છે. સરકારે તલ, રાયડો, કોપરેલ, મગફળીના તેલનો વપરાશ વધે એ માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ. અને પ્રાદેશિક તેલોનો જો વપરાશ વધે તો જ ખેડૂતને પ્રોત્સાહન મળે એમ છે.[:]