[:gj]સ્ટુડન્ટ રીસર્ચ અંતર્ગત નૈયા જોશીને મળ્યા બે ગોલ્ડ મેડલ [:]

[:gj]મોડાસા : અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની અને હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષય સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નૈયા જોશીએ રિસર્ચમાં બે ગોલ્ડ મળતા અરવલ્લી જીલ્લાના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા. સ્ટુડન્ટ રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત નૈયાએ બે વિષય પર રિસર્ચ કર્યું હતું અને બંનેમાં તેને ગોલ્ડ મળ્યા છે. સંસ્કૃત વિષયમાં તેણે ‘ સૂર્યગેહેતમિસ્રા – એક અધ્યયન’ જેમાં દલિત કવિતાઓનો સંસ્કૃતમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતીમાં ‘વિચરતી જાતિના સાહિત્યમાં સામાજિક અનુબંધ’ વિષય પર રિસર્ચ કર્યું હતું. આ બંને રિસર્ચના વિષયો તદ્દન અલગ છે. આ ઉપરાંત 70 વિદ્યાર્થીઓમાંથી નૈયાનું સંસ્કૃતનું રિસર્ચ પ્રેઝન્ટેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યું હતું. નૈયા અભ્યાસ ઉપરાંત દૂરદર્શનમાં સામાજિક ન્યાય શ્રેણી અંતર્ગત એન્કર તરીકે આવી ચૂકી છે.

 [:]