[:gj]12 સપ્ટેમ્બરના હાર્દિક પટેલના પારણાના તમામ સમાચારો[:]

[:gj]અમદાવાદ: છેલ્લા 19 દિવસથી ચાલતા હાર્દિકના આમરણાંત ઉપવાસનો આખરે આજે અંત થયો છે. પાટીદાર સમાજના વડીલો, ખોડલધામના નરેશ પટેલ, ઉમિયાધામના સીકે પટેલના હસ્તે હાર્દિક પટેલ પારણાં કરી લીધા છે. પારણાં બાદ હાર્દિક પટેલે કહ્યું કે ‘અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો, નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે, મને એવું લાગે છે મુંગા રહેવા કરતાં દેશદ્રોહી બનવું સારું છે’. હાર્દિક પટેલની ઉપવાસી છાવણીમાં છ સંસ્થાના આગેવાનો હાજરી આપી હતી.

આમરણાંત ઉપવાસ વિશે કહ્યું..

હાર્દિકે જણાવ્યું હતું કે, – છેલ્લા 19 દિવસથી હું ઉપવાસ પર બેઠો હતો. સમગ્ર ગુજરાતમાંથા ઘણા બધા લોકો મારી સાથે ઉપવાસ પર બેઠા હતા. આજે 19 દિવસથી આપણે આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યોછાવર થઈ ગયા હતા, જેમાં ઘણા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણા લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી છે.

સમાજ સંસ્થા વિશે કહ્યું..

ગમે તેવો દીકરો કેમ ન હોય પણ સમાજના વડીલો ને ચિંતા થતી હોય છે. 6 સંસ્થાઓના અગ્રણીઓ વિનંતી કરી કે જીવીશું તો લડીશું લડીશું તો જીતીશુંના મુદ્દા સાથે આજે બધા મિત્રોએ મને પારણાં કરાવવા માટે આવ્યા હતા. યુવાનોનું કામ હોય છે કે સમાજ માટે લડી લેવું, મરી લેવું, અને સમાજના અગ્રણીઓનું કામ છે કે તે મુદ્દા પર સલાહ સુચન આપવું. સમાજના વડીલો પાસે અમે ક્યારેય એવી આશાઓ નથી રાખી કે અમારા માટે તમે આ કરો. અમે એવી આશાઓ રાખી છે કે આ તમારાથી થઈ શકે છે એમ છે અને આ કામ કરવાનો પ્રયાસ આપ કરો. અમે એવું ક્યારેય નથી કહેતા કે સમાજના વડીલો અમારા વિરોધી છે. સમાજના વડીલોએ અમને સંસ્કાર આપ્યા છે. સમાજના મોભીઓએ અમને માન-સન્માન આપ્યું છે. અમને લોકોને અમારું સ્ટેટસ આપ્યું છે. પણ એનો મતલબ એવો નથી કે માન અને સન્માનથી જિંદગી જીવી શકાય.વડીલોને અપીલ કરું છું કે જે પાટીદાર યુવાનો જેલમાં છે એમને છોડાવવા માટેના પ્રયાસો કરજો

ભાજપ-કોંગ્રેસ વિશે કહ્યું..

સમાજના સામે ઝુકીશ, સમાજના વડીલો સામે ઝુકીશ, માતા અને કુળદેવીના ચરણોમાં ઝુકીશ પણ અમુક લોકો સામે નહીં ઝુકું.ભાજપ- કોંગ્રેસથી આપણે કંઈ મતલબ નથી. આપણે તો આપણા અધિકારોથી મતલબ છે. ભાજપ-કોંગ્રેસ આવીને ગઈ. કોણ ભાજપમાં હતું કોણ કોંગ્રેસમાં હતું એનાથી આપણને કોઈ જ ફરક નથી પડતો. આપણે સરકાર સામે આપણી વાત મુકવાનો પુરે-પુરો અધિકાર હોવો જોઈએ.

કોના માટે છે અનામતની લડાઈ

પારણાં કર્યા બાદ હાર્દિકે જણાવ્યું કે, અમારી લડાઈ આલિશાન મકાન અને બંગલામાં રહેતા લોકો માટે નથી. અમારી લડાઈ તો 5 વીઘામાં મહેનત કરતા સુરત, બાપુનગર, રાજકોટ કે અમદાવાદમાં 10 કે 15 હજાર રૂપિયા મહેનત કરતા મજૂરી કરતા જેના દીકરાને સારા માર્કસ હોવા છતાંય એડમિશન નથી મળતું, એવા લોકો જેમની પાસે 750 રૂ. છે દેશી ખાતર દેવા માટે તે લોકોને 1450 થઈ ગયા આ લોકો માટે અમારી આ લડાઈ છે.

‘ગુલામી કે લાચારી સહન નહી કરું’

અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો. નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે. મને એવું લાગે છે મુંગા કરતાં દેશદ્રોહી બનવું સારું છે. હું કોઈ ગુલામી કે લાચારી સહન નહી કરું, હું જેલમાં પણ રહ્યો છું, હું અપમાન, બેઈજ્જતી બધી સહન કરી લીધી છે પણ ઝુકીશ તો સમાજના અગ્રણીઓ અને વડીલો સામે પણ સરકાર સામે ક્યારેય નહીં ઝુંકુ.

સમાજના માન-સન્માનમાં આ ઉપવાસ

હું 9 મહિના જેલમા રહ્યો છું એટલે મને પણ ખબર છે. સમાજના આગેવાનો મને આવીને કહેતા હતા કે જામીન થઈ જશે અને આમ કહેતા કહેતા હું 9 મહિના જેલમાં રહ્યો. હવે આપણે એક જ વાત જેટલું થાય એટલું કરજો ન થાય તો ના પાડજો. અમને ક્યારેય દુઃખ નહીં થાય. ઉપવાસ અને પારણાં માત્ર સમાજના માન- સન્માન માટે છે, એટલે આજે સમાજના આગેવાનો અને વડીલોના હાથે પારણાં કર્યા છે. એટલે આ ઘોડામાં વધુ હિંમત આવી છે, હવે તો મારા સમાજના વડીલોએ મારી સાથે છે. મારે હવે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી

પારણા કરી હાર્દિકે કહ્યું મને નહીં સરકારને શરમ આવવી જોઇએ

જ્યાં સુધી મારી ત્રણે માગણીઓ મંજૂર નહીં થાય ત્યાં સુધી વિજય સંકલ્પ ઉપવાસ જારી રહેશે તેવી જાહેરાત કરનારા હાર્દિક પટેલે સરકારે એકપણ માગણી મંજૂર નહીં થઇ હોવા છતાં પાટીદાર સંસ્થાઓની લાગણી અને સમાજની માગણીને માન આપીને પારણા કરી લીધા હોવાની જાહેરાત કરી છે. હાર્દિકે ખોડલધામ અગ્રણી નરેશ પટેલ, ઉંઝા ઉમિયા ધામના પ્રહલાદ પટેલ અને સંસ્થાઓના સંકલનકાર સી.કે. પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉપવાસના ૧૯મા દિવસે પારણા કરી લીધા હતા. તે પછી હાર્દિકે જણાવ્યું હતું કે, હું સરકાર સામે નહીં પણ પાટીદાર સંસ્થા અને સમાજ માટે ઝૂક્યો છું. પારણા એ મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક છે કે તેમણે એકપણ વાત માની નથી. હાર્દિકે આગામી એક મહિનામાં સંપૂર્ણ લોકક્રાંતિના નામે ગામે ગામ ક્યાં અધિકાર આપો અથવા સત્તા ખાલી કરો તેવું અભિયાન ચલાવવાની પણ જાહેરાત કરતા દિલ્હીમાં ત્રણે મુદ્દાઓને લઇ જવાશે તેમ જણાવ્યું હતું.

હાર્દિકની ઉપવાસી છાવણીમાં બુધવાર સવારથી જ હલચલ હતી અને પાટીદાર સંસ્થાના અગ્રણીઓ તથા મધ્યસ્થીઓએ પારણાનો તખ્તો ગોઠવી દીધો હતો. તે મુજબ બપોરે પાટીદાર અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને પાસના કાર્યકરોની હાજરીમાં જય સરદાર-જય પાટીદારના નારા વચ્ચે પારણા કરાવ્યા હતા. પાટીદાર અગ્રણીઓએ પણ સમગ્ર મામલો છેવટે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

હાર્દિકે તેને સરકાર સામે નમતું જોખીને પારણા કર્યાનો વસવસો હોય તેમ સરકાર ઉપર બમણાં જોરથી પ્રહાર કરતા કહ્યું હતું કે, ઉપવાસ પછી ગામેગામ લોકોનું સમર્થન મળ્યું હતું. જો જીવીશું તો લડીશું અને લડીશું તો જીતીશું તેવા ખ્યાલ સાથે પારણા કર્યા છે. ભાજપ સરકારને તાનાશાહ ગણાવતા કહ્યું હતું કે, આ સરકારને એક નહીં ૨૫ હાર્દિક મરી જાય તો પણ કોઇ ફરક પડતો નથી કે ચિંતા હોય તેમ લાગતું નથી. અંગ્રેજ જેવી સરકારે સાબિત કર્યું છે કે દોઢ કરોડ પાટીદાર સમાજની પણ સરકારને જરૂર નથી અને તે ફક્ત ઉપયોગ કરીને ફેંકી દેવાની નીતિમાં જ માને છે.

આગામી કાર્યક્રમો વિશે જાણકારી આપતા હાર્દિકે કહ્યું હતું કે, હવેની લડાઇ લોકતાંત્રિક માર્ગે હશે અને લોકશાહી બચાવવા માટે હશે. લોકશાહી બચાવવી હોય તો દરેકે ઘરની બહાર નીકળવાનું આહવાન કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, જો ભાજપને અનામત કે અન્ય કોઇ માગણી પણ પૂર્ણ ના કરવી હોય તો તેને સત્તા પર બેસવાનો પણ અધિકાર નથી અને તેની સામે બાંયો ચડાવીને કહેવામાં આવશે કે અધિકારો આપો અથવા સત્તા ખાલી કરો.

વડીલોની વાતને માનીને ઉપવાસ તોડ્યા છે, માગણીઓ યથાવત્

પાટીદાર સમાજનાં અગ્રણીઓ તેમજ પાટીદાર અનામત આંદોલનનાં અગ્રણીઓએ 19માં દિવસે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના પારણાં કરાવ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ ગ્રીનવૂડ ખાતે ખોડલધામ તેમજ ઉમિયાધામ સહિતની છ મહત્વની સંસ્થાઓના પ્રમુખોએ હાર્દિકને પાણી પીવડાવીને પારણાં કરાવ્યા. અહીં હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો અંત આવ્યો છે જો કે હાર્દિકે પારણાં બાદ જણાવ્યું હતું કે વડીલોની વાતને માન આપીને હું પારણાં કરું છું અને મારી લડત સમાજના છેવાડાના વ્યક્તિ માટેની લડત યથાવત્ રહેશે અને સરકાર સામે કરેલી માગણીઓ પણ જેમની તેમ રહેશે. પારણાં કરાવવા માટે પાટીદાર અગ્રણી જયરામ પટેલ, સી કે પટેલ, નરેશ પટેલ, પ્રહલાદ પટેલ સહિતનાં અગ્રણીઓ હાર્દિકનાં નિવાસ સ્થાને મંચ પર જોવા મળ્યા હતા.

પાટીદાર સમાજનાં અગ્રણી સી કે પટેલે કહ્યું, ‘આજે સોનાનાં સૂરજનો ઉદય થયો છે. અત્યારનો સમય એવો છે કે જો તમે જૂથમાં હશો અને એક સાથે હશો તો જ કોઈ તમને નમશે. પાટીદાર સમાજ જેટલો સંપ અને એકતા અન્ય કોઈ સમાજમાં નથી જોવા મળતી. પરંતુ આપણે કોઈ યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે હું પણ ખેડૂત છું. મેં પણ ખેતરોમાં કામ કર્યા છે. અને આજે પણ તેનાં નિશાન મારા હાથમાં જોવા મળે છે. પાટીદારોની એવી અનેક માતાઓ છે કે જે તેમનાં બાળકોનાં અભ્યાસ અને તેમનાં ભવિષ્ય માટે પોતાનું ખેતર વેંચી દેતી હોય. હું ધન્યવાદ આપું છું એવી તમામ માતાઓને. હું ધન્યવાદ આપું છું હાર્દિક પટેલની માતાને કે તેમણે આવા બાહદૂર દીકરાને જન્મ આપ્યો.’

ખેડૂતોના દેવામાફી, અનામત અને અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવાની માંગ સાથે શરુ થયેલાં આમરણ ઉપવાસના ૧૯મા દિવસના અંતે આખરે હાર્દિક પટેલે પારણાં કરી આંદોલન સમેટયુ હતું. પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને સી.કે.પટેલે હાર્દિકને પારણાં કરાવ્યા હતાં. પારણાં બાદ હાર્દિક પટેલે સરકાર પર પ્રહારો કર્યાં કે,ભાજપ સરકારની નિતી યુઝ એન્ડ થ્રોની રહી છે. સરકારને પાટીદારો અને ખેડૂતોની જરુર નથી તે સાબિત થયુ છે.

ગઇકાલે સોલા ઉમિયાધામમાં પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી જેમાં હાર્દિકને પારણાં કરાવવા નક્કી કરાયુ હતું.જેના ભાગરુપે આજે બપોરે ત્રણ વાગે પાટીદાર ધાર્મિક સંસ્થાની કોર કમિટીના અધ્યક્ષ સી.કે.પટેલ અને ખોડલધામ સંસ્થાના અગ્રણી નરેશ પટેલ છત્રપતિ નિવાસ પહોંચ્યા હતાં.જયાં તેમણે હાર્દિકને નારિયેળ પાણી પીવડાવી પારણાં કરાવ્યા હતાં. આ બંન્ને પાટીદાર આગેવાનોને સંગઠન શક્તિના જોરે સમાજના પ્રશ્નો હલ કરવા યુવા આંદોલનકારીઓને આહવાન કર્યુ હતું.

ઉપવાસ આંદોલન સમેટાયાં બાદ પત્રકાર પરિષદ સંબોધતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધી આક્ષેપ કર્યો કે,ગોધરાકાંડ કરી સત્તા પર બેઠેલાં ભાજપના શાસકોને રાજ્યના ચાર કરોડ ખેડૂતોની કઇં પડી નથી. પાટીદારોનીય આ સરકારને કોઇ જરુર નથી તે આંદોલન પરથી જાણી શકાયુ છે. પણ હવે જ આખાયે રાજ્યમાંથી નહીં,બલ્કે દેશભરમાં લોકક્રાંતિના નારા સાથે સરકાર સામે લડાઇ લડવામાં આવશે.દિલ્હીમાં ઉપવાસ કરીશું. આ સરકારમાં તમે જો અધિકારથી નહી માંગો તો,તમે તાનાશાહ સરકારનો ભોગ બનશો.

તેણે એવી ય ચિમકી ઉચ્ચારી કે, જો આ સરકાર ખેડૂતોના દેવામાફ કરી શકતી ન હોય,બંધારણિય રીતે અનામત આપી શકતી ન હોય,પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચી શકતી ન હોય તો પછી આ સરકારને શાસન પર રહેવાનો અધિકાર નથી. હવે એ દિવસો જ દૂર નથીકે,પ્રજા જ ભાજપ સરકાર પાસેથી સત્તા છિનવી લેશે. આ અંગ્રેજોની સરકારને હાંકી કાઢવી પડશે.આ લડાઇ કોઇ બંગલા-કાર વાળા માટેની નથી પણ બળદગાડુ-નળિયાવાળા ઘર ધરાવતાં ગરીબો માટેની લડાઇ છે.

આંદોલનમાં ઘણાંએ અંગ્રેજોની ય ભૂમિકા ભજવી છે.ખેડૂતો,લોકોના પ્રશ્નો માટે બોલવુ એ દેશદ્રોહ છે તો ભલે હું દેશદ્રોહી રહ્યો.તેણે એમ પણ કહ્યું કે,દેશના લોકોએ ગુજરાતમાં કચ્છનુ રણ,સીદી સૈયદની જાળી જોવા નહીં પણ અંગ્રેજ સરકારને જોવા ગુજરાત આવવુ જોઇએ. છેલ્લે તેણે એમ કહ્યુંકે, શરમ ને નહીં,સરકારને આવવી જોઇએ કેમકે,સરકારે સાબિત કરી દીધુ છેકે,તેને કોઇની પડી નથી. હાર્દિકે પાટીદાર આગેવાનોને જેમ બને તેમ જલદી પ્રશ્નોનોનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી. પારણાં વખતે જય સરદાર,જય પાટીદારના નારાં ગુંજ્યા હતાં.

પાટીદારોમાં કોઇ ભાગલા ન પડાવે તે જોજો : નરેશ પટેલ

ખોડલધામના અગ્રણી નરેશ પટેલે જણાવ્યું કે,હાર્દિકે પારણાં કરતા આનંદ થયો છે કેમકે, આજે આવા યુવાનોની દેશ-સમાજને જરુર છે. પાટીદારો હાર્દિક સહિતના આંદોલનકારીઓની સાથે જ છે.ખેડૂતોથી માંડીને સમાજના પ્રશ્નો હલ કરવા સરકાર સાથે શક્ય તમામ પ્રયાસો હાથ ધરાશે.પણ પાટીદારોમાં ય કોઇ ભાગલાં ન પડાવી જાય તેનુ યુવાઓએ ખાસ ધ્યાન રાખવુ પડશે.

ઉપવાસ સ્થળે પોલીસની કામગીરી વિશે ગાઈડલાઈન બનાવો : હાર્દિક

હાર્દિકે આજે ઉપવાસના પારણા કરતા તેણે ઉપવાલ સ્થળે પોલીસની કનડગત મુદ્દે કરેલી રિટમાં પોલીસ બંદોબસ્ત વિશે કોઈ રજૂઆતનો મુદ્દો રહ્યો નહોતો. જો કે હાર્કિદ દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે જ્યારે કોઈ આ રીતે ઉપવાસ પર ઉતર્યું હોય ત્યારે પોલીસે કેવી રીતે કામગીરી કરવી તેની માર્ગદર્શિકા હાઈકોર્ટે બનાવવી જોઈએ. જે અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે

પાટીદાર સંગઠન શક્તિથી જ સમાજના પ્રશ્નો હલ થશે : સી.કે.પટેલ

પાટીદાર યુવા-આગેવાનોને એક પ્લટફોર્મ આવતા સંગઠનશક્તિનું નિર્માણ થયુ છે. આ સંગઠનશક્તિના જોરે જ ખેડૂતોના દેવા સહિત અનામત અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે.જીવશુ તો જીતીશુને,લડશુ તો જીતીશુ તે મંત્ર સાથે હાર્દિકને પારણાં કરાવ્યાં છે.આશા છેકે, સરકાર સાથેની મંત્રણામાં પ્રશ્નો જરુરથી ઉકેલાશે.

કથિરીયાને જેલમુક્ત કરવા સુરત-સૌરાષ્ટ્ર સુધી આંદોલન : મનોજ પનારા

આ તાનાશાહીની સરકાર છે. ૧૯ દિવસ દરમિયાન એકેય વાર વાત કરવાનોય પ્રયાસ કરાયો નથી. પણ હવે જયારે સમાજનો સાથ મળ્યો છે ત્યારે અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરાવવા સુરતથી સૌરાષ્ટ્ર સુધી જનઆંદોલન કરાશે.ગણેશ મહોત્સવમાં અનામત,ખેડૂતોના દેવામાફીનો મુદ્દો વણી લોકજનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાશે.પાસે જાહેર કરેલાં તમામ કાર્યક્રમો યથાવત રહેશે.

પોલીસ અધિકારીઓને ગુલાબ આપી હાર્દિકે ગાંધીગીરી કરી

એસજીવીપી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ સરકારની સૂચનાથી પોલીસે હાર્દિક પટેલના નિવાસસ્થાને જતા મુલાકાતીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. મિડીયા સાથે પણ પોલીસે ગેરવર્ણતૂક કરી હતી. એટલુ જ નહીં,ખુદ હાર્દિકના પરિવારજનોને ય વાહનો લઇને રોકયા હતાં. પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે પોલીસ અધિકારીઓને ગુલાબના ફુલ આપીને ગાંધીગીરી કરી હતી.

એકાદ બે દિવસમાં સરકાર-પાટીદારો સાથે મંત્રણા થઇ શકે છે

હાર્દિક પટેલની માંગ નહી સ્વિકારાવુ ભાજપ સરકારે વલણ દાખવ્યુ છે.આમ છતાંય પારણાં બાદ એકાદ બે દિવસમાંથી પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે મંત્રણા થઇ શકે છે. આ મંત્રણામાં સમાધાનની ફોર્મ્યુલા મુજબ,અલ્પેશ કથિરિયાને જેલમુક્ત કરવા માટેનો માર્ગ મોકળો કરવા ચર્ચા થશે.અલ્પેશની જામીન અરજી કોર્ટમાં થઇ છે ત્યારે સરકાર પક્ષે વિરોધ થશેે નહીં. આ બાજુ અનામતના મુદદે કાયદાકીય રીતે સુપ્રિમમાં આગળ વધવાનો વાયદો આપી પાટીદારોને મનાવવા પ્રયાસ કરાશે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીનો પ્રશ્ન હલ કરવાને બદલે પાક વિમા આપી પાટીદારોની સહાનુભૂતિ મેળવી શકે છે.

મોડો તેમ છતાં યોગ્ય નિર્ણય: DyCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાર્દિકનો ૧૯માં દિવસે પારણાં કરવાનો નિર્ણય મોડો છે તેમ છતાં યોગ્યો છે. કોઈપણ શરત વગર હાર્દિક પારણાં કરી રહ્યો છે. સરકાર પર સમાજના દરેક વર્ગનો સમાન હક રહેલો છે. પાટીદાર સમાજના અગ્રણીઓ અને એસપીજી દ્વારા સરકારને રજૂઆતો મળી છે. આ મામલે સરકાર આગામી સમયમાં જરૂર જણાયે વધુ સમય ફાળવીને સમાજના દરેક લોકોની માગણીઓ પર વિચારણા કરવા તત્પર રહેશે અને યોગ્ય નિર્ણય દ્વારા કાર્યવાહી કરશે.

હાર્દિકે અગાઉ પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની વાત ના માની અને હોસ્પિટલમાં શરદ યાદવના હાથે પાણી પીધું હતું. જેમને ગુજરાત સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી તેવા વ્યક્તિના હાથે પાણી પીધું જેથી સમાજના લોકોમાં નારાજગી પણ હતી. જો કે હાર્દિકના પારણાંના નિર્ણયને યોગ્ય ગણાવતા ઉમેર્યું હતું કે કોઈપણ જાતની શરત વગર હાર્દિકે પારણાં કર્યા છે તે સારી વાત છે.

પાસનાં નેતા મનોજ પનારાએ જણાવ્યું કે, હાર્દિક છેલ્લા અઢાર દિવસોથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.

SPG અધ્યક્ષ લાલજી પટેલનું સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ

એસપીજીએ સરકાર સામે રણશિંગૂ ફૂક્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મંગળવારે ઉગ્ર સૂરમાં સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો અમારી આઠ માંગણીઓ નહી સંતોષાય તો આગામી સમયમાં ગુજરાત સરકાર સામે ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે એવો લાલજી પટેલે લલકાર કર્યો છે. આ સંજોગોમા હાર્દિક બાદ એસપીજી હવે મેદાનમાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચૂપકીદી સેવી રહેલા એસ.પી.જી ગ્રુપના લાલજી પટેલે ચૂપકીદી ખોલી છે અને સરકાર સામે ખુલ્લેઆમ રણશિંગુ ફ્ંક્યું છે. લાલજી પટેલે સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે નહી તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત સરકારને પાટીદાર સમાજની આઠ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે અને હાર્દિકને પારણા કરાવવામાં આવે તે સહિતના મુદ્દે આગામી ૭૨ કલાકની લાલજી પટેલે અલ્ટીમેટર આપતાં ફરી પાટીદાર આંદોલનમાં ગરમાવો આવી ગયો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિકના સમર્થન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ ન કરતાં લાલજી પટેલે એકાએક સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટર આપતાં પાટીદાર આંદોલન વેગવંતુ બને તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

સરકાર મચક આપતી નથીઃ હાર્દિકને પારણા કરી લેવા પાટીદાર સંસ્થાઓ-કોંગ્રેસનું દબાણ

રાજય સરકાર માગણીઓ અંગે કોઇ મચક આપી રહી નથી ત્યારે છેલ્લા ૧૮ દિવસથી ઉપવાસ પર બેઠેલા પાસ નેતા હાર્દિક પટેલને પારણા કરી લેવા પાટીદાર સંસ્થાઓ-સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું છે. જે અંગે હાર્દિકે ટૂંક સમયમાં પ્રત્યુતર આપશે તેમ કહ્યું છે.

પાટીદારોની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક આંતરિક બેઠકો કરાઇ તેમજ સરકાર સાથે પણ સંપર્ક કરીને હાર્દિકની ત્રણ માગણીઓ અંગે છેલ્લા કેટલાક દિવસથી વાત કરવામાં આવી છે પરંતુ સરકારે મક્કમ રહીને એકપણ વાત માનવા ઇનકાર કરી દીધો છે. ખોડલધામના અગ્રણી નરેશ પટેલે પણ ગત સપ્તાહે આવીને હાર્દિકને મળ્યા હતા તે પછી તેમની પણ સરકાર સાથે બેઠક થઇ શકી નથી. અન્ય સંસ્થાઓની એક બેઠક સોમવારે યોજાયા બાદ પાટીદાર અગ્રણીઓ રમેશ દૂધવાળા વિગેરેએ હાર્દિકને મળીને પારણા કરવા માટે સંસ્થાઓ વતી આગ્રહ કર્યો હતો.

રમેશભાઇએ જણાવ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓ હાર્દિકની સાથે છે અને તેની તબિયતથી ચિંતિત છે અને સંસ્થાના અગ્રણીઓ ઉપર પણ સમાજમાંથી હાર્દિકના પારણા કરાવવા માટે ફોન આવે છે તેથી તેનો સંદેશો અમે હાર્દિકને આપ્યો છે. હવે અમે હાર્દિકના સંદેશાની રાહ જોઇએ છે કે તે ક્યારે પારણા કરવા તૈયાર છે. સરકાર પર પણ જે માગણીઓ છે તે અંગે દબાણ લાવવામાં આવ્યું છે.

બીજી તરફ પાસની છાવણીમાં ચાલતી ચર્ચા મુજબ હાર્દિકને એવી આશા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરાત આવી શકે છે ત્યારે તેમના હસ્તે પારણા કરવા જેથી સરકારે કોઇ માગણી મંજૂર ન કરી છતા રાહુલ ગાંધીના કહેવા પર પારણા કરાયા તે રીતે માન જળવાઇ રહે.

હાર્દિકની ઉપવાસી છાવણી આજે કોંગ્રેસી છાવણીમાં ફેરવાઇ ગઇ હોય તેમ કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, કિરીટ પટેલ, આશા પટેલ તથા અન્ય કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડયા હતા. તેમણે પણ હાર્દિક સાથે મીટીંગ કરીને હવે આગામી લડત સારી રીતે આપી શકાય તે માટે પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો.

DCP મને મારી નાખવાની ધમકી આપે છે અને કાર્યકર્તાઓને ગાળો ભાંડે છે: હાર્દિક

પાટીદાર આંદોલનનાં નેતા હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે અઢારમો દિવસ છે. હાર્દિકનાં આમરણાંત ઉપવાસનાં અઢારમાં દિવસે કોંગ્રેસી નેતાઓ અને તેના સમર્થકો દ્વારા હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવવાનાં પ્રયત્નો ચાલી રહ્યાં છે. હાર્દિકને પારણા કરી લેવાનાં મનામણા કરવા માટે કોંગ્રેસનાં ધરાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ હાર્દિકને મળવા માટે પહોંચ્યા હતાં. તેવામાં હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેમનાં ઘરની બહાર સુરક્ષા પૂરી પાડનાર ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે ડીસીપી જયપાલ સિંહ રાઠોડે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હાર્દિકે એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા હતાં જેમાં તેણે અમિત શાહ અને ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારી નાખવાનું કામ સોંપ્યું છે.

હાર્દિક પટલે ટ્વિટરના મારફતે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ઉપવાસ આંદોલનને તોડવા અને અટકાવવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ DCP રાઠોડને મને મારવા અને મારા સાથીને ધમકાવવાનું કામ સોંપ્યુ છે. મારા ઘરે આવી રહેલા લોકોને અટકાવવા માટે તેઓ કઇ પણ કરવા તૈયાર છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ ડી.સી.પી રાઠોડ જૂઠ્ઠુ બોલ્યા હતાં. ઉપવાસ છાવણી પર આવનારા લોકોને અટકાવવા માટે ડી.સી.પી રાઠોડે તમામ હદ પાર કરી દીધી છે. અમારા આંદોલનકારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતાં.

Hardik Patel

@HardikPatel_
उपवास आंदोलन को तोड़ने और रोकने के लिए @AmitShah के आदेश पर गुजरात के गृहमंत्री @PradipsinhGuj ने DCP राठौड़ को मुझे मारने और मेरे साथी को धमकाने का काम दिया हैं।मेरे निवास पर आ रहे लोगों को रोकने के लिए सब कुछ करने के लिए तैयार हैं।गुजरात हाईकोर्ट में भी DCP राठौड़ झूठ बोलते हैं

ડી.સી.પી રાઠોડ ગૃહમંત્રીના અંગત: હાર્દિક
ખાખી મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના CM રૂપાણી અને ગૃહમંત્રીએ ડી.સી.પી રાઠોડને તમામ હદ પાર કરવા માટેની પરવાનગી આપી દીધી છે. અમદાવાદ ડી.સી.પી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહી રહ્યાં છે કે, તમે આતંકવાદીઓ છો, આ DCP રાઠોડ ગુજરાતના ગૃહમંત્રીના ખાસ અંગત છે. ગત 18 દિવસથી અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. DCPએ અમારા લોકોને કહ્યું છે કે, આજે હરિશ રાવતજીને પણ તપાસ કર્યા બાદ જ અંદર મોકલીશું.

Hardik Patel

@HardikPatel_
उपवास की छावनी पर लोगों को रोकने के लिए DCP राठौड़ ने सारी हदें पार कर दी हैं।हमारे आंदोलनकारीओ को माँ-बहन पर गाली दे रहे हैं।ख़ाकी मर्यादा का उल्लंघन हो रहा हैं।गुजरात के मुख्यमंत्री @vijayrupanibjp और गृहमंत्री @PradipsinhGuj ने DCP राठौड़ को सभी हद पार करने की अनुमति दी हैं

બાબા સાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકર હાર્દિકને મળીને કહ્યું સરકાર સમાજમાં વિદ્રોહ કરાવીને સત્તા મેળવવા માંગે છે

September 12, 2018 Gujarat Khabar Bjp Gujarat Hardik Patel
ગાંધીનગર: ઉપવાસ આંદોલનના 18માં દિવસે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિક પટેલની મુલાકાત લઈ તેને અનશન છોડી આંદોલન માટે બીજો રસ્તો અપવાવવાની સલાહ આપી હતી. મુલાકાત બાદ પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતુંકે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે. જ્યારથી દેશમાં આરએસએસ અને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હીટલર શાહી શરૂ થઈ ગઈ છે. સરકાર જ કાસ્ટ બેઝ રાજનીતિ કરીને ફરી 2019માં સત્તામાં આવવા માટે ફાંફાં મારે છે. કોંગ્રેસના MLA અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઈને પારણાં કરવા માટે અપીલ કરી હતી.

શું બાપુએ બાળહત્યાની સોપારી લીધી છે?: ધાનાણી

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુંકે, ગુજરાતમાં 18 દિવસથી ઉપવાસ છતાં સરકાર પારણાં કરાવતી નથી. ઉપવાસના પારણાં અટકાવીને શું બાપુએ બાળ હત્યાની સોપારી લીધી છે?[:]